________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ.
જૈન ધર્મમાંના તપ શબ્દને અર્થ–તે શબ્દથી સુચવાતા ભાવાર્થ તે ચાલુ વપરાતા અર્થ કરતાં કાંઈક જુદે સવિશેષ પ્રકાર છે. જેના મત પ્રમાણે શરીર
શ્રીને પણ તપ (બાત૫) છે, અને મન આશ્રીને પણ ત૫ (અભ્યારપ) છે. એ રીતે બે પ્રકારના તપ છે. તેમાં બાહાતપમાં ઉપવાસ કરવો, ક્ષુધા કરતાં ઓછું ખાવું, નિરસ આહાર ખાવો-રારા આહારનો ત્યાગ કરવો, આસાએશનઆરામને ત્યાગ કરવો, અને દેહનું દમન કરવું તેને સમાવેશ થાય છે. માનસિક તપ-અયંતર તપમાં પણ જુદા જુદા ભાગો છે. જેવાં કે પાપની કબુલાત કરવી, તેનું પ્રાયશ્ચિત્ત લેવું, રેગી–બાળ-વૃદ્ધ (મુનિ ) પ્રત્યે ફરજે સાચવવી, તેમની તાબેદારી ધરાવવી, વિવેક-વિનય સાચવે, આત્મસંયમ કરે અને ધ્યાન કરવું આ સર્વને અત્યંતર તપમાં સમાવેશ થાય છે. એક બાબત ઉપર ખાસ ભાર મૂકીને હું તમારું લક્ષ ખેંચવા માગું છું તે એ છે કે જેને જે સન્યસ્તાશ્રમ વિરકતાવસ્થા-સાધુપણું શીખવ્યું છે તે શિક્ષામાં ધ્યાગ એવી રીતે બતાવ્યું છે કે મેક્ષે જવાના જે ઘણા પગથીયાં છે-ઘણ રસ્તા છે તેમાં રોગ પણ એક છે. એટલે કે યોગને એકાંત છત્વ આપવામાં આવ્યું નથી. જો કે ધ્યાનની સર્વોત્તમ છેલ્લી બે સ્થિતિ (શુક્લ યાનના છેલ્લા બે ભેદ) પછી તરતજ મુક્તિ મેળવી શકાય છે તેમ તેમણે પ્રતિપાદન કરેલ છે, તે પણ તપના બીજા ભેદે પણ કાંઇ ઓછી અગત્યતા ધરાવનારા નથી. જ્યારે આપણે જેનના તપને, તેને મળતાજ સાંખ્યયોગના તપ સાથે સરખાવશું ત્યારે આ બાબત વધારે સ્પષ્ટ રીતે આપણુંથી સમજી શકાશે. સાંખ્ય લોકોને તપ જેનોના તપની જેમજ જુદી જુદી ભિન્નતા-જુદા જુદા ભેદ ધરાવે છે પણ ધ્યાન-ધારણાસમાધિ કરતાં તે સર્વને ઉતરતા ગણ વામાં આવે છે. ખરેખર આખા વેગનું મધ્યબિંદુ ધ્યાનજ ગણવામાં આવે છે. બીજી સર્વ પ્રકારની સાધુપણાની આચરણને ધ્યાન-ધારણા–સમાધિ કરતાં ઉતરતા પ્રકારની ગણવામાં આવે છે. જ્ઞાનથી જ જેની પ્રાપ્તિ થઈ શકે તેવા પરમપદને પામવાનું જે મતમાં વર્ણવેલ હોય તે મતમાં કુદરતી રીતે તેવું જ વર્ણન આવવાને સંભવ રહે છે. મને એમ લાગે છે કે આત્મિક શક્તિઓ ખીલવવા અને આત્માને સુકતાન પ્રાપ્ત કરાવવા માટે ધ્યાનના વિષયની પૂરતી કરવા માટે જ બુદ્ધિ, અહં. કાર, અને મનથી આરંભાતી, પ્રકૃતિના ફેરફારની થીયરી જવામાં આવી હશે. સાંખ્યોગ તે એક ઉંચી ફીલોસોફીની શાખા છે; તેઓની સાધુ સમાચારી પણ ઘાણી કેળવાયેલી અને આત્મિક ઉન્નતિ તરફ દેરનારી છે. જેનોની સાધુસમાચારી તેના કરતાં વધારે ઉન્નત પ્રકારની છે, તે વધારે મૂળ સિદ્ધાંતો તરફ દોરનારી છે, ઘણી વધારે પ્રાચીન હોય તેમ જણાય છે, અને તેનું મૂળ લક્ષ કર્મના મળથી
For Private And Personal Use Only