________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
સંવરની કથા. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના અલંકારરૂપ અને મનહર ગુણોના સાગર જેવા પરજનથી ભૂષિત અયોધ્યા નામની નગરી છે. તે નગરમાં મહાન નામનો રાજા રાજ્ય કરતા હતા. તે રાજા જાણે ચિંતામણિ રત્નમાં દાનલક્ષ્મીનું પ્રતિબિંબ 'હોય એવું જણાતું હતું. તે નગરીમાં ધનદ નામને સાર્થપતિ રામાન્ય હતું. તેને ઘેર દ્રવ્ય ઉપાર્જન કરવામાં જાણે મૂર્તિમાન ધજ હોય તેવા વૃષભે શોભતા હતા. તે ધનદને ગુણવટે કલ્યાણકારી ધનશ્રી નામની પ્રિયા હતી. તે રૂપ અને શીળને મૈત્રી કરવાનું પ્રથમ સ્થાન હોય તેવી શોભતી હતી. ઘણા પાપવાળ કોઈક જીવ ઘણા અભાળ્યોમાંથી કઈક ભાગ્યને લીધે દુર્ગતિમાંથી ( નરકમાંથી ) નીકળીને તે ધનથીના ગર્ભમાં અવતર્યો. ગર્ભના નિભોગીપણને લીધે તેણીને એ દુ:ખદાયી દેહદ થયે કે “હું મસ્તકે મુંડન કરાવીને ફાટેલાં તુટેલાં વસ્ત્રો પહેરીને ધૂળવાળી પૃથ્વી પર શયન કરૂં.” આ દેહદ થવાથી “સમગ્ર રીતે કેહ કરનારા ( શત્રુરૂપ ) આ દેહદને હું કોઈને પણ કહીશ નહીં, અને આ બાળક ઉત્પન્ન થશે કે તરત તેને હું તજી દઈશ. ” આ પ્રમાણે વિચાર કરતી તે ધનશ્રી દિવસે નિર્ગમન કરવા લાગી. તેવામાં દેવગે તેણીને પતિ ધનદ મરણ પામ્યો. તે વખતે તેનું જે કાંઈ ધન જેના જેના હાથમાં ( સ્વાધીન ) હતું, તે તેણે તેણે રાખી લીધું. અને તેથી તત્કાળ ધનશ્રીને દેહદ સ્વાભાવિક રીતે જ પૂર્ણ થયે. તેના માઠા દિવસે પૂર્ણ થયે તેણીને એક મહા પાતકી પુત્ર જનમ્યું. તેના નેત્ર તથા કેશ પીંજરા હતા, તેનું શરીર શ્યામવર્ણ હતું, તેને સ્વર ( શ દ ) ગધેડા જે કઠેર હતા, તથા તે આ તિએ કુબડે અને નીચે મુખવાળો હતો. આવા શરીરવાળે પુત્ર ઉત્પન્ન થયો કે તરતજ અતિ દુ:ખી થયેલી, વારંગથી પીડિત અને પરિજનોએ ત્યાગ કરેલી તે ધનશ્રી પણ મૃત્યુ પામી. તેની જ્ઞાતિવાળા પાડોશીઓએ તેણીને અગ્નિસંસ્કાર કર્યો, અને દયાને લીધે તે બાળકને દૂધ પાઈ જીવાડ્યા. આ પુત્રના ઉત્પન્ન થવાથી તેના કુટુંબને સંવર ( નાશ) થયો, તેથી લોકોએ તેનું સંવર નામ પાડ્યું. ઉનાળામાં વાયુ અને ધૂળના પડવાથી જેમ જવાસા નામની વનસ્પતિ વૃદ્ધિ પામે છે, તેમ મૂર્ણ લોકોના દુછ વાક્યની તાડનાથી તે ઉલટ અધિક વૃદ્ધિ પામવા લાગ્યો. તે બાળકને તે ગામમાં તેની વિરૂપતાજ આજીવિકા - પનારી થઈ. “ વિટ પુરૂષને વિટ વિદ્યા જ આજીવિકારૂપ થાય છે. તે સંવર
.............
1 અર્થાત્ દાલી તે રાજાનાં પ્રતિબિંબરૂપ હતી. રાજા અત્યંત દાનેશ્વરી હતો.
For Private And Personal Use Only