________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામાવલાકન,
રવા એ હેતુ પણ છે. પરમાત્મા અમારેય તે હેતુ સફળ કરે એવી તેમના પ્રત્યે પ્રાર્થના છે.
દરેક કાર્યમાં કત્તાને અને તેના ભેસ્તાના કાં પણ સબંધ હોય છે. આ કાર્યની પ્રવૃત્તિમાં અમારા અને અમારા વાંચનારાનેા ધાર્મિક સંબંધ જ સબંધ છે.
કાઇ પશુ અધિકારીને માટેજ કાંઇ પણુ કાર્ય કરવામાં આવે છે - થવા ગ્રંથકાર ગ્રંથ કરવાની ઇચ્છા ધરાવે છે. આ માસિકપત્ર પર પૂર્ણ આસ્થા રાખી, તેના વિષયેા વાંચી, તેવુ. વિવેક પૂર્વક મનન કરી, તેને દરેક પ્રકારની મદદ કરી, જે તીર્થંકર દેવની વાણીની કિચિત્ પ્રસાદી આ પત્રમાં આપવામાં આવે તે પ્રસાદી ગ્રુણુ કરી પોતાના આત્માને જેએ તૃપ્ત ક રનારા છે તેઓ આ કાર્યના-માસિકપત્રના અધિકારી છે.
પ્રાંતે આ માસિકપત્ર, તેના નેતાઓ, તેના લેખકે અને તેના વાંચનારા-રાર્ય પ્રકારે ઉન્નત સ્થિતિને પામેા એવી પ્રાર્થના કરી. આ નવા વર્ષના પ્રારંભ કરવામાં આવે છે.
સમાવલોકન.
ૐ નમઃ શ્રી શાંતિ: શ્રીગુરૂ પ્રસાદથી આજે આ માસિકને વીશ વસ પૂરા થઇ એકવીશમુ* વરસ શરૂ થાય છે. માસિકને માટે આ જીવન ઘણું સારૂં છે અને મારા તંત્રીઓના પ્રયાસથી વ્યવહાર પ્રમાણે બાલ્યવય પૂ કરી આજે યુવાનવય પ્રાપ્ત કરવાનો પ્રસંગ આવ્યેા છે. આવા પ્રસંગે બહુ બહુ વિચાર પ્રાપ્ત થાય છે અને તેનુ દિગ્દર્શન કરાવવા પ્રેરણા થાય છે. નવીન વર્ષના પ્રારંભમાં ગતવર્ષનુ દિગવલેાકન કરવાના શુભ પ્રસંગ પ્રાપ્ત થાય છે, અને તે પ્રથમના વિષયમાં કરવામાં આવ્યા છે, પરંતુ આ વખતે ગયા વીશ વરસના મારા જીવનમાં જૈનકામની સાંસારિક, માનસિક, શારીરિક, નૈતિક, રાજકીય અને ધાર્મિક પ્રવૃત્તિમાં કેવા કેવા ફેરફારા થયા છે. તે પર વિચાર ચલાવવાની જરૂર લાગે છે.
એક કામના જીવન સંચારના તિહાસમાં વીશ વરસ એ માટા સ મય નથી. કેટલાક સુધારા વધારા કરતાં ઘણા વરસા ચાલ્યા જાય છે અને તેથી વીશ વરસ બહુ મેટો સમય નથી. છતાં આખા ભારતવર્ષે માટે અને તેની સાથે જૈનકામ માટે છેલ્લાં વીશ વરસ બહુ અગત્યના ગયા છે. વીશ વરસમાં એટલા બધા ફેરફાર થઇ ગયો છે કે વીસ વરસ પહેલા પરદેશ
For Private And Personal Use Only