________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ, દેરાસર તૈયાર થયા બાદ મૂળ નાયકજી માટે તેમજ બીજા પ્રતિમાજી માટે તજવીજ ચાલી. પ્રાચિન પ્રતિમાઓ લાવવા માઢે ચારે તરફ માણસો મેકલી શોધ કરાવી. છેવટે સંઘના આગેવાન પાંચ ગૃહસ્થી શ્રી ઉને ગયા અને ત્યાંથી ૨૦ પ્રતિમાજી, ૨ કાઉસગીયા અને ૧૦ પરઘવાળા આરસનાં પંચતીથી લાવ્યા. તે બદલ દશ વર્ષ રૂ ૧૫૦ નું વર્ષાસન ભાવનગરના દેરાસર તરફથી તેમને બાંધી આપવામાં આવ્યું.
આ પ્રમાણે જિનબિંબો લાવ્યા છતાં પણ મૂળનાયક સંબંધી ધારણા પાર પાડી નહીં. કારણ કે ગુરૂ મહારાજને વિચાર શાસનાધિપતિ મહાવીર સ્વામી અથવા વિહરમાન તીર્થ કર શ્રી સીમંધરસ્વામીનું તીર્થ કરવાનો હતો. તેને માટે અમદાવાદ, ખંભાત, સુરત, પાલીતાણું વિગેરે માં શેધ ચલાવી અને શંખલપુર, ગીરનારજી વિગેરે સ્થાનકેથી લાવવાને પ્રયાસ સુદ્ધાં કયો પણ પાર ન પડે, છેવટે શ્રી પાલીતાણે શત્રુંજય ઉપર મૂળનાયકજીના દેરાસર માંહેના જમણી બાજુના દ્વાર પાસેના એક ગોખલામાં રકત વર્ણવાળા શ્રી મહાવીર સ્વામીના બિંબ નજરે પડતા શેઠ. આ
દજી કલ્યાણજીના પ્રતિનિધિઓને અરજ કરી રૂ. ૧૫૦૦) નકરાના આ પી તે બિંબ ભાવનગર લાવવામાં આવ્યા. પરંતુ યાત્રાળુના સમુદાયને તે વાત રૂચી નહીં જેથી તે બિંબ આભુષણ સહીત પાછા અસલ ઠેકાણે ૫૦ ધરાવવામાં આવ્યા અને શેઠ. મનસુખભાઈ ભગુભાઈના પ્રયાસથી શ્રી અમદાવાદથી સંભવનાથજીના દેરાસર નીચેના ભૂમિગૃહના એક ગોખલામાં પરિકર સહિત શ્રી મહાવીર સ્વામીના અતિ સુંદર અને ૩૩ તસુ ઊંચા બિંબ હતાં તે મળવાનો નિશ્ચય થયો. તે બિંબ ઘણી ધામધુમ સાથે ભાવનગર લાવી શહેરમાંહેના મુખ્ય દેરાસરના મંડપમાં પ્રાહુણ તરીકે પધરાવવામાં આ
વ્યા. તેમજ બે બાજુના બે ગભારાના મૂળ નાયકજી કરવા માટે એ સહેસફણ પ્રાર્શ્વનાથજીના બિંબ પણ શ્રી પાલીતાણાથો શેઠ અમીચંદ સાકરચંદ પાસેથી યોગ્ય નકર આપીને લાવવામાં આવ્યા. તેને દાદાવાડીમાં જ રાખવામાં આવ્યા.
ઉપર પ્રમાણે જરૂર પૂરતા પ્રતિમાજી મળી જવાથી હવે પ્રતિષ્ઠા સંબંધી મુહુર્ત જોવાની શરૂઆત થઈ. બે ત્રણવાર મુહુર્ત જોવરાવવામાં આવ્યા પણ તેમાં અનેક જાતિના વાંધાઓ ઉઠવાથી તેમજ ઉપરા ઉપર નબળા વપે આવવાથી નિરધાર થઈ શક્યો નહીં, છેવટે ગયા ફાગણ માસમાં આ ખા સંઘને વિચાર “હવે તો જરૂર એણુ પ્રતિષ્ઠા કરવી જ' એવો થવાથી
For Private And Personal Use Only