________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
શ્રી જનધર્મ પ્રકાશ ત્યાં ઊંચેથી જળ લહરીના બિંદુની વૃષ્ટિ હારી, કાંઠે ફુલ્યા જલનિધિ તણું કેત કામદ ધારી; ઠડો વાયુ પરિણત કરી જે વનો દંબરાનો, હર્શ નિત્યે શ્રમ તમ તણે માર્ગમાં ચાલવાને.
૪૬
बंधुस्नेह.
સિંહ અને વસંતને સંબંધ. આપત્તીના સમયમાં જેઓ પિતાના થાય, આપત્તીમાં ભાગ પડાવે અને આપત્તીને દૂર કરે. તેમને બાંધવ સમજવા. સંપત્તીના સમયમાં તે સ્નેહ બતાવનારા સર્વે હોય છે પરંતુ ઘણા તે વિપત્તીને સમયે દુર જતા રહે છે જેઓ ખરા બંધુ ભાવને વહન કરનારા હોય છે તેઓ જ તે વખતે આપત્તીના ભા ગીદાર થઈને તેને દુર કરવા તન મનથી પ્રયત્ન કરે છે આપતી બે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી. નિર્ધાનાવસ્થા, કષ્ટ પ્રાપ્તિ, રોગનું આગમન, વહાલાનો વિયોગ અને અનિષ્ટને સંગ એ સર્વે દ્રવ્ય આપદા છે. અને ધર્મ રહીત થઈ જવું, દુર્ગતીએ જવું, ઉમાર્ગ ગમન કરવું એ સર્વે ભાવ આપદા છે. ખરે બંધુ ભાવ વહન કરનાર સહોદર કિંવા મિત્ર હોય છે તે બંને પ્રકારની આપતીને દુર કરે છે. એ પ્રમાણે બંને પ્રકારની આપતી દુ૨ કરવા ઉપર સિંહ અને વસંત નામના એક પુત્રની કથા આ પ્રમાણે છે.
મગધ દેશમાં મહાલય નામે ગ્રામને વિષે સિંહ અને વસંત નામના બે સદર શ્રેષ્ઠ પુત્ર રહે છે. તેમને પરસ્પર એવી દઢ પ્રીતી છે કે એક બીજા વિના રહી શકતા નથી નિરંતર સાથે જ રહે છે. તેઓ અનુક્રમે વિધાભ્યાસ કરી યૌવનાવસ્થા પ્રાપ્ત થઈ એટલે પરણ્યા. પરંતુ વ્યાપાર કરે, દ્રવ્ય ઉપાર્જન કરવું, પરદેશ જવું, ક્રીડાઓ કરવી, ખાવું, પીવું અને વસ્ત્રાલંકાર પહેરવા તે સર્વે સાથે જ કરે છે તેમ એક સરખી રીતે જ કરે છે.
૪૬ તે ઠેકાણે ઊંચી રીતે ચૂર્ણ થયેલા તરગાના બિંદુમાની વૃષ્ટિને હરનારો અને સમુદ્રના કાંઠા ઉપર થયેલા કેતકીના ફુલેલા પુષ્પોની સુગંધથી રમણિક તેમજ વનના ઊંબરડાના વૃક્ષને પકવ કરનાર તે શીતળ ૫વન, તમારા માર્ગમાં ચાલવાથી થયેલા શ્રમને હરી લેશે.
મનની
For Private And Personal Use Only