________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધુસ્નેહ.
૧૭૫ अनृतं साहसं माया, मूर्खत्वमतिलोभता । अशाचं निदेयत्वं च, स्त्रीणां दोषा स्वभावजाः ॥१॥
અસત્ય, સાહસ, કપટ, મુર્ખતા, અતિ લોભીપણું, અપવિત્રતા અને નિર્દયી પણું એટલા સ્ત્રીઓના સ્વભાવિક દોષ છે. ”
આ પ્રમાણે વિચારીને સમજાવવું છોડી દઈ ઘરબાર વિગેરે સર્વે દ્રવ્ય તેને અરધે અરધ વહેંચી આપ્યું એટલે તે પણ લઈને જુદો થયો. સ્ત્રીનું મન માન્યું થયું. પરંતુ ભાગ્ય દશાની વહેંચણ કાંઈ થઈ શકતી નથી એટલે જુદા થયા પછી થોડા વખતમાં નાના ભાઈએ પોતાની તમામ લક્ષ્મી વ્યાપારાદિકમાં ગુમાવી અને ખાલી થયો. આ બાજુ મોટા ભાઈએ લક્ષ્મી વધારી એટ લે વળી સ્ત્રીને પ્રેસતો મોટા ભાઈ પાસે ગયો અને ગળે પડયો કે, તમે તે મહેંચણ કરતી વખત જુદી ગાંઠ રાખેલી એટલે હવે ફરીને તમને રી લક્ષ્મી બધી વહેંચી આપે. વૃદ્ધ ભાઈએ ફરીને વળી તેને અર્ધ લક્ષ્મી આપી. આ પ્રમાણે વારંવાર પૂર્વ ભવના પાદિયથી લક્ષમી ગુમાવે અને મોટાભાઈ પાસે જાય એટલે વળી તે દ્રવ્ય આપે. એમ બહુ વખત થવાથી તે લાજનો માર્યો ભાઈ પાસે લક્ષ્મી લેવા જઈ શકે નહી પરંતુ ભાઈની ઉપર ક્રોધે ધમધમ્યો થકો ભટકવા લાગ્યો. લોકો તેની નિંદા કરે અને મોટાભાઈની પ્રશંસા કરે છે. વસંત મોટાભાઈ ઉપર હૅષ ધરે અને સિંહ તો તેની ઉપર સ્નેહ ધરે, મીષ્ટ વચને બેલા, વગર માગે દ્રવ્યાદિક આપે એમ ખરા બંધુભાવને વહન કરે પરંતુ તેની અસર બીલકુલ નાનાભાઈ ઉપર થાય નહીં. એકદા વસંત તદન નિધન અવસ્થાનો અનુભવ કરતો, બહારગામ ભટકતો, મલીન વસ્ત્ર ધારણ કરતો અને ભૂખે ટળવળતો પિતાના ગામમાં આવ્યો અને મોટા ભાઈને મારી નાખવા છરી લઈને તેના ઉપર ડે. મોટા ભાઈએ ઘાત બચાવી લીધી પરંતુ સુજ્ઞ હોવાથી વિચારવા લાગ્યો કે “ધિકાર છે આ સંસારને કે દ્રવ્યના લોભવડે સગભાઈ પણ આવું અકાર્ય કરવા તત્પર થાય છે.” આ પ્રમાણે વિચારી વૈરાગ્ય પામ્યો તો ગામ મુકીને બહાર નીકળ્યો. ત્યાં પાંચ સમિતે સમતા, મહા સમતાના ઘણું, જીતેંદ્રીય, આત્મ સાધનમાં તત્પર અને સંસાર તાપનું નિવારણ કરવાને પુષ્પરાવર્સ મેઘ સમાન મુનિ મહારાજને દીઠા. વંદન નમસ્કાર કરી સમિપે બેઠે. ગુરૂ મહારાજાએ ધર્મોપદેશ દીધો એટલે તેણે પૂર્ણ વૈરાગ્ય પામી સંસારને તજી દઈ તત્કાળ ચારિત્ર ગ્રહણ કર્યું. નિરતિચાર ચા
For Private And Personal Use Only