________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હિતશિક્ષાના રાસનું રહસ્ય.
૧૧૯ માથે પળી આવ્યા હોય, દાંત પડી ગયા હોય, મોડામાંથી લાળ ગેરતી હેય, આંખે પૂરું દેખાતું ન હોય, છતાં પણ વિષયની તૃષ્ણ છુટી શકતી નથી.
અડ શેડની પુત્રવધુ નવરી હેવાથી ડેશીને કે પુરૂષ લાવવા કહે છે. તે ઉપર કવિ એક સમશ્યા કહે છે –
કન્યા કાય કુમારી ઘણી, કૃપણ લચ્છી વધે યા ભણી; ચાડી તાત કહે કેમ કરે, ત્રણઉત્તર એક અક્ષરે. ૧.
ઉત્તર- નવરી.' આમાં ત્રણે પ્રશ્નને ઉત્તર સમાઈ જાય છે. કન્યાની કાયા કુમારીપણામાં નવરી હોવાથી અર્થાત્ વર વિનાની હોવાથી બહુ વધે છે, કૃપણની લક્ષ્મી પણ નવરી-વપરાયા વિનાની હોવાથી વધ્યા કરે છે અને પારકી ચાડી અથવા પારકી તાંત-નિંદાની વાતે નવરી સ્ત્રીઓજ કરે છે.
અહીં શેઠની પુત્રવધુ નવરી, ઘરમાં ઘણી વિનાની અને ધન, રૂપ તેમજ દૈવનના અર્થતપણાવાળી, મેટી હવેલી અને ભોગના સાધન શય્યા વિગેરે ઘણું–આવાં ઘણાં કારણે હોવાથી તેણે ડોશીને કામ બતાવ્યું કે કઈક સારે પુરૂષ લાવી આપે. ડોશી પ્રઢ વિચારવાળી હોવાથી તેણે તેના સાસરને એકાંતે બેલાવીને તે વાત કહી. અને કહ્યું કે હવે વહનું મન વશ રહેતું નથી, થોવનવતી સ્ત્રી નવરી રહી શકતી નથી, તે શિયલ કેમ પાળી શકે? માટે તે સંબંધો વિચાર કરી યોગ્ય લાગે તે ઉપાય કરો.”
- સાસરાએ દીર્ઘ વિચાર કરી ઘરના સર્વે માણસોને બેલાવી પિતાની સ્ત્રી શિડાણી) ઉપર કૃત્રિમ ગુસ્સ કરીને કહ્યું કે-“આ ચારથી તમારે તમામ કામ વહને પૂછીને કરવું. પૈસા ટકા જોઈએ તે તેની પાસેથી માગી લેવા. બહારથી કાંઈ લાવવું હોય તો તે તેને પૂછીને લાવવું. આ પ્રમાણે હુકમ કરી વહને બેલાવીને ઘરને તમામ ભાર તેને સોંપી દીધો. બહુ નોકરચાકરવાળું અને મેમાન પરણાવાળું શેડનું ઘર હેવાથી વડને એટલું બધું કામ માથે પડવું કે એક ઘડીની પણ નવરાશ મળે નહીં. કાયમ કામમાં ને કામમાં ઘેચાયેલી ને ગુંથાયેલી રહે. પછી શેડની પ્રેરણાથી પેલી ડોશીએ વહને એકાંતમાં પૂછયું કે તમે કહેતા હતા તે પુરૂષને લાવું ? ” વહ કહે કે- અરે ડોશીમા ! એ શું બોલ્યા? અહીં એક મીનીટની પણ પુરસદ ક્યાં છે ! માટે એ વાતજ કરશો નહીં, ” ડોશીએ શેડ પાસે જઈને એ વાત કરી, એટલે શેઠને નિવૃત્તિ થઈ
આ વાતને સાર એ છે કે-નવરા રહેવાથી મન ઠેકાણે રહેતું નથી, જ્યાં ત્યાં ફર્યા કરે છે, તેથી તેને કામમાં ગુંથાયેલું રાખવું. એ જ પ્રમાણે શ્રાવક કે સાધુ પણ ધમના કાર્યમાં વળગ્યા રહે તો તેનું મન ઠામ રહે. નવરા માણસ હાંસી ખેલ કુતુળાદિ કરે અને અનેક પ્રકારની રમત રમે પણ જે કામમાં પરોવાયેલા
For Private And Personal Use Only