________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેની વાચનમાળાની જિના કરાવી, દરેક મેમ્બર તરફ મોકલી, તેઓને તેના પર વિચાર ચલાવવાનો અને વિકાર આપી, ત્યારબાદ એકઠા મળી દરેક બુક પસાર કરવી જોઈએ. આત માત્ર તે સંબંધમાં કેમ પ્રવૃત્તિ કરવી તેનું ધોરણ કહેવાયું, પણ વાંચનમાળા કેવી હોવી જોઈએ તે જણાવવાની ખાસ આવશ્યકતા છે.
આ વાંચનમાળાના સંબંધમાં પ્રથમ ધ્યાનમાં રાખવાનું એ છે કે વાંચનમાળા બનાવવામાં મુખ્ય હેતુ શું છે? તે ગૌણ હેતુ છે? મુખ્ય યોજના બહાર પાડનારે અને તે પર વિચાર આપનારે મુખ્ય હેતુ ધાર્મિક જ્ઞાન મેળવવાને ધ્યાનમાં રાખીને લખેલું છે એમ અમારા ધ્યાનમાં આવે છે, પણ અમારા વિચાર પ્રમાણે વાંચનમાળાને મુખ્ય હેતુ ગુજરાતી ભાષાનું જ્ઞાન આ માને છે અને ગાણું હેતુ “મનિ રાંધી સારું શિક્ષણ આપવા ઉપરાંત ધાર્મિક બોધ આપવાનો છે. પણ તેની અંદર ગુજરાતી ભાષાને બદલે માગધી ભાવાનું તથા સંસ્કૃત ભાષાનું સંમિશ્રણ હોઈ શકે નહીં. આ તે ગુજરાતી વાંચનમાળા બનાવવાની છે તો તેની અંદર ધાર્મિક અનેક વિષયોને બાળકની શક્તિના પ્રમાણમાં બોધ મળી શકે તેવા પાઠોની જરૂર છે પણ તેની અંદર સામાયકને, ચેત્યવંદનના કે પ્રતિક્રમણના સૂત્રો દાખલ કરવા તે ગુજરાતી વાંચનમાળામાં કેવી રીતે સમાઈ શકે તે વિચારણાનો વિષય છે.
સાત ચોપડી શિખેલા બાળકે પણ ગુજરાતી ભાષાના સારા વિદ્વાન જઈ શકતા નથી એમ હાલ કહેવાય છે. કારણ કે ગુજરાતી ભાષામાં લખાયેલી અનેક બુકો તથા લેખ વાંચીને સમજવા કે સમજાવવા તેઓને મુશ્કેલ પડવા દષ્ટિગોચર થાય છે તો પછી આપણે જ્યારે ગુજરાતી વાંચનમાળામાં બીજી ભાષાનો કેટલોક ભાગ ઉમેરીએ ત્યારે તેટલો ભાગ ગુજરાતી ભાષાને કમી થવાથી તેના ભણનારા ગુજરાતી ભાષામાં વધારે કાચા રહે તે દેખીતું છે. ' વળી મી. બરડીઆએ જે યોજના બહાર પાડી છે તેમાં ત્રીજી
પડીમાં બે પ્રતિક્રમણ અને એથી ચોપડીમાં પાણીક પ્રતિક્રમણ સંબંધી બધા સુત્રો અર્થ સહિત દાખલ કરવાનું જણાવે છે. તો વાંચનમાળામાં શું કંઠે કરવાના પાઠ હોઈ શકે ? હાલની વાંચનમાળામાં તેવા પાઠ છે ? અને પ્રતિક્રમણ 4 મૂળ દાખલ કરવા તેનો હેતુ કઠે કરાવ્યા સિવાય પાર પણ પડી શકે ? વળી બીજી ચોપડી ભણનાર ૭-૮ ને છોકરો એ પ્રતિક્રમ
For Private And Personal Use Only