________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭
હીરપ્રશ્નમાંથી કેટલાક પ્રશ્નોત્તર ઉત્તરદેવદ્રવ્ય ભક્ષકને ઘરે જે કદાચિત પરવશપણથી જમવા જવું પડે તે. મનમાં સકપણું રાખે, નિઃશુક ન થાય. જમણની કિંમતના પૈસા દેવગૃહે મુકવામાં તે વિરોધ થવા સંભવ છે. તેથી તે બાબતમાં દક્ષપણું વાપરવું જોઈએ, અને આ ગળ અનર્થની વૃદ્ધિ ન થાય તેમ કરવું જોઈએ.
પ્રશ્ન-કલ્યાણક તપ કરતાં છ અઠ્ઠમ કરવાની શક્તિ ન હોય તે પાખી વિ. ગેરે દિવસે અબેલ કરે તે ચાલે કે નહીં ?
ઉત્તર–છ અઠ્ઠમ કરવાની શક્તિને સર્વથા અભાવ સતે પાક્ષિકદિ પર્વ તિથિએ આંબેલાદિ કરે, એવી કલ્યાણક તપની પ્રવૃત્તિ પરંપરાથી દેખાય છે.
પ્રશ્ન-પચ્ચખાણ કરવાને અવસરે જેણે બે વિગય મોકળી રાખી હોય તેને ત્રીજી વિગયના નિવિયાતાં કલ્પે કે નહીં?
ઉત્તર–કારણ વિના ન કલ્પ.
પ્રશ્નકપરાપાક વિગેરે લેકપ્રસિદ્ધ પાકદ્રવ્ય તેજ દિવસના બનાવેલા લીલા શાકના (લીલેતરીના) પચ્ચખાણવાળાને કલ્પે કે નહીં?
ઉત્તર–કપે એવી પ્રવૃત્તિ જણાય છે.
પ્રશ્ન-મનુષ્યક્ષેત્રની બહાર જે ચંદ્રને સૂર્યો છે તે તીર્થકરના જન્મોત્સવમાં અને સમવસરણમાં આવે છે કે નહીં?
ઉત્તર–તીર્થકરના કલ્યાણક વખતે તેમજ દેશના શ્રવણદિ કાર્યો અહીં આવવાને પ્રતિષેધ જ નથી.
પ્રશ્ન-ભરતક્ષેત્રમાં હમણાં પાંચશે સાતશે ગાઉમાં જે સાધુઓ દેખાય છે તે ટલાજ સાધુ હશે કે બીજે કઈ ઠેકાણે સંભવે છે?
ઉત્તર–ભરતક્ષેત્રમાં વર્તમાન સમયે જેમ આપણે જાણેલા ભૂભાગમાં સાધુએ છે તેમ બીજે પણ હોવા જોઈએ એમ શાસ્ત્રાનુસારે જણાય છે.
પ્રશ્ન–આંબેલમાં સુંઠ અને તીખા વિગેરે જે કપે છે તે કારણે કપે કે સ્વભાવેજ કપે ?
ઉત્તર–કારણ વિના પણ કલ્પ.
પ્રશ્ન—આંબેલમાં સુંઠ અને તીખા વિગેરે કપે છે અને પીપર લવિંગાદિ કલ્પતા નથી તે શાસ્ત્રોક્ષરથી કે પરંપરાથી ? - ઉત્તર–અબલમાં સુંઠ તીખા વિગેરે કરે છે અને લવિંગ,પિપ્પલી (પીપર), હરિતકી (હરડે ) પ્રમુખ નથી કપતાં તેમાં આ કારણ જણાય છે કે લવિંગમાં દુધનું ભોજન આપવામાં આવે છે, અને હરડે તથા પીપરાદિ નાળથી અપકવ હોય તે વખતે જ સુકવાય છે, તેથી તે આંબેલમાં ક૯૫તા નથી. જેમ યુગધરી (જુવાર) અને ગોધૂમ વિગેરેનો પ્રયુકે (પિખ) રાંણે સતે બેલમાં કપતે નથી અને જુવાર ને ગેમ રાંધેલા ક૯પે છે, તેમ સમજવું.
For Private And Personal Use Only