________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ. ઓ કસાઈ રહેતો હતો અને તે એવા કનીષ્ટ આચરવડે પોતાના બહોળા કુટુંબનું પ્રતિપાળને કરતો હતો. તેને મહાબળ નામે પુત્ર હતો. પૂર્વભવના પુન્ય યોગથી તેને અભય કુમાર મંત્રીશ્વર સાથે મિત્રાઈ થઈ હતી. સમકિતી જીવ વિના અભય કુમારની મિત્રાઈ બીજાને હોય એ સિદ્ધાંત હતો. ભરણ પર્યત પાપાચરણ કરીને કાળકસૂરીઓ મૃત્યુ પામી સાતમી નરકે
. પાછળ તેના કુટુંબ વર્ગે મળીને મહાબળને કુટુંબનો અધિકારી સ્થાપન કર્યો અને તેના પિતાની પ્રમાણે પાંચશે પાડાઓ દિન પ્રત્યે હણીને કુટુંબને નિર્વાહ ચલાવવાનું કહ્યું. મહાબળને સસંગતીના યોગ વડે દયાયુક્ત પ્રણામવાળેા હતો તેથી તે બોલ્યો કે હું કુટુંબીઓ ! મારા પિતાની પ્રમાણે હું પાપ કર્મ આચરીશ નહીં કેમકે એ પ્રમાણે આચરેલા પાપથી મળેલા દ્રવ્યને તે તમે સર્વે ભોગવે અને તેથી ઉત્પન્ન થયેલા પાપને મારે એકલાએજ ભોગવવાં પડે.' કુટુંબીઓ બચા કે “હે મહાબળ ! અમે કાંઈ એવા કૃતઘી નથી માટે જેમ તારા ઉપાર્જન કરેલા દ્રવ્યમાં ભાગ લેશું તેમ તારાં પાપ પણ અમે વેંચી લેશું. જેથી તારે એકલાને ભોગવવાં નહીં પડે. કુટુંબને આવાં છળ ભરેલા વચનને અસત્ય ઠરાવવા માટે અને પાપ વેંચી લેવાતું નથી તેમ દુઃખમાં ભાગ પડાવી શકતો નથી એમ બતાવી આપવા માટે તરતજ મહાબળે એક કુહાડીને પોતાના પગ ઉપર પ્રહાર કરીને મોટો ઘા પાડી દીધો અને ઉત્પન્ન થયેલી પીડાને માટે અસહ્ય પો. કાર કરવા માંડ્યો. કુટુંબીઓ પ્રત્યે કહ્યું કે “મને બેસુમાર પીડા થાય છે માટે પરભવમાં જ્યારે પરમાધામીઓ પૂર્વ ભવમાં કરેલા પાપકમોને યાદ આપી આપીને દુઃખ દેશે ત્યારે ભાગ પડાવવાની વાત બાજુ ઉપર રહી કારણ કે વ્યંતરોને આપવાનું બળીદાન ઊછાળતાં જેમ જુદે જુદે સ્થાનકે દરેક દાણો ઊડી જાય છે તેમ આ ભવન તથા પાછલા ભવના કરેલા પાપ કર્મોવડે તમે સર્વે જુદી જુદી ગતિમાં ચાલ્યા જશો ત્યાંથી તમે મારી પીડામાં ભાગ પડાવવા શું આવવાના હતા. પણ આ ભવમાં મારી સમિપે બેઠા છે ત્યારે તે મારી આ વેદનાને થોડો થોડો ભાગ પડાવી ઓછી કરે.” કુટુંબીઓ સર્વે વિચારમાં પડ્યા અને બોલ્યા કે “એ પીડા તે અમારાથી વેંચી શકાય તેમ નથી.” મહાબળે ઊત્તર આપ્યો કે “ ત્યારે મારા કર્યા હું ભોગવીશ પરંતુ હવે તમારા પાપ વેંચી લેવાના પ્રપંચમાં ભોળવાઈ જઈને ઊગ્ર પાપનું બંધન નહીં કરું.” મહાબળે દયાનું ખરું સ્વરૂપ
For Private And Personal Use Only