________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર રે
આછી સમજ
કડપ
જે પ્રાપ્ત થયેલી લક્ષ્મીને લાહો લેજ હોય તેનો વિવેકથી સવ્યય કરવા પૂરતું લક્ષ રાખવું. જ્યાં સુધી પુન્યસંયોગ હોય છે ત્યાં સુધી જ લક્ષ્મી પાસે રહે છે પછી તે જાણે તે પગ કરીને નાસી જાય છે. જ્યાં સુધી પુન્ય. પ્રબળ હોય ત્યાં સુધી ગમે તેટલી લક્ષમીને સદુપયોગ કરાય તો પણ તે ખુટતી નથી, એમ આપણે અનેક ઉત્તમ ચરિત્રના આધારે જાણી શકીએ છીએ. જેમ પાતાળ કુવામાંથી ગમે તેટલું પાણી વપરાશમાં લેવાય તો પણ તે ખુટતું જ નથી તેમ પ્રબળ પુન્યવંતની પુષ્કળ લક્ષ્મી વપરાતાં છતાં પણ અખૂટ રહી શકે છે. આ હકીકત આપણને સ્પષ્ટપણે સમજી શકાય એવી છે તે પણ કૃપણું લોકો કુપણુતા દોષથી પ્રાપ્ત લમીનો કશો સદુપગ કરી શકતા નથી. તેઓ કેવળ તેની ચોકી કરવાનેજ સર્જાયેલ હોય તેમ વર્તે છે. તેઓ બાંધી મુઠીએ આવ્યા છતાં બાપડા ખાલી હાથે (કહો કે હાથ ઘસતા) પરલોક સિધાવે છે. પછી તેમને ત્યાં કોઈ ત્રાણ શરણ કે આધાર મળતું નથી. જેવી મતિ તેવી ગત થાય છે. પૂર્વે છતી ઋદ્ધિએ કશું કરી શકયા નથી તેથી અન્ય જન્મમાં દુ:ખ-દરિદ્રતા પામે છે અને ત્યાં પણ એમજ ભવ પૂરે કરીને ભવચક્રમાં ભમ્યા કરે છે. લક્ષ્મી પામીને પિતાને હાથ ઠારનાર સર્વત્ર સુખી જ થાય છે.
- ઈતિશ.
अतिक्रम, व्यतिक्रम, अतिचार अने अनाचार दोष आश्री समज.
સમાદિક દશવિધ નિયમને ધારનારા નિગ્રંથ સાધુજનને સંયમ નિર્વાહાથે આજ્ઞા કરાયેલ નિદોષ અહારાણી પ્રમુખથી વિપરીત એવા
દોષ (કૃત, ડારિત કે અનુમોદિત ) આહાર પાણી પ્રમુખ લેવા કોઈ સાગારી ( ગૃહસ્થ ) નિમંત્રણ કરે, તે અકલ્પનિક (સાધુને ન કપે એમ) જયા છતાં તેનો નિષેધ નહિ કરતાં જે સાધુ સાંભળી રહે તો તે પ્રથમ અતિકમ દોષ જાણ. તે દોષ આહાર પ્રમુખ લેવા માટે ગમન કરે તો તે વ્યતિક્રમ દોષ. એ સદોષ આહાર પ્રમુખ અંગીકાર કરી લેતાં અતિચાર દેષ અને એવો સદોષ આહારદિક લાવીને વાપરતાં સાધુજનોને અનાચાર દોષ લાગે છે. શાઅનીતિથી વિરૂદ્ધ રીતે સદેષ આહારદિક લઈને વાપરતાં સાધુજનોની બુધિ બગડે છે અને સંયમ માર્ગથી ચૂકે છે, તેમ ગૃહસ્થજને પણ ન્યાય-નિતિ યા પ્રમાણિકપણાનો અનાદર કરી અન્યાય-અનીતિ યા અને પ્રમાણિકતા આદરે છે તો તેઓ માગભ્રષ્ટ થઈને સ્વપરહિતમાં ભારે હાનિ કરે છે. આ રીતે ગૃહસ્થને દ્રવ્ય ઉપાર્જન કરવા માટે શાસ્ત્રકારે
For Private And Personal Use Only