SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪] છે. એ માટે તેઓ પુદ્ગલ શબ્દ પ્રયોજે છે. સૂક્ષ્મ કર્મ-પુદ્ગલ જીવને લાગે છે જીવ અને કર્મનો સંબંધ અનાદિકાળથી ચાલ્યો આવે છે. જીવ કોઈપણ કાર્ય કરવા માંડે કે તરત જ તે જ આકાશપ્રદેશમાં રહેલા કર્મપરમાણુ એને વળગે છે. તે જીવ સાથે ભળી જાય છે. પુદ્ગલ આત્માને વળગીને જે વિકાર કરે છે તેની ઊંડી સમજ અહીં આપી છે. | [શ્રી આત્માનંદ પ્રકાશ વર્ષ : ૪ અંક ૧૦, ૧૫ જાન્યુઆરી ૨૦૦૫ ચારિત્રનો નાશ કરનારું છે. માણસે પોતે ગાળેલો દારૂ જ્યારે એ પીએ ત્યારે તે આત્મા સારું-નરસું પરખવાની શક્તિ વગરનો બની જાય છે. એ રીતે મોહનીય કર્મના અંતરાયથી જીવ પોતાના સાચા જ્ઞાનથી અને સાચા ચારિત્રથી દૂર રહે છે. મોહનીય આવરણના બીજા પણ ભેદ છે જે વિશેષ બાધારૂપ બને છે. | જૈનદર્શન પ્રમાણે કર્મની આઠ મૂળ પ્રકૃતિ છે. તેના પણ અન્ય પ્રકૃતિ પ્રમાણે પેટા પ્રકારો છે. પરંતુ અહીં મૂળ આઠ પ્રકારની ચર્ચા કરવાનો ઉપક્રમ છે. (૫) આયુષ્યકર્મ : જે કર્મ આયુષ્યનું પ્રમાણ આપે છે, તે આયુષ્યકર્મ છે. મનુષ્યનો જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી. આ ગતિમાં જીવનની મર્યાદા આ કર્મ દ્વારા બંધાય છે. એટલે કે આ કર્મના બંધથી ભવોભવ જીવની ઉત્પત્તિ કઈ ગતિની મર્યાદામાં થશે તે નક્કી થાય છે. આયુષ્ય કેટલા કાળનું તે નહીં પણ જીવનક્ષેત્રના વિસ્તારની મર્યાદા આ કર્મથી નક્કી થાય છે. દા.ત. કોઈ વ્યક્તિ તળાવમાં તરવાનું નક્કી કરે અને તે તળાવમાં પડે ત્યારે તેને કેટલો સમય તરવાનું છે તે નહીં પણ એમાં કેટલું તરવાનું છે, એટલે કે એમાં કેટલું જીવન જીવવાનું છે, એ કર્મથી સૂચિત થાય છે. માટે તેની સરખામણી માણસની ઇચ્છા પ્રમાણે જતાં રોકી રાખનારી સાંકળ સાથે કરી છે તેના ચાર ભેદ છે. (૧) જ્ઞાનાવરણ કર્મ : જે કર્મ જીવને પોતાના શુદ્ધ સ્વરૂપમાં હોય તે જ્ઞાન ઉપર આવરણ મૂકે છે, તે જ્ઞાનાવરણ કર્મ તરીકે ઓળખાય છે. તે ચક્ષુની દૃષ્ટિને રૂંધનારા વસ્ત્ર જેવાં છે. એટલે કે પદાર્થના સાચા સ્વરૂપનું જ્ઞાન પામતાં તે અટકાવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) દર્શનાવરણ કર્મ : જીવને પોતાના શુદ્ધ સ્વરૂપમાં જોવાની જે શક્તિ હોય એના ઉપર આવરણ મૂકે તે દર્શનાવરણ કર્મ. એટલે કે પદાર્થને એના સાચા સ્વરૂપમાં પૂર્ણ કે વિભાગમાં જોતા અટકાવે તે. તેની સરખામણી રાજાનાં દર્શનને રોકનારા દ્વારપાળ સાથે કરી છે. (૩) વેદનીય કર્મ : જીવને પોતાના શુદ્ધ સ્વરૂપમાં જે આનંદ હોય તેના ઉપર આવરણ મૂકે છે. આ કર્મ જીવને સાંસારિક સુખ-દુઃખમાં અસર કરે છે. એટલે કે તે સુખ-દુઃખનો અનુભવ કરાવનાર (૬) નામકર્મ : આ કર્મ ચિત્રકાર જેવું છે. જેમ ચિત્રકાર પોતાની સામેનાં ચિત્રમાંના માણસોને જુદો જુદો રંગ આપીને ચીતરે છે, એ રીતે આ કર્મનો બંધ જીવને જુદી જુદી યોનિ આપનાર છે. ગતિનામકર્મ ઉપર જણાવ્યા અનુસારની ચાર ગતિમાં જન્મ આપે છે. કર્મ છે. જેમ તલવારની ધાર પર મધ ચોપડેલું હોય | આનુપૂર્વી નામકર્મથી એક ભવ પૂરો થતાં, જીવ અને એ માણસ મોંમા નાખે ત્યારે મળતાં સુખ દુઃખ જેવો અનુભવ અહીં જોવા મળે છે. ત્યાંથી પોતાના નવા ભવને સ્થાને પહોંચે છે. જાતિનામકર્મથી જીવ કેટલી ઈન્દ્રિયોવાળી યોનિમાં જન્મશે તે નક્કી થાય છે. શરીરનામકર્મથી જીવનું (૪) મોહનીય કર્મ : આ કર્મ શ્રદ્ધા અને શરીર તેમજ અન્ય નામકર્મ (પેટા પ્રકારના) For Private And Personal Use Only
SR No.532099
Book TitleAtmanand Prakash Pustak 101 Ank 10
Original Sutra AuthorN/A
AuthorPramodkant K Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year2003
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy