________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
અને તેઓ ઘણા શુદ્ધ ભાવથી યાત્રા કરીને અગણિત પુન્યન સંચય કરે છે. જેઓને આ તિર્થના દર્શન પ્રથમજ થાય છે. અર્થાત્ જેઓ પહેલવહેલાં જ આ તીર્થે આવે છે તેઓને દીલ ત્યાંની ગોઠવણ, કારીગરી જોઇને અને અગણિત દોલત ખરચીને પિતાના નામને અમર કરી ગયેલા પુન્યશાળીઓના ચરિત્રો સાંભળીને, અત્યંત સાનદાશ્ચર્ય પામે છે.
આ તીર્થની સારસંભાળ તથા તે સંબંધી સિાનો વહીવટ કરવા માટે પાલીતાણા શહેરની અંદર “શેઠ આણંદજી કલ્યાણજી' એવા, ગુણ નિષ્પન્ન નામની શ્રાવક કોમ તરફથી એક પેઢી રાખવામાં આવી છે. એ પેઢીનું મકાન શહેરની અંદરના મુખ્ય જિનમંદિરને લગતું છે, અને તે કારખાનાને નામે ઓળખાય છે. એ પિકી ઘણા વર્ષથી સ્થાપિત થયેલી હોઈને ત્યાંનો વહીવટ નિઘિપ ચાલે આવતો હતો. તે પેઢીના મુનીમ તરીકે અગાઉ પરી. નરસંગ દીપચંદ કરીને એક રાંધણ પુરનિવારી શ્રાવક હતા. એમને કાંઈ ખાસ કારણસર શ્રી મુર્શિદાબાદ મોકલવાની જરૂર પડી ત્યાર થી તે પેઢીને મુનીમ તરીકે શા. નથુ ધરમશી નામે એક દશાશ્રીમાળી વાણીમાં કામ કરતું હતું.
આણંજી કલ્યાણજીના તમામ કાર્યો કરવાને માટે હિંદુસ્તાનના શ્રાવક સમુદાય તરફથી સંવત ૧૯૩૮ ની સાલમાં ચાળીસ પ્રતિનિધિઓની નીમણુક કરવામાં આવેલી છે. તેમાંથી વહીવટ કરનાર પ્રતિનિધિ તરીકે શ્રી અમદાવાદમાં આડ શેડીઆઓની મેનેજીંગ કમીટી નીમેલી છે. પેઢીનો વડ઼ીવટ સારી રીતે ચલાવો અને તેના દરેક કામમાં
For Private And Personal Use Only