SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા સામાજિક સવાલે. ખ્યાલ ન હોય, સ્થાપિત હકે પર જેમની જીવનદેરી મુકરર થયેલી હોય, તેઓ અન્યને વિચાર બતાવતાં સાંભળે, પ્રાકૃત માણસે કોમ અને ધર્મની બાબતમાં અભિપ્રાય આપવા નીકળી આવે તે તેમને અસહ્ય થઈ પડ્યું અને વિચારસ્વતંત્રતાને તેઓ પોતાના દષ્ટિબિંદુથી વિચારસ્વછંદતા સમજવા લાગ્યા. આ તેમને ખ્યાલ તદ્દન અસ્તવ્યસ્ત હતું, દુનિયાના વર્તમાન ઈતિહાસથી અજાણ રહીને થયેલે તે અને વ્યક્તિ સ્વતંત્રતાને ઉદનારે હતું, પરંતુ સેંકડો વરસેથી ઉતરી આવેલા સાજના અને નતમેળાના ખ્યાલને તે વિસારી શક્યા નહિ અને અમુક શેઠ બોલે એટલે તેની સામે કેઈથી બોલી શકાય નહિ, વિચાર કરી કે બતાવી શકાય નહિ એ ખ્યાલમાં પદ્ધતિસર વિચાર બતાવનારને તેડી પાડવાના ખ્યાલમાં જ્યારે તેમને જણાયું કે તેઓ ફાવી શકે તેમ નથી ત્યારે તેઓ સંસ્થા તરફ પરાક્ષુખ થયા અને કેટલાક તે તદ્દન સ્પષ્ટ રીતે વિરોધી થયા. આ ઘણી દુખમય સ્થિતિ ઉત્પન્ન થઈ અને તેને પહોંચી વળવા પ્રયત્ન કરવા માટે જે સમજાવટ અને હિંમત જોઈએ તે કોન્ફરન્સના નેતાઓમાં અ૫ અંશે જોવામાં આવી. તેઓના સમજાવટ કરી આખી કેમને એકત્ર રાખવાના પ્રયત્નને સ્થાપિત હકવાળા નબળાઈ તરીકે ગણવા લાગ્યા. તેમના વગર સંસ્થા ચાલી શકે જ નહિ એવા ખ્યાલમાં પ. તાના હોદ્દા–પદને વધારે મજબુતી અને ચીવટાઈથી વળગવા લાગ્યા અને કોન્ફરન્સનું ક્તિ હૃદયે ધરનારાઓ તેમના વગર પણ બહુમતિથી સર્વગ્રાહી સંસ્થા ચાલી શકે છે એમ બતાવવાનો પ્રયત્ન કરી શક્યા નહિ. કેન્ફરન્સના કાર્યવાહકેને ઉદ્દેશ સમજાવટથી સર્વને સુસંબદ્ધ રાખવાને હતા, જરા નરમાશદ્વારા સંસ્થાને જમાવવાનો હતે. લેકીને અને નાયકેને એકઠા કરવાનું હતું અને તે ઉદેશ કોન્ફર ન્સની બાળ વય અને આપણું રૂઢ પૂર્વકાલીન વિચારેને લઈને તદ્દન વ્યાજબી હતે પણ બીજી તરફ નવીન જુસ્સાદાર વર્ગ વધતું જતું હતું, તેમને આ સમજાવટની પદ્ધતિમાં નબળાઈ જણાઈ, તેમને આ વચલા માર્ગ કાઢવાની રીતિમાં બિનજરૂરી ખુશામત જણાઈ, તેમને આ સંઘશક્તિ એકત્રિત કરવાના પ્રવાહમાં કોન્ફરન્સના મૂળ આશયનું ખૂન થતું જણાયું. આથી પરિણામ એ આવ્યું કે સ્થાપિત હકવાળા આગેવાનો કોન્ફરન્સ તરફ બેદરકાર થતા ગયા અને નવીન વર્ગ–મધ્યમ વિભાગવાળે વિચારશીળ વર્ગ કોન્ફરન્સની કાર્યપદ્ધતિ તરફ થતો ગયો. બન્ને વચ્ચે જરાપણું એકબીજાની નજીક ન આવ્યા, આથી વખત જતાં બંને વચ્ચે અંતર વધતે ગયે અને એના સંબંધની ભૂલ કોન્ફરન્સને માથે આવી પડી. સ્થાપિત હકવાળા આગેવાને સમયને ઓળખી શકયા હોત, જમાનાની જરૂરીઆત પારખી શક્યા હોત, આખું જગત કઈ પરિસ્થિતિમાંથી પસાર થાય છે તે દીર્ધદષ્ટિથી અલ For Private And Personal Use Only
SR No.533402
Book TitleJain Dharm Prakash 1918 Pustak 034 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy