________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિસ્વરૂપ.
૩૮૩
- પોતાની સ્થિતિ-અનુકૂળતાને અનુસરી જે વ્યવસાય (ધ–જગાર) કરે પડે તે પ્રમાણિકપણાથી જ કરવા દઢ પ્રતિજ્ઞાવંત થવું અને તેમ કરતાં જે દ્રવ્ય-લાભ મળે તેના ચાર વિભાગ કરવા. 1 કેશ (ભંડાર) માટે, ૨ ધર્મકાર્ય માટે, ૩ ભેગ નિમિત્તે, અને કુટુંબ પોષણમાં વાપરવા માટે..
૫ જે જે ઉપાવડે આશ્રવ ધ થાય-કર્મબંધ થતો અટકે તે તે ઉપાય સંવરાથીએ સેવવા. ક્ષમા, મૃદુતા (વિનય-નમ્રતા), સરલતા અને સંતોષવડે કોધાદિક કષાયનો કરે; મન, વચન અને કાયગુપિવડે યોગ નિગ્રહ કરે; અપ્રમાદ (પુરૂષાર્થ સેવન) વડે પ્રમાદને પરિહાર કરે; વિરતિ (વ્રત-પચ્ચ ખાણ) વડે અવિરતિનો ત્યાગ, સમ્યકત્વવડે મિથ્યાત્વને ત્યાગ, ચિત્તની સ્થિરતા વડે ચપળતાને ત્યાગ અને શુભ ધ્યાનવડે, આરૌદ્ર ધયાનનો ત્યાગ જરૂર કરે.
ઈતિશમ. સન્મિત્ર કરવિજયજી. SS 22, बुद्धि स्वरुप,
(૧) ઐત્પત્તિકી બુદ્ધિ વિષે ઉદાહરણ.
અનુસંધાન પૃષ્ઠ ૩પ૯ થી) ૨ હવે પળ એ બીજા પદથી સૂચવેલ “પણ કર્યાનું 'અષ્ટાંત આ પ્રમાણે -
એક ગામડી અને બીજે નાગરિક (નગરમાં રહેનાર) એમ બે પુરૂ હતા. તેમાં ગામડીયો પિતાના ગામથી ચીભડાં લાવી નગરના દરવાજા પાસે વેચવા બેઠે હતો. તેને નાગરિક પુરૂષે કહ્યું કે –“જે હું આ તારાં સવે ચીભડાં ખાઈ જાઉં તો તું મને શું આપે?” ત્યારે ગામડી બોલ્યા કે –“તો હું તને આ દરવાજામાંથી ન નીકળે તે મોદક (લાડુ) આપું.” પછી બન્નેએ તે બાબતનું પણ કર્યું (શરત કરી.) તેમાં બીજા માણસોને સાક્ષી પણ ઠરાવ્યા. પછી પેલા નાગરિક પુરૂષે તે સર્વ ચીભડાંઓ જરા જરા ખાઈને મૂકી દીધાં, અને પછી તે ગારીયા પ્રત્યે બોલ્યો કે –“મેં તારા સર્વે ચીભડાં ખાધાં, તેથી તેં પ્રતિજ્ઞા કરેલે માદક મને આપ.” ત્યારે ગામડીયે બે કે –“તે મારાં બધાં ચીભડાં ખાધાં નથી એટલે તને મોદક શેનો આપું? ” નાગરિક બે -“તારાં સર્વ ચીભડાં ખાધાં છે. તે વાતની જે તને પ્રતીતિ ( ખાત્રી) કરાવું.” તેણે કહ્યું– “બહુ સારૂં, મને પ્રતીતિ કરાવ.” પછી તે બને બજારમાં ગયા. ત્યાં વેચવા
For Private And Personal Use Only