________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
શ્રી જૈનધર્મ પ્રકાશ.
મીના હુકમને અનુસરવા માટે, જેનું હૃદય શુન્ય થઈ ગયું છે, નેત્ર આંસુએ ભરાઈ ગયાં છે, વદન કમળ કરમાઈ ગયું છે, ઘર તરફ જવાને પગ ચાલતા નથી એવી ગંગા પોતાના બાળકને એ અઘોર વનમાં નિરાધાર છોડી દઈ ઘર તરફ વળતી હવી.
આહા! ધિક્કાર છે તે જડમતિ બ્રાહ્મણને કે જેણે કલ્પવૃક્ષ ને કરિર વૃક્ષ તુલ્ય ગણું, ચિંતામણી રત્નને કાંકરો ધાર્યો અને અમતની વિષ તુલ્ય ગણના કરી; મહા ભાગ્યશાળી રાજ્યલક્ષ્મીને પ્રાપ્ત કરનાર પુણ્યવંત પુત્રનું રૂડી રીતે જતન ન કરતાં વનને વિષે મકા. પરંતુ કહેવત છે કે “રાંકને ઘરે રતન છાજે નહીં.”
હવે જેવારે ગંગા વનને વિષે તે બાળકને છોડી દઇ પાછી વળી કે તરત જ ત્યાં એક બકરાનું ટોળું આવ્યું. તે ટોળામાંથી એક છુટી પડેલી બકરી ત્યાં આવી. પૂર્વ ભવની માતાની જેમ તેના મુખ ઉપર નીચી વળી બિલકુલ કિળામણ ન થાય તેવી રીતે પયપાન કરાવ્યું. બકરીના ટેળાને ઉપરી ભરવાડ ફરતે ફરતો પિતાની બકરીઓને એકઠી કરવા નિમિત્તે ત્યાં આવ્યો એટલે તે બાળક તેની દ્રષ્ટીએ પડશે. સાનંદાશ્ચર્ય યુકત હદયથી તે બાળકને ગ્રહણ કરી પિતાને ઘરે લાવ્યો અને પિતાની સ્ત્રીને કહ્યું કે તારે છોરૂની ખોટ હતી તે પૂરી પાડવા માટે કુળ દેવીએ આવો રૂપવંત પુત્ર આપ્યો છે.
ને સી પુરૂષ પુત્ર સંબંધી આનંદદાયક વાતો કરતા અત્યંત ખુશી થયા. અને ભરવાડે તે પુત્રનું સારી રીતે પૂરતા પ્યાર થી પાળણ પોષણ કરવા માંડયું. બકરીનું દૂધ પીવાથી તે બાળકનું શરીર પણ સારું પુષ્ટ થયું. અને પ્રથમ અજા (બકરી) નું દુધ પીધેલું હતું તેથી ભરવાડે તેનું અજા પૂત્ર એવું નામ દીધું. અપૂર્ણ.
For Private And Personal Use Only