________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધર્મ પ્રકાશ.
ઉપર બતાવેલા પિતાના કર્તવ્યથી વિમુખ થઈને જે સાધુ પિતાને ત્યાજ્ય કીયામાં પ્રવર્તે છે તેને શાસ્ત્રકારે પાપ શ્રમણ કહ્યા છે. તે ઉપર ગ્રંથકર્તા કહે છે–
सयं गेहं परिञ्चज्ज, परगेहं च वावडे । निमित्तेण य ववहरइ, पावसमणत्ति नचाइ ॥ ७ ॥
અર્થ–પોતાનું ઘર તજી દઈને પરગ્રહને જે જોયા કરે છે, મમત્વ ધારણ કરે છે અને નિમિત્તવડે જે વ્યાપાર કરે છે તેને પા૫ શ્રમણ કહીએ ૭૧.
ભાવાર્થ-જે મુની પ્રથમ પોતાનું સંસારી ગૃહ છોડી દેય અને ચારિત્ર ગ્રહણ કર્યા પછી ઉપાશ્રયાદિકને વિષે મમત્વ ધારણ કરે, પોતાપણું ધરાવે, ધણીપણાથી એક સ્થાનકે વાસો કરીને રહે, સારી નારી જગ્યા જોયા કરે, સારી જગ્યાએ રહેવાની પ્રીતી ધરાવે, ઉપાશ્રયની મરામત કરાવે, આ પ્રમાણે કરનારને તેમજ જોતીષ નિમિત્ત શુભાશુભ વિગેરે કહે અને તે વ્યાપારમાં પ્રવર્તે તેને શાસ્ત્રકારે શ્રીમતીર પરમાત્માએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૭ મા અધ્યયનમાં પાપશમણું કહ્યા છે. કારણ કે
જ્યારે ઉપાશ્રયાદિકને વિષે મમત્વ બુદ્ધિ કરે છે ત્યારે તેણે પોતાનું સંસારાવસ્થાનું ઘર શા માટે છેડયુ? મુની મહારાજનો ધમતો એજ છે કે ગ્રહસ્થ પાસે યાચના કરીને શુદ્ધમાન વસ્તીમાં નિઃસંગપણે રહે અને જાય ત્યારે પાછા ગ્રહસ્થને ભળાવી દેય. વસ્તી રહેવાની જગ્યા સારી મળી હોય તે તે ઉપર પ્રીતી ન ધરાવે અને નકારી મળી હોય તો તે ઉપર રાખતી ન ધરાવે. વળી જ્યોતીષનિમિત્ત પોતે શાસ્ત્રાધારે જાણતા હોય તે પણ કદી કઈને કહે નહીં. માત્ર દીક્ષા પ્રતિષ્ટાદિક શુભ ધર્મ કાર્યને માટે પોતાની વિધાનો ઉપયોગ કરે. જેઓ તેથી વિપરીત કરે તેને પાપ સાધુ–પાપરૂપ મુની કહ્યા છે. વળી કહ્યું છે કે –
दुद्ध दही विगइओ, आहारेइ अभिख्खणं । __ न करेइ तवोकम्मो, पावसमणुत्ति बुच्चइ ॥ ७२॥
' અર્થ–દુધ, દહીં અને વૃતાદિક વિગય વારંવાર વાપરે અને તપ કર્મ ન કરે તેને પાપ શમણું કહીએ. ૭૨.
| ભાવાર્થ–મુની મહારાજા નિરંતર માત્ર શરીરને આધાર, ચારિત્રનું આરાધન, વૈયાવચ્ચ, વિધાભ્યાસ, વિહાર શક્તિ વિગેરે કારણો માટેજ આ
For Private And Personal Use Only