________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
જૈન ધર્મ પ્રકાશ. સુરમણિ સાઠે બોર લીધાની, જનમનરંજન ધર્મ કમાણી. ૬૦ ૪ વિધિ નિષેધ ન એકાન્ત કહે પ્રભુ, સરલપણે રહેવાનું વદે વિભુ, દેષ રહિત ગુણદોષ જણાતા, સમ્યગ જ્ઞાન જળ શુદ્ધ થાતા. દૂ૦ ૫ અંતર આમ પવિત્ર સદા થઈ, રહે સ્થિરતા નિજ ગુણ પરિમળ લઈ સરપણે શિવમાર્ગે સિધાવે, ભવનાટક કરવા કદી નાવે. દૂ૦ ૬ એજ યથાર્થ સુગુરૂની વાણી, જન સેવક અતિ પુજે પિછાણું; ' નિષ્કપટે આદર અતિ કરશે, પ્રયત્ન વડે ભવજલધિ તરશે. દૃ૦ ૭ :
શ્રીમન મુનિ મહારાજ શ્રી કરવિજયેજી
જિન લાઈબ્રેરી–માણસા
ज्ञानसार सूत्र स्पष्टिकरण.
જ્ઞનાદ. (૬) äddrazila (Cain Philosophy) विकल्पविषयोत्तीर्णः, स्वनावालंबनः सदा ।
झानस्य परिपाको यः, शमः स परिकीर्तितः।॥ १॥ ભાવાર્થ–સર્વ પ્રકારના સંકલ્પ વિકલ્પ જેથી શમી જાય અને આત્માના સહજ ભાવનું જ આલંગન સદા સેવાય, એ જે આત્મજ્ઞાનને પરિપાક તેને શાસ્ત્રકાર શમના નામથી ઓળખે છે. એટલે જે તત્વજ્ઞાનની પરિપકવતા તેજ શમ-શાં તિરૂપ છે,
વિવેચક–પૂર્વે જ્ઞાનાષ્ટકમાં જ્ઞાનનું મહાગ્ય બતાવ્યું છે તત્વજ્ઞાન અભિનવ અમૃત જેવું છે, ઉચા રસાયણ જેવું છે, અને અપૂર્વ અધર્યરૂપ છે. એમ કહી હવે પરિપકવતાને પામેલું તત્વજ્ઞાન કેવળ શમ-શાંતિરૂપ છે એમ શાસ્ત્રકાર સ્પષ્ટ કરી બતાવે છે.
અજ્ઞાન અને અવિવેક ચગે અથવા રાગ દ્વેષાદિક કષાય ને ઉત્પન્ન થતા અનેક અશુભ સંકલ્પ વિકલ્પ તેમજ તેવા સંકલ્પ વિકલ્પથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના દુઃખે તત્વજ્ઞાનની પ્રબળતાથી સ્વતઃ ઉપશમી જાય છે. અને આત્માના સહજ સ્વભાવમાં રમણ કરવા રૂપ શુદ્ધ ચારિત્રને અપૂર્વ લાભ મળે છે. આ થીજ તત્વજ્ઞાનના પરિપાકને શાસ્ત્રકાર શમરૂપ કહે છે. અને ઉપલક્ષણથી શમ–શાંતિને પ્રગટ કરવા માટે તત્વજ્ઞાનને પરિચય કરવા ખાસ ઉપદેશ કરે છે. તત્વ
For Private And Personal Use Only