SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય જન્મ, ૭૭. નાગમન કરવું, આવી અનેક દુઃખની શ્રેણીઓ છે તેને ભુલી જઈને આ ગલી અવસ્થામાં પ્રાણીઓ અનેક પ્રકારના છળ કપટ કરે છે એ તેમની મોટી ભૂલ છે. બાલ્યાવસ્થા પૂરી થયા પછી વનાવસ્થામાં પ્રવેશ કરે છે અને એ અવસ્થાનો સઘળે કળ પ્રથમ તો સ્ત્રી વિલાસમાં અને પછી દ્રવ્યોપાર્જનમાં ગુમાવી દે છે તેમાં પણ કામી મનુષ્ય વિષયાંધપણાથી પિતાના ઊત્પત્તિ સ્થાનને વિશેષ પ્રકારે અનુરક્ત થઈને જાણે ફરીને ગર્ભાવાસમાં આવવું જ પડવાનું ન હોય તેમ વર્તે છે. સ્ત્રીના અનુરક્તપણામાં પર્વ તિથિઓએ શિશિયળ પાળવું તો બાજુ ઉપર રહ્યું પરંતુ બીજા અનેક પ્રકારના કર્મ બંધન કરે છે, ભક્ષા ભક્ષનો પણ વિવેક રાખતા નથી. દ્રવ્યના ઉપાર્જનમાં ૫ણ અનેક પ્રકારનાં છળ, કપટ, પ્રપંચ, વિશ્વાસઘાત, અસત્ય ભાષણ, ઈર્ષ, સ્પર્ધા, અદત્ત ગ્રહણ અને તૃષ્ણાની વૃદ્ધિવડે બહુ પ્રકારના પાપ આરંભ કરે છે. જેના પાપનું પ્રમાણ પણ બાંધી શકાય નહીં તેવા વ્યાપાર કરે છે વાણ ખેડાવે છે, રૂના આઠ કરે છે, મીલે બંધાવે છે, ન કરવા યોગ્ય ચી. જેના વ્યાપાર કરે છે, બે સુમાર છો પડી ગયેલું અને એકમાણું ભરતા અનેક જીવોને નાશ થાય તેવું અનાજ નિઃશંકપણે વેચે છે, પ્રવાહી ધત તૈલાદિ વ્યાપારમાં તેમજ અનેક ત્રસ જીવોના નાશના હેતુભૂત ગોળ, ખાંડ અને સાકર વિગેરેના વ્યાપારમાં બીલકુલ કરૂણાની નજરે જોતા નથી; માત્ર પૈસે, પિસો ને પૈસેજ રાત્ર દિવસ ઝંખ્યા કરે છે. પૈસાને માટે પરદેશ જાય, વહાણે ચડે, અટવીનું ઉલ્લંઘન કરે અને જીવતવ્યના સંશય થઈ પડે તેવું સ્થાનકે જાય; ખોટી સાક્ષી પૂરે, ખોટા નામાઓ લખે, ખોટા દસ્તાવેજ કરે, થાપણ ઓળવે, તોલમાપ ખોટા રાખે તેમજ જે પ્રકારે દ્રવ્ય પ્રાપ્ત થાય તેમ કરે. પરંતુ તે વખત એટલો પણ વિચાર ન કરે કે આવા પાપાચરણવડે મેળવેલું દ્રવ્ય કાંઇ મારી સાથે આવશે નહીં અને તેના પાપના ફળો મારે એકલાંએજ ભોગવવા પડશે. દ્રવ્યને તે સ્વજન કુટુંબી, ભાઈઓ કે પુત્રે ભાગ પડાવી જશે પરંતુ તેના મહા માઠાં ફળ ભોગવતી વખતે તેઓ ભાગ પડાવશે નહીં. આવા ઉત્તમ વિચાર વડેજ કાળસૂરીઆ કસાઈનો દીકરો કુળ ક્રમાગત પાપાચરણને ત્યાગી શુભ ગતિનું ભાજન થયો હતો. “રાજગૃહી નગરીમાં દરરોજ પાંચશે પાડાઓને મારનાર કાળસૂરી For Private And Personal Use Only
SR No.533089
Book TitleJain Dharm Prakash 1892 Pustak 008 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1892
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy