________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्म प्रकाश.
હા
દેહરે, મનુ જન્મ પામી કરી, કરવા જ્ઞાન વિકાશ; કે છેનેહ યુકત ચિતે કરી, વા જન પ્રકાશ.
...છે છે છે કે,
-
પુસ્તક ૧૯ મું. શાકે ૧૮૨૫. વૈશાખ. સંવત ૧૫૯, અંક ૨ જે.
श्री भावनगरमा प्रतिष्ठा महोच्छव.
ભાવનગર શહેર કાઠીઆવાડમાં વ્યાપાર રોજગાર માટે પ્રખ્યાત છે. એ શહેરમાં શ્રાવકની વસ્તી સુમારે ૩૦૦૦ ઉપરાંત માણસની છે. ખુશી થવા જેવું એ છે કે એવડો મોટે સમુદાય છતાં તેમાં સંપ સારો છે. એ શહેરમાં આપણા દેરાસર ૩ છે. જેમાં એક મુખ્ય દેરાસર તો ભાવનગર વસ્યુ ત્યારનું બંધાવેલ છે, ભાવનગરના શ્રાવક વર્ગના પરમ ઉપગારી મુનિરાજ મહારાજશ્રી વૃદ્ધિચંદજીને વિચાર શહેર બહાર–રાજનગરમાં હઠીભાઈની વાડીમાં છે તેમ-દાદાવાડીમાં એક સુંદર જિનમંદિર હોય તે ઠીક એવો થવાથી તેમણે શ્રાવક વર્ગને ઉપદેશ આપ્યો અને એટલા ઉપરથી તે વિચાર અમલમાં મુકવાનો નિર્ણય થયો તેથી સંવત ૧૮૪૬ ના શ્રાવણ શુદિ ૬ કે દાદા સાહેબના નામથી ઓળખાતી વાડીમાં નવીન દેરાસર માટે ખાતમુહુર્ત કરવામાં આવ્યું,
ખાતમુહુર્ત કર્યા પછી દિનારદિન વિચાર વૃદ્ધિ પામવા લાગ્યા અને એટલા ઉપરથી જે દેરાસર ઉપર પંદર હજાર રૂપીઆ ખરચવા ધારણ - તી તેની ઉપર તેથી પાંચગણું રૂપીઆ ખરચાયા, દેરાસર ફરતો ઘણે સુંદર કોટ બંધાયે, સામે પુંડરિક સ્વામીનું દેરાસર બંધાયું અને ભૂમિતળ પણ સુંદર થયું.
For Private And Personal Use Only