SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭) જૈન ધર્મ પ્રકાશ. ને વિષે આસક્તિ કે વિશ્વાસ કરે નહીં. કેમકે તે જીવતાં દુઃખ આપનારી થાય છે, અને મરણ પામ્યા પછી નરક આપનારી થાય છે. ધર્મમૂલક કીર્તિને માટે નિઃરંતર ઉદ્યમ કરે, બીજી કીર્તિની ઇચ્છા ન કરવી, કેમકે બીજી કીર્તિ તે ભૂમપર રહેલી તૃણીની જેમ તકાળ નાશ પામે છે. મનુષ્યના શરીરનું રૂપ તે કાંઈ રૂપ કહેવાતું નથી, પણ ખરું રૂપ જગને હર્ષ આપનાર દાનજ કહેલું છે. કેમકે વૃ હિને કરનારાં કાળાં વાદળાં પણ શ્રેષ્ઠ છે, પરંતુ વૃષ્ટિ નહીં કરનારાં નિર્મળ (શરદ તુનાં) વાદળાં શ્રેષ્ટ નથી. ડાહ્યા રાજાઓએ પિતાના નગરમાં વ્યસની માણસને રહેવા દે નહીં. કારણ કે જેમ દુઃખસમૂહનું કારણ પાપ છે તેમ પાપનું કારણ વ્યસને છે. ધર્મનું મૂળ અવ્યસન છે અને સર્વ પ્રકારના સુખનું મૂળધર્મ છે. મઢ પુરૂ અગ્નિમાં શીતની જેમ વ્યસનમાં સુખની ઇચ્છા કરે છે પણ તે કયાંથી મળે? માટે હે ભાઈ! સર્વ વ્યસનથી મુક્ત અને સુકૃતના ઉત્સવથી યુક્ત એવા પુરૂને વિશે તારે પ્રીતિ રાખવી.” આ પ્રમાણે સચિવાચાર્યની વાવડે પ્રસન્ન થયેલા રાજપુત્રે અમૃતવડે તૃપ્ત રહેનારા દેથી પણ પિતાને વધારે સુખી માન્ય. એકદા પ્રકાશિત તારા વાળા આકાશમાં ચંદ્રની જેમ રામરાજાએ દેદીપ્યમાન સેવકેવાળી સભાને અલંકૃત કરી હતી. તે વખતે સૂર્યથી વિકાસ પામેલા કમ ના અંકમાં હંસની જેમ રાજાના મુખ રૂપી સૂર્યથી પ્રફુલ્લિત થયેલા મંત્રીંદ્રના અંકમાં રાજપુત્ર બેઠે હતે. કળાવાની સાથે કળાના સમૂહને વિરતારતા પુત્રને જેઈને રાજા પિતાને દીક્ષા લેવાનું અને પુત્રને રાજ્યદ્ધિ પ્રાપ્ત થવાનું ઈચ્છવા લાગે. પરંતુ રાજાએ (પુત્રને વિવાહ થયો નથી તેથી) તેના વિવાહને પિતાની દીક્ષામાં અંતરાય રૂ૫ માન્ય. તે જ વખતે દ્વારપાળે આવીને નમ્રતા પૂર્વક રાજાને વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામી ! સવે શત્રુઓને નમાવનાર કાંપીયપુરના રાજા રત્નસેનને દૂત દ્વાર પાસે ઉભે છે. તે આપના મુખચંદ્રને જોઈને પિતાના નેત્રને પ્રસન્ન કરવા ઈચ્છે છે, તે પૃથ્વી પર ક૯પવૃક્ષ સમાન હે પ્રભુ! તેને તે મનોરથ પૂર્ણ કરે.” તે સાંભળીને રાજાએ ભ્રકુટીની સંજ્ઞાવડે તેને અનુમતિ આપી, એટલે દ્વારપાળે તે દૂતને તત્કાળ સભામંડપમાં પ્રવેશ કરાવ્યા. તે વખતે જેને અત્યંત હર્ષ પ્રાપ્ત થયો છે એ દૂત રાજાને નમીને તેમણે બતાવેલા આસન પર બેઠે. પછી રાજાએ હર્ષિત ચિત્તે તેને પૂછયું કે-- મારે પરમ મિત્ર રતનસેન કુશળ છે? તે ઉત્તમ રાજાએ તમને મારી પાસે શા માટે કિલ્યા છે?” આ પ્રશ્ન થતાં શબ્દ કરીને મેઘને તિરસ્કાર કરનાર તે દૂત છે કે–“હે સ્વામી! જેણે આપના હરતમાં પિતાને ઉદય અર્પણ કર્યો છે, For Private And Personal Use Only
SR No.533307
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages68
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy