________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનપત્ર. -
પુરાતન કાળનું દફતર તપાસતાં આ મુશ્કેલી દૂર ન થવાનું કારણ શિરેહીના રાજાઓએ આ બાબતમાં બીલકુલ વધે લીધે નહિ તેજ છે એમ પ્રતીત થાય છે. આ દેરાઓ જૈન કેમના હિતાર્થે લાખો રૂપિઆના ખર્ચે બંધાવેલાં છે, વળી દેરાની વ્યવસ્થા અને જીદ્વાર વિગેરે સર્વ પ્રકારને ખર્ચ જૈન કેમથી જ કરવામાં આવે છે તેથી આ દલીલ કોઈ પણ રીતે વ્યાજબી કહી શકાય તેમ નથી એમ માનવા અમારી નમ્ર વિરાપ્તિ છે. પુરાતનકાળમાં જૈનલકની આ મુશ્કેલી દૂર ન થયાનું બીજું કારણ યુરોપીઅને પશ્ચિમાત્ય રીતરીવાજ મુજબ દેરા વિગેરે પવિત્ર સ્થળામાં પ્રવેશ કરતાં બૂટડા ન ઉતારતાં માત્ર ટોપી જ ઉતારે છે તે જ છે. આ દલીલ પણ કઈ રીતે નીતિધર્મવ્યવસ્થાના નિયમને સાનુકૂળ ગણાય નહિ.
અમને સંપૂર્ણ ખાત્રી છે કે આપ નામવર હિંદુસ્તાનના વિવિધ ધર્મપને માન અને પ્રેમની લાગણીથી જોનાર બ્રીટીશ સામ્રાજ્યની ધર્મ વ્યવસ્થા તરફ ગ્ય લક્ષ રાખી આવી દલીલને દરેક રીતે બીન કાયદેસર ગણશે, અને અમે કહેવાને માટે હિંમત ધરીએ છીએ કે ભારતવર્ષના ભિન્ન ભિન્ન મતાંતરેને માન આપી “ ધર્મરક્ષક ' ના નામથી પ્રસિદ્ધ, અને દેશના એક છેડાથી બીજા છેડા સુધી જુદા જુદા મતાવલંબીઓને માન આપવાની પ્રશંસનીય રાજનીતિવાળા બ્રીટીશ મહા સામ્રાજ્યરૂપી પ્રબળ સત્તાના દયાળુ રાજ્યને આ દલીલ કોઈપણ રીતે છાજતી નથી. વ્યવહારિક બાબતમાં પણ અંગ્રેજી ન્યાયશાસ્ત્રના સિદ્ધાંત મુજબ કોઈપણ હકના લાભમાં ચીરકાળથી પ્રચલિત રિવાજ પુરાણે અચલિત અંદાજાસર અને નીતિ ઘેરણની વ્યવસ્થાને સાનુકુળ ગણાતો હોવાથી તેને સંપૂર્ણ માનની દષ્ટિથી વિલોકવામાં આવે છે માટે આ બાબતમાં જૈનધર્મના અનુયાયીઓની ફરીઆદ તરફ દુર્લક્ષ આપવાનાં ઇગ્રેજોના વિચારમાં સદંતર ફેરકાર કરવાની આવશ્યકતા છે. ભારતવર્ષનાં જૈનધર્મનાં અને અન્ય ધર્મનાં પવિત્ર સ્થળે એ દેરામાં પ્રવેશ કરતાં પહેલાં યુરોપીઅોને બૂટડા ઉતારવાની જરૂર પડે છે.
વળી જે રિવાજથી કઈ પણ કેમના પવિત્ર તિર્થસ્થળે દુષિત થાય અને થવા જેથી હજારો માણસની ચિત્તવૃત્તિ દુખાવાનો પ્રસંગ આવે અને જેથી સ્વમનાં હિત અને ઉપગને માટે બંધાવેલ દેરાંની ધાર્મિક ક્રિયામાં યુરોપીઅન મુસાફરોની ક્ષણીક જીજ્ઞાસા તૃપ્ત કરવાથી ભંગાણું પડે તે રિવાજ કઈ પણ રીતે અંદાજાસર કહી શકાય જ નહિ. યુપીઅન લેકે એ સંપૂર્ણ રીતે સમજવું જોઈએ કે જેની ઉદાર વૃત્તિને કઈ રીતે પણ દુરૂપયોગ તેમનાથી
For Private And Personal Use Only