________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७४
શ્રી જૈનધર્મ પ્રકાશ. सुवंशजोप्यकृत्यानि, कुरुतेप्रेरितःस्त्रियाः । स्नेहलं दधि मथ्नाति, पश्य मंथानको नहि ॥१॥
“ સારા વંશમાંથી ઉત્પન્ન થએલ પુરૂષ પણ સ્ત્રીએ પ્રેર્યો સતે અકૃત્યને કરે છે. જુઓ સુવેશોત્પન્ન મંથાનક સ્ત્રીએ પ્રેર્યો સત નેહવાના દધિને પણ મંથન કરે છે કે નહીં? અથાત કરે છે ”
સ્ત્રીએ વારંવાર પ્રેરેલ લઘુભાઈ એક વખત મોટા ભાઈ પ્રત્યે કહેવા લાગ્યો કે મને મારો ભાગ વેચી આપે. અકસ્માત આવા અપૂર્વ વચનને સાંભળીને વૃદ્ધ ભાઈ બેલ્યો કે “ હે બંધુ કોની સાથે ભાગ વહેંચ છે? મારે તારા વિના કોણ છે અને તારે મારા વિના કેણુ છે. જે કોઈ મેં તારૂં વિપરિત કર્યું હોય અને તેથી આમ બેલતો હોય તો તે કહિી દેખાડ. આ સર્વ લક્ષ્મી તારીજ છે. તું સુખે વિલાસ કર અને તેને ઉપગ લે તેમજ તારા મનમાં સંતોષ રાખ આ પ્રમાણેના ઉત્તરથી નાનો ભાઈ લજવાયો અને જવાબ ન દેતાં મૈને રહ્યા. ઘેર આવીને પોતાની સ્ત્રીને બધી વાત કહી બતાવી. સ્ત્રી બોલી કે “ જે ધુ હોય તે એમજ બેલે માટે એવા વચનોથી ભોળવાઈ જવું ન જોઈએ. પણ તમે મારૂં કહેવું માનતા નથી તેથી એમ જણાય છે કે તમારી મતિ ખશી ગઈ છે. તમે ભોળા છે એટલે એ હાથમાં આવ્યું શું કામ મુકી દેય? પણ તમારે ચાકર થઈને રહેવું હોય તો ભલે રહે હું તો દાદી પણું કરવાની નથી. જે તમે ભેગા રહેશો તો હું મારા પિયરમાં જઈને રહીશ,
સ્ત્રીની પ્રેરણાએ વળી બીજીવાર તેણે મોટા ભાઈને ભાગ વહેંચી આપવા કહ્યું. ભાઈએ પુક્ત પ્રકારેજ ઉત્તર આપ્યો એટલે તે ફરી લજજા યમાન થશે. આ પ્રમાણે ઘણીવાર સ્ત્રીના તથા ભાઈના વચનથી ડોલાયમાન સ્થીતીમાં રહ્યા એમ કરતાં કરતાં એકવાર તે સ્ત્રીએ બહુજ ભંભેર્યો એટલે વસંત પોતાના ભાઈ પાસે જઈ અડીને બેઠે કે “ આજ તે ભાગ વહેંચી આપશે ત્યારે જ ઉઠીશ ” આ પ્રમાણેના ઉત્કટ વચનને સાંભળીને પોતાના ભાઈનો દોષ ન હોવાથી સ્ત્રી જાતિ ઉપર મોટા ભાઈને બહુજ ધિક્કાર ઉત્પન્ન થયે, વિચાર્યું કે આ સ્ત્રીએ તે બહુજ બગાડયું. અમારે અપૂર્વ સ્નેહ તેડાવ્યા તેમજ ઘર બધું ખરાબ કર્યું અને ઘરની આબરૂ ગુમાવી. કહ્યું છે કે
* મંથાનક સ્થાને સારા વાંસમાંથી ઉત્પન્ન થએલ એમ સમજવું.
For Private And Personal Use Only