________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધુનેહ.
૧૭૩
એકાદા લઘુ બંધવ વસંતને તેની સ્ત્રી એકાંતમાં કહેવા લાગી કે “તમે તો મુખે દેખાઓ છો કેમકે ઘરમાં શું થાય છે તેની તો આપને ખબરજ પડતી નથી ” વસંત ચમક્યો કે આ તે શું કહે છે ! સ્ત્રીએ આ ગળ ચલાવ્યું “ તમારો મોટો ભાઈ મુખે મીઠે છે પણ હૃદયે ધીઠે છે. પોતાની સ્ત્રીને કુમકુમ, વસ્ત્ર, ઘરેણાં તથા મેવા મીઠાઈ વિગેરે પ્રચ્છન્ન રીતે લાવી આપે છે વળી દ્રવ્ય પણ છાનું જુદું ગાંઠે કરે છે. ઘણું શું કહું તમે મારું માનશે નહીં તો એનું ફળ આગળ જાણશે” આ પ્રમાણે બોલીને તે અટકી એટલે શુદ્ધ અંત:કરણવાળો વસંત બોલ્યો “રે પાપિણી ! આવી જુઠી જુઠી વાત શું કરે છે ? કદાપિ યુગ પલટાય તો પણ મારા ભાઈ એવો હોય નહીં તું બીજાના ઘરની પેઠે અમારું ઘર પણ ધુળ મેળવવા બેઠી છે પરંતુ એ વાત હું કદાપિ માનવાનો નથી. વળી મારી ભો જાઈ તે મારે માતા સમાન છે તે કદી પણ ગેરવ્યાજબી કરે તેમ નથી. “ આ છાતીમાં પ્રહાર થવા તુલ્ય ઉત્તર સાંભળીને તે લધુ સ્ત્રી મનરહી. વળી ફરીને પણ એ પ્રમાણે તેણે પોતાના પતિને ભંભેર્યો પણ તેણે માન્યું નહીં. આ પ્રમાણે વારંવાર કહ્યા કરવાથી એક વખત તેના મનમાં એમ બેસી ગયું કે મારી સ્ત્રી ખડું કહે છે. ” નિરંતર દોરડાના ઘસાવાથી કુપકંઠના પથ્થરમાં ખાડાઓ પડે છે તો માણસના મનમાં દરરોજના ધસારાથી ખાડા પડે તેમાં શું નવાઈ ! જ્યારે પોતાની વાતે ભર્તારના મન ઉપર કાંઈ પણ અસર કરી છે એમ તેણે જાણ્યું ત્યારે તેણે પિતાની વાત આગળ વધારી હે ભર! તમે ભાઈ ઉપર સ્નેહ વાળા છે એટલે તેને અવગુણ જોઈ શકતા નથી. વળી તમારી ભોજાઈ તો કુડ કપટની કોથળી છે, અને નાની જાણીને ઘરના સર્વ કામ મારી પાસે કરાવે છે. - ને તે દાસીની જેવી ગણે છે. અને તમને તમારા ભાઈ ચાકર જેવા ગણે છે. અમે તો તમને વળગેલા છીએ એટલે મુંગા મુંગા બધું સહન કરીએ છીએ આ પ્રમાણેના વચનો વડે સારી પેઠે અસર કરી. સ્ત્રી શું નથી કરતી? સહેજમાં વહાલામાં વિરોધ કરાવે છે. ગમે તેવો દૃઢ સ્નેહ હોય છે તે તે તોડાવી નાંખે છે. કહ્યું છે કે તાળાને મજબુત બંધનને સ્ત્રી લીંગ વાળી કુંચી સહજમાં દ્વીધા કરી નાંખે છે. તેમજ
For Private And Personal Use Only