________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
આપને એનાયત કર્યો તસંબંધે સંતોષ અને આનંદની લાગણી જાહેર કરતાં અત્ર સ્થળે પુરાતન ગોરવ અને પ્રાચીન કાળની અભ્યદય સંપન્ન સ્થિતિવાળાં અમારી ફેમના એક પ્રસિદ્ધ અને પવિત્ર સ્થળના સ્વાગત પોણા તરીકે જૈન કેમની ચિરકાળની ફરિઆદને નિર્ણય કરવાને માટે આપનું ધ્યાન ખેંચવા નમ્ર વિનંતિ કરીએ છીએ અને તેથી આપ નામવર બિગિની બાબત આપની સાહજીક પ્રકૃતિને યોગ્ય પૂર્ણ શાંતિથી સાંભળશે એવી સંપૂર્ણ આશા અમે રાખીએ છીએ.
આશરે એક હજાર વર્ષ ઉપર વિમળશા નામના ગુજરાત પાટણના વતની એક ધનાઢ્ય જૈન વેપારીએ લાખ રૂપિઆના ખર્ચે સંખ્યાબંધ દેરાં બંધાવી સ્વયમી બંધુઓના ઉપગ અર્થે જૈન કેમને અર્પણ કર્યા હતાં. આ દેરા સા ધારણ રીતે આબુ પર્વત ઉપરનાં દેલવાડાનાં દેરાં એ નામથી જગ પ્રસિદ્ધ છે. ઉપરોક્ત દેરાઓની વ્યવસ્થા અને જીર્ણોદ્ધાર વિગેરેને ખર્ચ લાખો રૂપી આના વ્યયથી જૈન કેમ તરફથી સેંકડે વર્ષ થયાં કરવામાં આવે છે.
દેલવાડાનાં ઉપરોક્ત દેરાંઓનું બાંધકામ આપ નામવરે જોયું તે પ્રમાણે સંગેમરમરના ધેળા પત્થરથી થયું છે. આ દેરાઓની બાંધણી સર્વથા એટલી બધી પ્રશંસનીય નીવડી છે કે આબુ પર્વત ઉપર આવનાર યુપીઅને આ દેરાં જવા આવવાની અમૂલ્ય તક કદી પણ ચૂકતા નથી. દેરાં જેવા આવનાર યુપીઅોનું દેરાંના વ્યવથાપક તરફથી ચેપગ્ય સન્માન કરવામાં આવે છે અને જરૂરના પ્રસંગે ભેમીઓ પણ પૂરા પાડવામાં આવે છે જેથી તેમની જીજ્ઞાસાની તૃપ્તિ થવા પામે. આ સ્થળ જૈનકોમના હજારે માણસનું યાત્રાનું પવિત્ર સ્થળ હોઈને યુરોપીઅન મુસાફરોના ગેરવર્તનથી યાત્રાળુઓનું મન દુખાય એ સ્વાભાવિક છે તેથી યુરોપીઅન મુસાફરોની ગભારાના ભાગમાં જવાની જે ગંભીર ભૂલ થાય છે તે ભૂલમાં સુધારણા થવાની ખાસ આવશ્યક્તા છેજેથી યાત્રાળુઆનાં મન દુઃખાતાં અટકે એટલું જ નહિ પણ દરેક પ્રકારને સંશય ટળે.
જૈન કોમન દુભાંગ્યે છેલ્લાં કેટલાંક વર્ષો થયાં યુરોપીઅન મુસાફરોની દેરાં ઉપરની સામાન્ય વર્તણુકના સંબંધમાં એક મુશ્કેલીને જન્મ થવા પાસે છે કે જેને નિર્ણય હજુ થવા પામ્યો નથી. હકીકત એવી છે કે દેરાં જોવા આવનાર યુરોપીઅને દેશના અંદરના વિભાગમાં બટડા પહેરીને આવે છે. જૈનધર્મના સિદ્ધાંતના ન્યાયે દેરાંમાં બુટડા પહેરીને જવું તે પવિત્ર તિર્થ સ્થળને દુષિત કરવા જેવું હોવાથી દરાના વ્યવસ્થાપકને વિદેશીય મુસાફરોના જવા પછી દરેકે દરેક પ્રસંગે એગ્ય સંસ્કારવિધિથી દેરાંઓ શુદ્ધ કરવાની જરૂર પડે છે.
For Private And Personal Use Only