________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ આધસત્તરી.
૧૬૫
હાર વાપરે છે તે પણ નિરસ આહાર વાપરે છે. દુધ દહીં અને ધૃતાદિક વિગય વચીતજ વાપરે છે. એ વિગય વાપરવાની છુટ તપસ્યા કરનારા મુની મહારાજને છે એટલા માટે શાસ્ત્રકાર કહે છે કે જો એ વિગયેા નિરતર વારવાર વાપરે અને તપકર્મ–તપસ્યા ન કરે તે તેને પાપ સાધુ કહેવા અર્થાત્ જો તપસ્યા કરવી હોય તેમજ એ વિગયા વારંવાર ઉપયોગમાં લેવી.૭ર હવે સંસારને વિષે પરિભ્રમણુ કરાવનારા મુખ્ય પાંચ પ્રમાદને એળખાવવા માટે શાસ્ત્રકાર કહે છે~~
मज्जं विसय कसाया, निद्दा विकहा य पंचमी भणिया । एए पंच पमाया, जीवं पाडंति संसारे ॥ ७३ ॥
અર્થ-૧ મદ, ૨ વિષય, ૩ કષાય, ૪ નીદ્રા અને પાંચમી વિંકથા કહેલ છે, એ પાંચ પ્રમાદ જીવને સંસારને વિષે પાડે છે. ૭૩.
ભાવાર્થ——પ્રાણીને સંસારમાં પરિભ્રમણ કરાવનાર, ઊંચી ગતિમાં આવ્યા છતાં પાછા અધગતિમાં પાડી દેનાર આ પાંચ પ્રમાદ છે. માટે પ્રાણીએ હરેક પ્રકારે તેને તજવા તેમાં પ્રથમ પ્રમાદ મદ તે આઠ પ્રકારના છે. ૧ જાતિમદ, ૨ લાભમદ, ૩ કુળમદ, ૪ ઐશ્વર્યમદ, પ ખળમદ, ૬ રૂપમ, છ તપમદ અને શ્રુતમદ. આ આઠ પ્રકારનું જે પ્રાણી અભિમાન ધરાવે છે તે પ્રાણી આ ભવમાં અથવા પરભવમાં નીચતાને પામે છે. ૧ મારી ઊત્તમ જાતિ છે એમ અભિમાન કરનાર આગામી ભવે નીચ જાતિને પામે છે હુીકેશીની જેમ. ર્મને અસંત લાભ થાય છે એમ અભિમાન ધરાવનાર લાભની હાનીને પામે છે. સુભ્મચક્રર્ત્તની જેમ. ૩ મારૂકુળ ઊંચું છે એમ અભિમાન ધરાવનાર નીચ કુળને પામે છે. મરિચીની જેમ. ૪ મારે ઋદ્ધિ અત્યંત છે–મારી જેવી ઋદ્ધિ ખીજા કાને નથી એમ ઐશ્વર્યને મદ કરનાર ઐશ્વર્યની હાનીને પામે છે. અથવા દશાર્ણભદ્ર રાજાને મદ જેમ ઇંદ્ર પોતાની ઋદ્ધિ દેખાડીને ઉતાર્યો તેમ થાય છે. ૫ મારૂ ખળ અત્યંત છે મારા જેવા ખળીએ કાઈ નથી એમ અભિમાન ધરાવનારને વિશેષ બળવાન મળી આવે છે અને બાણાસુરને મદ જેમ અનિરૂદ્ધ નામના કૃષ્ણ પુત્રે ઉતાર્યું તેમ ઉતારે છે અને પરભવને વિષે તે હીનબળીપણુ પામે છે. શ્રેણીક રાજાએ એક ખાણે કરીને સગર્ભાહરણીને હણીને અહંકાર કર્યો કે કેવું
For Private And Personal Use Only