________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
બુદ્ધિસ્વરૂપ
૩૮૭
પ્રવાહવડે તે કુવો કાંઠા સુધી ભરી દીધો. એટલે મુદ્રિકા સહિત તે શુષ્ક છાણ પર તરી આવ્યું. તેને તેણે પોતાના હાથ વતી કાંઠે રહીને જ લઈ લીધું અને તેમાંથી વીંટી કાઢી લીધી. તે જોઈને કેએ આનંદને કોલાહલ . રાજપુરૂષોએ તે વૃત્તાંત રાજાને કહ્યું. તે સાંભળીને રાજાએ તેને પોતાની પાસે બોલાવ્યો, ત્યારે અને ભયકુમાર રાજાની પાસે ગયે, અને પ્રણામ કરીને તેમની પાસે મુદ્રિકા મૂકી. રાજાએ તેને પૂછ્યું કે-“હે વત્સ! તું કેણ છે?” અભયે કહ્યું—“હે દેવ આપને પુત્ર છું.” રાજાએ પૂછયં—“શી રીતે ?” ત્યારે અભયે સર્વ વૃત્તાંત રાજાને કહી બતાવ્યું. તે સાંભળીને રાજા અત્યંત હર્ષ પામ્યું. પછી અભયને પિતાના ઉલ્લંગમાં બેસાડીને રાજાએ સ્નેહ સહિત તેના મસ્તકનું ચુંબન કર્યું. પછી શ્રેણિક રાજાએ અભયકુમારને પૂછયું કે–“હે વત્સ! તારી માતા કયાં છે?” તેણે કહ્યું “હે દેવ ! ગામની બહાર ઉદ્યાનમાં છે. તે સાંભળીને રાજા પોતાના પરિવાર સહિત તેણીની સામે ગ. અભયકુમારે આગળથી જઈને સર્વ વૃત્તાંત પિતાની માતાને કહ્યું. તે સાંભળીને નંદા પિતાના શરીરની રોભા કરવા લાગી. તે વખતે અભયકુમારે તેણીને નિષેધ કર્યો કે “હે માતા! પતિના વિરહવાળી કુળવાન સ્ત્રીઓને પિતાના પતિના દર્શન થયા પહેલાં શરીરની શોભા કરવી ઉચિત નથી.” તેવામાં શ્રેણિક રાજ આવી પહોંચ્યા. નંદા તેના પગમાં પડી. રાજાએ વસ્ત્ર આભૂષણદિક આપીને તેણીનું અત્યંત નેહપૂર્વક સન્માન કર્યું. પછી મેટી વિભૂતિ ( વૈભવ) પૂર્વક પુત્ર સહિત નંદાને પુર પ્રવેશ કરાવ્યો અને અભયકુમારને મુખ્ય મંત્રીનું પદ આપ્યું. આ દાંતમાં વીંટી કાઢવામાં વાપરેલી અભયકુમારની બુદ્ધિ ઓત્પત્તિકી જાણવી.
૫ હવે પટ એટલે વસ્ત્રનું ઉદાહરણ એ પ્રમાણે છે – '
કોઈ બે પુરૂષ હતા, તેમાં એકને ઓઢવાનું વસ્ત્ર સૂત્રનું હતું અને બીજાને ઉનનું વસ્ત્ર હતું. સૂત્રનું વસ્ત્ર ઉનના વસ્ત્ર કરતાં વધારે કિંમતી હતું. તે બન્ને સાથે જઈને કોઈ જળાશયમાં સ્નાન કરવા લાગ્યા. પછી ઉનના વસ્ત્રવાળે રાન કરીને વહેલે નીકળી પિતાનું વસ્ત્ર પડતું મૂકી બીજાનું સૂત્રનું વસ્ત્ર લઈને ચાલ્યા. તે જોઈને હજાએ પોતાનું વસ્ત્ર માગ્યું, પણ તેણે આપ્યું નહીં. તેથી રાજકુળમાં તેની ફરીયાદી થઈ. ત્યારે ન્યાયના અધિકારીએ તે બન્નેનાં મસ્તકને કાંચકી વડે ઓળાવ્યાં, એટલે ઉનના વસ્ત્રવાળાના માથામાંથી ઉનના સૂક્ષ્મ અવયવો ખર્યા. તેથી
ન્યાયાધિકારીએ જાણ્યું કે–“આ પુરૂષ સૂત્રના વસ્ત્રને સ્વામી નથી.” એમ નિશ્ચય કરી તેને નિગ્રહ કર્યો, અને બીજાને તેનું સૂત્રનું વસ્ત્ર આપ્યું. અહીં ન્યાયાધિકારીની ઔપત્તિકી બુદ્ધિ જાણવી.
* દ હવે સર એટલે કાકીડાનું ઉદાહરણ આ રીતે છે –
For Private And Personal Use Only