________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવે ધર્મ
૩પ૭ સૂક્ષ્મ પરમ તત્વને વિચારરૂપ બાણવડે કરીને જે પુરૂષ ભેદે તે રાધાવેધ કરનારો મને પ્રિય છે.” આ વાકય ખાસ મનન કરવાથી જ સમજાય તેમ છે. કળાવતીને તેને ઉત્તર સહસાજ મળી ગયો છે કે “ આવા રાધાવેધવડે કરીને કળાવતીના મનને પ્રિય થનાર વિશ્વના મુકુટમાં વર્તનારે એક ચાદર કુમારજ જયવંત વર્તેછે. ” આવી રીતના સમાન વિચારવાળા, પરમતત્વને પીછાનનારા, સંસારના સ્વ. રૂપને ઓળખનારા દંપતીજ આ લેક પરેલેકના હિતને સાધી શકે છે.
કળાવતીની ઇચ્છા પિતાને એક પત્નીવ્રતવાળે ભર્તાર મળે તે ઠીક એવી હતી, તેથી ચંદિર કુમારે રાધાવેધ સાધ્યા છતાં જ્યારે તેને પ્રસન્ન ચિત્તવાળી ન દીડી ત્યારે તેની માતાએ તેને કહ્યું છે કે “ધીર અને ઉદાત્ત આકૃતિવાળે તથા દાક્ષિણ્યના ભૂષણવાળે આ કુમાર તને કઈ વખત પણ સપત્નીનું દુઃખ દેખાડશે નહીં.” આ વાકયના ઉત્તરમાં કળાવતીએ ખુલાસો કર્યો છે તે ખાસ ધ્યાન દઈને વાંચવા ચોગ્ય છે. તે કહે છે કે “ હે મા તા! મને કદાપિ સપત્ની થકી ભયજ નથી, પરંતુ જે તે સપનીઓ ઈર્ષાને લીધે મારા નિમિત્તે કાંઈ પણ કર્મબંધ કરે તેને જ મને ભય છે, અને જે તેઓ અતિ પ્રીતિની રીતિથી વર્તશે તે હું તે સ્વામીની સપત્નીઓને મારી સહેદરી સમાનજ ગણીશ.” આ વિચાર કેટલા બધા ઉંચી પતિના છે. પિતાને નિમિત્તે અન્ય કોઈ કર્મબંધ કરે, તેને પણ જેને ચિંતા છે તે પિતે તે ઇદિવડે કર્મબંધ કરે જ કેમ? ચંદર કુમારે પણ બે સ્ત્રીના સંબંધમાં પિતાના વિચાર વિદ્યાધરપતિની પાસે આને અનુસરતાજ બતાવ્યા છે. તે આપણે આગળ જોશું. અહીં તે કળાવતીના વિચારની સુંદરતાજ ધ્યાનમાં લેવા એગ્ય છે.
ત્યાર બાદ કળાવતીને રાકદર કુમારને પાણિગ્રહણ મહોત્સવ થાય છે. આવા શુભ પ્રસંગમાં પણ અકસ્માત્ વિM આવી પડે છે, અને નેહપૂર્ણ હદયવાળા દંપતિનો નેહામૃતનું આસ્વાદન લીધા અગાઉ જ વિયેગા થાય છે. એકાએક એકમ
મત્ત હાથી અને શહેરને ખળભળાવી મુકે છે ને તેથી ભય પામેલા લોકે ચારે બાજુ ભાગનાશ કરે છે. સેવક પુરૂષે રત્નસેન રાજાને તેની ખબર આપે છે. તેવામાં તે તે હાથી ત્યાં આવી પહોંચે છે. પુરૂષની સર્વ કળાઓમાં પ્રવીણ ચંદ્રોદર કુમાર છેડાછેડી બાંધેલા પિતાના વસ્ત્રને ત્યાંજ પડતુ મુકીને એકદમ હાથીની સામે જાય છે અને તેને વશ કરે છે. આ પ્રસંગમાં યાં િવદ્દ વિનાનિ એ વાકય ખાસ સંભારવાનું છે. અને શીખેલી કળ વખતસર કેવી ઉપયોગી થઈ પડે છે તે પણ લક્ષમાં લેવાયેગ્ય છે. આ પ્રસંગે જે તે પ્રબળ કળાવાન કુમાર હાજર ન હોત તે મદેન્મત્ત હાથી શુ ઉપદ્રવ ન કરત! તે વિચારવા લાગ્યા છે. આજ હેતુથી અનેક કળાઓનું શિક્ષણ ખાસ જરૂરનું છે એમ સિદ્ધ થાય છે.
For Private And Personal Use Only