________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
શ્રી જનધર્મ પ્રકાશ.
મારું બાણ અખળીત અને વેગવાળું છે? આમ અહંકાર કરવાથી તરતજ તીવ્ર રસવડે ત્યાં નર્કનું આયુષ્ય બાંધ્યું. પાછળથી અનાથી મુનીનો સભાગમ થયે સમકિત પામ્યા અને શ્રીમન્મહાવીર ભગવંતની અત્યંત ભક્તિ કરી પરંતુ પુર્વે બાંધેલ નિકાચીત બંધ ભોગવ્યાવિના છુટકો ન થયો અને નકે ગયા. માટે પ્રાણીએ બળભદ ન કરે. ૬ મારૂં ૨૫ અદ્વિતીય છે, મારી જેવું રૂપ કોઈનું નથી એમ રૂપનું અભિમાન કરનાર પ્રાણું કુરૂપ ૫ણને પામે છે. સનતકુમાર ચક્રવર્તિને રૂપનો મદ કરવાથી તત્કાળ શરીરમાં સોળ પ્રકારના અસાધ્ય વ્યાધીઓ ઉત્પન્ન થઈ ગયા તેમ. ૭ તપનો મદ કરનાર “મારી જેટલો તપ કોઈ કરી શકતું નથી ” એમ અભિમાન કરે છે તે પરભવે તપ શક્તિની હીનતાને પામે છે અથવા તો આ ભવમાંજ ભોગાવળી કમનો તીવ્ર ઉદય થઈ જાય છે તો બળાત્કાર શ્રેણીક રાજાના પુત્ર નંદીષેણ કુમારની જેમ પાછું ગ્રહસ્થપણું ધારણ કરવું પડે છે. ૮ શ્રતમદ કરનાર હું બહું ભણ્યો છું એમ જેને તેને કહે છે અને બતાવે છે તે પ્રાણી જ્ઞાનાવરણી કર્મનો બંધ થવાથી પરભવે જ્ઞાન ગુણની હીનતાને પામે છે. શ્રી સ્થળભદ્રમુનીએ પોતે પ્રાપ્ત કરેલ શ્રતનો ચમત્કાર દેખાડવા માટે પિતાની યક્ષા વિગેરે બહેનો વાંદવા આવી ત્યારે સિંહનું રૂપ ધારણ કર્યું તે વાત ગુરૂ મહારાજાના જાણવામાં આવવાથી આને મૃતનું અજીર્ણ થયું એમ જાણ દશ પૂર્વથી આગળ વાંચના આપવી બંધ કરી. છેવટ શ્રી રાંધના આગ્રહે ચાર પૂર્વની મૂળની વાંચના આપી પણ અર્થ ન આપ્યું- જ્ઞાનને મદ કરનાર આ ભવમાં પણ આ પ્રકારે હાનીને પામે છે.
આ આઠ મેદની ઉપર લખેલા આઠે દૃષ્ટાંત શ્રી ગૌતમ કુળક વિગેરે ગ્રંથોમાં છે પરંતુ અહીં વિષયનું લંબાણ બહુ વિશેષ થઈ જવાથી લખ્યા નથી.
એ દૃષ્ટાંતો ઉપરથી પણ વાંચક વર્ગોએ તો એવો ઉપદેશ ગ્રહણ કેરવાને છે કે પૂર્વોક્ત મદ કરનાર હરીશી મુની, મરિચી, દશાણભદ્ર રાજા શ્રેણિક રાજા, રમત કુમારચકી, નંદિણ ઝડષિ તથા ધુળીભમુનિ ( સુભૂમચક્રવર્તિ શિવાયના સાતે) એઓએ પાછું પોતાનું આત્મસાધન કર્યું અને મદવડે થયેલી હીનતાને નષ્ટ કરી દીધી. હુકેશ ની એ ચંડાળપણું પામ્યા છતાં તીવ્રપણે ચારિત્ર પાળ્યું જેથી નિરંતર દેવતા તેમની શે
For Private And Personal Use Only