________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન ધર્મ પ્રકાશ,
ચરણુ' હાય લજ્જાદિક, નિષે મનને ભગે; ત્રીજે અધ્યયને કહ્યું, ઇમ પહેલે
૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમ૦ ૧૩
ગે શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજાએ પોતે કરેલા ઉપરના ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય એમ છે કે-આત્મજ્ઞાન વિના કરેલી. ગમે તેવી મહાન કરણી પણુ દુઃખ હરણી થતી નથી. અર્થાત્ અધ્યાત્મ ઉપયોગથી કરેલી કરણીજ આત્માને એકાંત સુખદાયી નીવડે છે. એટલે કે કેવળ આત્માને વિશુદ્ધિ કરવાની પવિત્ર બુદ્ધિથીજ કરેલી સયમ કરણી સકળ સાંસારિક કલેશના સર્વથા અંત કરી અક્ષય અને અખાધિત એવું શિવ સુખ સમર્પે છે, એથી એવુ' પવિત્ર લક્ષ પેદા કરવા આત્માથી જનાએ અધ્યાત્મિક જ્ઞાનના (તત્વજ્ઞાનના) અવશ્ય અભ્યાસ કરવા ઘટે છે. જેમ જેમ ઉક્ત જ્ઞાનના પરિચય વધતા જશે અને પરમાત્મ કૃપાથી તેના ચેાગ્ય પરિણમનથી આત્મામાં અભિનવ જાગૃતિ આવતી જશે તેમ તેમ ફુઃખદાયી સ‘કલ્પ વિકલ્પના અંત આવતા જશે. વળી જેમ જેમ વિકલ્પ જાળ તુટતી જશે તેમ તેમ અનાદિ કાળથી થતી. પરપ્રવૃતિના વેગને પ્રબળ અટકાવ થશે અને આત્માના સહજ સ્વભાવમાં રમણતા વધતી જશે. આ પ્રમાણે અનુક્રમે આત્મ્ય રમણતામાં થતી અભિવૃદ્ધિ તત્વજ્ઞાનની તીક્ષણતા સૂચવે છે. એથીજ ઉપર બતાવ્યુ તેમ સહુજ આત્મિક સુખ પ્રાપ્ત થાય છે. પરભાવથી વિરમી સ્વભાવ રમતા કરનાર કોઈક વિરલ ભવ્યજનાને જ્ઞાન અને વૈરાગ્યના પરિપાકથી એવું આત્મિક સુખ સભવે છે. શાસ્ત્રમાં જે ઉન્સનીભાવ કહેવાય છે, અથવા,જે ઉદાસીનતા રૂપે ગવાય છે તે ઉપર કહ્યા મુજબ તત્ત્વજ્ઞાન (આત્મજ્ઞાન) ના દૃઢ અભ્યાસીને સહેજે પ્રાપ્ત થાય છે. ઉદાસીનતા આશ્રી ગ્રંથકારેજ કહ્યું છે કે,
---
-
“ અનાસ’ગ મતિ વિષયમે, રાગ દ્વેષકે છંદઃ સહજભાવમે લીનતા, ઉદાસીનતા ભેદ. ”
(સમતા શતક) ઉદાસીનતાનું આવું લક્ષણુ શાસ્રકારે ખતાવ્યુ` છે.વિષય સુખમાં અનાસક્તિ, રાગ દ્વેષ યુક્ત કષાયના પિરણામના અંત અને પરપરિણતિના પરિહારથી સહેજ સ્વભાવમાં લીન થઇ રહેવુ', એને અધ્યાત્મી પુરૂષ! ઉદાસીનતા કહે છે. એવી ઉદાસીનતા પેદા કરવા શાસ્ત્રકારે જે શિખામણ આપી છે તે લક્ષમાં રાખી લેત્રી યુક્ત છે. વળી કહ્યું છે કે,-~~~
“ તાકા કારણ અમમતા, તામે મને અભિરામ; કરે સાધુ આનંદઘન, હેવત આતમરામ.”
૧ ચારિત્ર. ૨ મનની શુદ્ધિથી આનિગ્રહવડે. ૩ શ્રી આચારાંગ સૂત્રમાં,
For Private And Personal Use Only