________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંબોધસત્તરી. થત કાંઈ કરી શકતા નથી. જેમ વણ રહિત ભૂમીને વિષે પડેલે અગ્નિ સ્વયમેવ જ શાંત થઈ જાય છે.”
ક્ષમા ગુણ પ્રાણુને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ કરાવી શકે છે. બીલકુલ તપને નહીં કરી શકનારા કુરગડ નામે મુની માત્ર ક્ષમા થકીજ કેવળ જ્ઞાન પામ્યા છે માટે સર્વથા પ્રકારે આત્મહિતઈચ્છક જનોએ ક્ષમા ધારણ કરવી.
ઉપરની ૭૦ મી ગાથામાં ક્ષમા ધારણ કરવા ઉપર રગડમુનિનું દષ્ટાંત સૂચવ્યું છે તેને સંક્ષિપ્ત વૃત્તાંત આ પ્રમાણે છે –
તુરમણીપૂરીને વિષે શ્રી કુંભ રાજા રાજ્ય કરે છે. તેને લલીતાંગ નામે પુત્ર છે. તેણે એકદા ગુરૂ મહારાજનો ઉપદેશ સાંભળીને વૈરાગ્ય પામવાથી દીક્ષા ગ્રહણ કરી. ત્રીકરણ શુદ્ધે ચારિત્ર પાળે છે પરંતુ પૂર્વના વેદની કર્મના ઉદયથી તેને ક્ષણે ક્ષણે ક્ષુધા લાગતી હતી. બહુ તુચ્છ (ક્ર) ભોજન જમતા હતા તે ઉપરથી તેનું કારગુડ મુનિ એવું નામ લોકોએ પાડયું. વિહાર કરતાં કરતાં અનુક્રમે એક ગ્રામ ચતુર્માસ રહ્યા છે ત્યાં તેમની સાથે જ બીજા ચાર મહા તપસ્વી મુનીઓ પણ ચતુર્માસ રહેલા છે. અનુક્રમે પર્યુષણ પર્વ આવ્યા સંવછરીને દિવસે પણ કુરગડુમુનીથી સુધા સહન થઈ શકી નહીં એટલે શુદ્ધમાન આહાર પાછું લાવીને વાપરવા બેછે. તે વખતે તેમની સાથેના તપસ્વી મુનીઓએ તેની બહુજ નિબંછના કરી અને કહ્યું કે “હે પાપી ! આજ વાર્ષિક પર્વને દિવસે પણ તું આહાર કરવા બેઠે છે માટે તને ધિક્કાર છે.” આવા અત્યંત કટુ વચનો તેણે બહુજ સમતા પૂર્વક સહન કર્યા અને ક્ષમા મંદિરમાં રહ્યા સતા ( એક વચન પણ પ્રત્યુત્તરમાં ન બોલતા પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા કે અરે પાપી આત્મા તું આજનો દિવસ પણ ભૂખ સહન કરી શક્યો નહીં ! ” એ પ્રમાણે આત્માને ધિક્કારતા તે મહામુનીને ભજન કરતા કરતાંજ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવીને કેવળજ્ઞાનને મહોચ્છવ કમેં તે જોઈને ચાર મુનીઓ જેણે કુરગડુ મુનીની બહુજ નિંદા કરી હતી તેઓ કુરગડુ મુનીનો આવો મહીમા જેઈને તેમને નમસ્કાર કરી મિથ્યા દુકૃત દેવા લાગ્યા તેમને પણ ખમાવતા ખમાવતા કેવળજ્ઞાન ઉત્પન્ન થયું આ પ્રમાણે ક્રોધને જય કરવાથી અને ક્ષમાને ધારણ કરવાથી મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ મુનીમહારાજાનું તે એજ કર્તવ્ય છે.
For Private And Personal Use Only