________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
શ્રી જનધમ પ્રકાશ જન કમીટી, ઈન્ટેલીજન્ટ, હેલ્થ અને વલંદીયર કમીટી વિગેરે કમીટીઓના પ્રમુખ તથા સેક્રેટરી અને મેમ્બરેએ પૂરેપૂરું સંતોષકારક કામ બજાવ્યું છે. કોઈએ પોતાની ફરજ બજાવવામાં કસર કરી નથી. તેમાં પણ શેઠ ફકીરચંદ પ્રમચંદ, શા, ત્રીભુવનદાસ ભાણજી, શાક મેહનલાલ પુજભાઈ તથા ઝવેરી. માણેકલાલ ઘેલાભાઈએ અનહદ પ્રયાસ કર્યો છે. આ કોન્ફરન્સ સંબંધી હેવાલ ઘણું વિસ્તાર સાથે મુંબઈ સમાચાર વિગેરે પત્રમાં પ્રસિદ્ધ થઈ ગયેલ હોવાથી તેમજ જૈન બંધુઓને આગળ પડતો મોટે ભાગે ત્યાં જાતે જ હાજર હોવાથી તે સંબંધી હેવાલ અહીં પ્રગટ કરવો તે હાલમાં તો જે કે બીન ઉપયોગી જણાશે પરંતુ આપણી વગવાળી, સત્તાધારી, આગેવાનોના સમુહવાળી અને હિમંદાથી પસાર થયેલી કોન્ફરન્સમાં થયેલા કરાવે વિગેરેની નોંધ વધારે મુદત સુધી જળ વાઇ રહેવાને માટે તેને ખાસ ઉપયોગી વિભાગ અત્રે પ્રગટ કરવામાં આવેલ છે.
શ્રી મુંબઈની રીસેવન કમીટી તરફથી અનેક ગામોએ શ્રી સંધ તરફ તથા સભાઓ અને સમાજે વિગેરે સ્થાપિત મંડળો તરફ આમંત્રણ મોકલવામાં આવ્યાં હતાં અને તેમાંથી બહાળે ભાગે રીતસર નીમનોક થઈ ને લખાણ આવી ગયા હતા. તેમાંથી લભભગ ૧૫૦૦ ડેલીગે મુંબઈ પધાર્યા હતા. જુદા જુદા પાંચ સાત ઉતારાઓ રાખવામાં આવ્યા હતા. તેમાં એકંદર ૬૦૦ ડેલીગે ઉતર્યા હતા. બાકીના પોતપોતાની અનુકૂળતા પ્રમાણે ઉતર્યા હતા. સંઘને ઉતારે ઉતરેલા પ્રતિનિધિઓની આગતાસ્વાગતા સાત દિવસ (ભાદરવા વદી ૧૧ થી આસો સુદી ર) પયંત ઘણી શ્રેષ્ઠ રીતે કરવામાં આવી છે.
કોન્ફરન્સને મંડપ મનીસ્કુલની સામે ગ્રામના રસ્તા નજીક ઘણો વિશાળ નાખવામાં આવ્યો હતો. તેને શોભીત કરવા માટે મંડપ કમીટીના સેક્રેટરી વિગેરેએ પૂરતો પ્રયાસ લીધેલો હતો. અંદર સુમારે ૫૦૦૦ ખુરશીઓ નાખવામાં આવી હતી. સામે ચાર ફુટ ઉંચું સ્ટેજ કરવામાં આવ્યું હતું. તેની ઉપર પ્રમુખ સાહેબ તથા બીજા માનવંતા ડેલીગેટ અને માનવંતા વીઝીટર માટે સુમારે ૩૦૦ ખુરસીઓ ગોઠવી હતી. તે સ્ટેજની જમણી બાજુએ સ્ત્રી વર્ગ માટે ખાસ ચઢતી કરતી બેઠક ગોઠવી હતી; તેમાં સુમારે ૨૦૦ સ્ત્રી વીઝીટનો સમાવેશ કરવામાં આવ્યું હતું. તે બે
For Private And Personal Use Only