SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા સામાજિક સવાલે. કોઈ વખત સકારણ આક્ષેપક શૈલીને આદરણીય ગણતો હોય, તે પણ તેની પ્રમાણિક નિષ્ઠા સંબંધી શંકા કરવાનું કારણ નથી, છતાં જેમની સત્તા જતી હોય તેઓ તેમને એ આકારમાં ન સમજે એ બનવા જોગ છે અને એવી જ સ્થિતિ કોન્ફરન્સને અંગે ઉભી થઈ એમ તેના પુનાના અને તે અગાઉના એક અધિવેશન વખતે જેવામાં આવ્યું હતું. * અહીં એક હકીક્ત સ્પષ્ટ કરવાની જરૂર છે. વિચારમગટનને અંગે કોઈ અમુક વ્યક્તિ ઉપર આક્ષેપ કરે તેને આ સવાલ સાથે સંબંધ નથી, કેઈ વ્યક્તિ ઉપર આક્ષેપ ન કરે એવો કેન્ફરન્સને પ્રથમથી સ્થાપિત નિયમ છે અને દરેક વક્તાને ભાષણ કરે તે પહેલાં તે બાબત ચેતવણી આપવામાં આવે છે, અહીં જે વિચારદર્શનને અંગે પોલેચના ચાલે છે તે “નિયમ (Principle) ની છે. કેટલીકવાર એકજ પ્રશ્ન ઉપર પ્રાચીન વિચાર પ્રણાલિકા અને નવીન વિચારણામાં આ નિયમનોજ તફાવત રહે છે અને તેવા પ્રસંગે પ્રમાણિક મતફેર રહે છે. એ મતભેદને જે અંગત રૂપ આપી દેવામાં આવે તે સત્ય પ્રાપ્ત થઈ શકતું નથી, ચર્ચાના આકારમાં રહેવા દેવામાં આવે તે ક્રિયા થઈ શકતી નથી અને ફળની અધીરતા બતાવવામાં આવે તે વાત બગડી જાય છે. આ પ્રસંગે વિચારસ્પષ્ટતા કરવા જતાં જે શૈલી અનુસરવામાં આવે તેમાં જે અંગિત રવિરાધના તાવને દાખલ કરવામાં આવે તે વાત સત્ય હોવા છતાં બગડી જાય છે, સાચા આશયને પણ શંકાની નજરથી જોવામાં આવે છે અને પરિણામે કાંતે વાતનું સ્વરૂપ ઉલટાઇ જાયે છે અથવા એવી કચવાટવાળી સ્થિતિ ઉભી થાય છે કે જેને ભાષામાં “દુગ્ધા કહે છે, જેને ઈંગ્લીશમાં Imosse કરીને કહેવામાં આવે છે. મતલબ કે એવા સંગમાં થોડું ઘણું થઈ શકે, બન્ને પક્ષ સ્વીકારી શકે તેટલું કામ પણ થઈ શકતું નથી. અંગિત વિરોધના તો આવી રીતે મહાન કાર્યમાં આડે આવે છે તે આપણે કેન્ફરન્સના કાર્યને અંગે થતી વાસ્તવિક અવાસ્તવિક ટીકાઓથી જોઈ શક્યા છીએ એક સામાન્ય બાબત વિચાર પ્રગટનને અંગે તપાસી લઈએ. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને હિસાબ છપાવી બહાર પાડવો જોઈએ કે નહિ? અથવા તેના સરવૈયાની કોપી કોન્ફરન્સમાં મોકલવી જોઈએ કે નહિ? એ પ્રશ્ન એટલે સામાન્ય છે કે એમાં સમજુમાં બે મત પડવા સંભવી શકે નહિ. જ્યારે સર્વ સંસ્થાઓ, માટે નિયમ થતો હોય ત્યારે એમાં અપવાદને અવકાશ ન હોવો જોઈએ, છતાં એ અતિ સામાન્ય બાબતે મહા ઉગ્ર રૂપ શા માટે લીધું અને એવા તંદન નિર્જીવ સવાલે કોન્ફરન્સને શામાટે હચમચાવી દીધી એ સવાલને વિચાર કરતાં એમાં એક બાજુએ મત આગ્રહ અને બીજી બાજુએ સ્થાપિત હકે સામે બળવા સિવાય બીજું કાંઈ જગતું નથી. જે સંસ્થા પિતાને હિસાબ એડિટ કરાવે, જોવા માટે For Private And Personal Use Only
SR No.533402
Book TitleJain Dharm Prakash 1918 Pustak 034 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy