________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ.
માટે ચીભડાં પાથર્યો. તેને ખરીદ કરવા માટે લોકો આવવા લાગ્યા. પણ ચીભડાં જોઈને લોકે કહેવા લાગ્યા કે–આ તારા સર્વે ચીભડાંઓ ખાધેલાં છે, તેથી અમે શી રીતે લઈએ?” આ પ્રમાણે લોકોના કહેવાથી સાક્ષીઓને તથા ગામડીયાને પણ તેની પ્રતીતિ (ખાત્રી) થઈ. તેથી તે ગામડીયે આકુળવ્યાકુળ થઈ વિચાર કરવા લાગે કે-“ હવે મારે એવડો માટે માદક આને શી રીતે આ પો?એમ વિચારીને તેણે વિનયથી નગ્ન થઈને પેલા નાગરિકને એક રૂપ (દંડન) આપવા માંડ્યો. નાગરિકે તે અંગીકાર કર્યો નહીં. ત્યારે બે રૂપીયા આપવા લાગ્યો. તોપણ તેણે લીધા નહીં. એ રીતે વધતાં વધતાં ગામડીયો સે રૂપીયા આપવા લાગ્યો તેપણ નાગરિકે તો લીધા નહીં. ત્યારે તે ગામડીયે વિચાર્યું કે
હાથીની સામે હાથીને જ પ્રેરાય છે (મૂકાય છે.) તેથી આ ધૂર્ત નાગરિકે મને વચન વડે છેતર્યો છે, તેથી બીજા તેવાજ ધૂર્ત નાગરિક વિના મારાથી તે પાછા હઠી શકશે નહીં. માટે આની સાથે થોડા દિવસની મુદતની વ્યવસ્થા કરીને કોઈ ધૂર્ત નાગરિક શોધી કાઢે.” એમ વિચારીને તેણે મોદક આપવાની મુદત લીધી. પછી તપાસ કરતાં કોઈક ધૂર્ત નાગરિકે તેને બુદ્ધિ બતાવી. એટલે તેણે તે બુદ્ધિના બળે કરીને કંદોઈની દુકાનેથી એક મોદક લઈને સામા પક્ષવાળા ધૂને બેલાબે, તથા સર્વે સાક્ષીઓને બોલાવ્યા. પછી તેણે સાક્ષીઓ સમક્ષ દરવાજાને મેઢ મેંદક મૂકો, અને મેદકને કહેવા લાગ્યું કે –“હે મોદક ! જા, ના, નીકળ, નીકળ,” પણ તે માદક ચાલ્યા નહીં, ત્યારે તે ગામડીયાએ સાક્ષીઓને કહ્યું કે–“મેં તમારી સમક્ષ એવી પ્રતિજ્ઞા કરી હતી કે “જે હું હારૂં તે જે માદક આ દરવાજાના દ્વારે કરીને ન નીકળે તે મેદિક મારે તને આપો.” તે આ મોદક નીકળતો નથી. તેથી આ મોદક દેવાવડે હું તમારા દેવામાંથી મુક્ત થયે છું.” આ વાતને સાશીઓએ તથા બીજા પાસે ઉભેલા લોકોએ પણ અંગીકાર કરી. આ રીતે સામા પક્ષવાળા ધૂર્તને તેણે પરાજય કર્યો. અહીં બીજા પૂર્વ નાગરિકની બુદ્ધિ ~ત્તિકી સમજવી.
૩ હવે લવ એટલે વૃક્ષનું ઉદાહરણ આ પ્રમાણે –
કેઇ ઠેકાણે માર્ગમાં મુસાફરે આંબાના ફળને તોડી તેડીને ગ્રહણ કરવા લાગ્યા. તેમને વાંદરાઓ અંતરાય ( વિજ્ઞ) કરવા લાગ્યા. તે વખતે પથિકો પિતાની બુદ્ધિના બળથી વાંદરાઓની ટેવ “જેવું ફેકીએ તેવું સામું ફેંકવાની વિચારીને તે વાંદરાઓ તરફ પથરા ફેંકવા લાગ્યા. એટલે કોધ પામેલા વાંદરાઓ તે પથિકોની તરફ આમ્રફળ તોડી તેડીને ફેંકવા લાગ્યા. એ રીતે પથિકની વગર :યાસે કાર્યસિદ્ધિ થઈ. આ પથિકોની ઓત્પત્તિકી બુદ્ધિ જાણવી.
૪ હવે લુજ એટલે આંગળીનાં આભરણ (વીટી) નું ઉદાહરણ કહે છે
For Private And Personal Use Only