________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
''પારણાવાળા ત્રણસોને બાણું ઉપવાસ કરીને તેણે સર્વતોભદ્ર નામને તપ કો. પછી આરંભમાં છઠુ અને ત્યારપછી એકાંતર સાઠ ઉપવાસે કરીને તેમણે ધર્મચક્રવાલ નામને તપ કર્યો. પછી જેના (આઇપીલના) અંતમાં ઉપવાસ આવે એવા એક અબીલ, બે આંબલ, ત્રણ આંબીલ એમ એક એક બીલની વૃદ્ધિ. કરતાં છેવટ સે લ પર્યંત કરીને આચાલવધમાન નામને તપ કર્યો. આ તપ સૈદ વર્ષ ત્રણ માસ અને વીશ દિવસે પૂર્ણ થાય છે, આ પ્રમાણે તપ કરીને તેણે શરીરને અને કર્મને કૃશ કરી નાખ્યા.
એકદા સંવર મુનિએ શુભ કૃત્યને પ્રકાશ કરનારા ગુરૂને નમસ્કાર કરીને ભિક્ષુ (મુનિ )ની બાર પ્રતિમાઓ વહન કરવાની આજ્ઞા માગી. ત્યારે ગુરૂએ વિચાર્યું કે –“ આ દશપૂર્વી છે, ધીર છે, ઉંચા સંઘયણવાળે છે, તથા શમતાવાન છે, તેથી એ દુષ્કર કાર્ય કરવાને પણ ચોગ્ય છે. ” એ પ્રમાણે ઘણી વાર સુધી વિચાર કરીને શ્રી સિદ્ધસેન આચાર્ય બોલ્યા કે—“હે વત્સ! એ કાર્ય તારે લેયક છે, માટે સુખેથી તારૂં મનવાંછિત કર. ” તે સાંભળીને તેણે હર્ષથી ગુરુને નમસ્કાર કરી ગ૭ ( સમુદાય ) ની રજા લઈને ગચ્છની બહાર નીકળી પહેલી પ્રતિમાને આરંભ કર્યો. તેમાં તેણે એક માસ સુધી ભેજન તથા જળને વિષે એક એક દત્તિ કરી. એ રીતે માસ પૂર્ણ થયે તેણે પાછો ગચ્છમાં પ્રવેશ કર્યો. એ જ પ્રમાણે દત્તિસહિત એક એક માસની વૃદ્ધિ કરીને તેણે સાત માસે સાતમી પ્રતિમા પૂર્ણ કરી. પછી જેના પારણામાં બીલ કરવામાં આવે છે એવા પાણી વિનાના એકાંતર ઉપવાસ કરીને ગામની બહાર ઉત્તાન શયન કરીને કપરહિત તથા સર્વ ઉપસર્ગના સમૂહને સહન કરતા સતા તેણે સાત રાત્રિ દિવસે કરીને આઠમી પ્રતિમા વહન કરી. પછી એજ પ્રમાણે ઉત્કટિક આસને રહીને મહાનિકાવાળા તેમણે સાત દિવસવડે નવમી પ્રતિમા વહન કરી. પછી એજ પ્રમાણે સાત દિવસ સુધી વીરાસને રહીને શુભ ધ્યાનમાં નિશ્ચળ ચિત્તવાળા તેમણે દશમી પ્રતિમા વહન કરી. પછી છઠ્ઠ તપ કરીને નિશ્ચળ વીરાસને એક અહોરાત્રે રહને લાંબા હસ્ત રાખીને તેણે અગીયારમી પ્રતિમા વહન કરી.
૧. આઠ આઠ ઉપવાસે પારા એમ ૪૯ વાર કરવાથી ૩૯ર ઉપવાસ ને ૪૯ પારણા મળી ૪૪૧ દિવસે.
૨. એક આંબિલ ને એક ઉપવાસ, બે બીલ ને એક ઉપવાસ, ત્રણ આંબીલ ને એક ઉપવાસ, ચાર બીલ ને એક ઉપવાસ, એ પ્રમાણે છેવટ સો અબીલ ને એક ઉપવાસ એ રીતે સમજવું. શ્રીચંદ વળીએ એ તપ કર્યો હતો. ૩ મરતક ને પગની પાની જમીન પર અડે, બાકીનું શરીર અધર રહે તેમ તેવું તે.
For Private And Personal Use Only