________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[શ્રી આત્માનંદ પ્રકાશ વર્ષ : ૪ અંક ૧૦, ૧૫ જાન્યુઆરી ૨૦૦૫
:
૧૬]
ઈમ્પોવરમેન્ટ ઓફ ફીઝીકલી ચેલેન્જનો ફાઇનાન્સ મીનીસ્ટર શ્રી ચિદમ્બરના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.
માઈક્રોશાઈન પ્રોડક્ટ પોતાની કંપનીમાં શારીરિક અશક્ત ફિઝીકલી હેન્ડીકેપ વ્યક્તિઓને સગૌરવ કામની તક પુરી પાડી પ૦ ટકાથી વધુ હેન્ડીકેપ વ્યક્તિઓને રોજગાર આપી ગુણવત્તા સભરની આઈટમો પ્રોડક્ટ કરે છે. ગુજરાતમાં કદાચ આ એક જ કંપની એવી છે જ્યાં હેન્ડીકેપ વ્યક્તિઓને રોજગારની તક મળતી હશે. એવોર્ડ મેળવવા બદલ અભિનંદન.
સુરત ખાતે શાસન પ્રભાવક કાર્યો :-પૂ. આ.શ્રી ગુણયશસૂરિશ્વરજી મ.સા. તથા પૂ.આ.શ્રી કીર્તિયશસૂરિશ્વરજી મ.સા. [સંસારીપક્ષે પિતા-પુત્ર] આદિની શુભ નિશ્રામાં સમૂહ દીક્ષાઓ તથા ઐતિહાસિક વર્ષીદાન યાત્રાની ઉજવણી શાસન પ્રભાવના પૂર્વક કરવામાં આવી હતી. જેમાં વીસ હજારની માનવ મેદનીએ જિનશાસનની જય જયકાર બોલાવી હતી.
ઉદ્ઘાટન-અર્પણવિધિ સમારોહ હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિવર્સિટી સંગલિત શ્રી પાટણ જૈન મંડળ અને શ્રીમતી ભગવતી પ્રતાપ ભોગીલાલ જૈન એકેડેમી સેન્ટર તથા શ્રી પાટણ જૈન મંડળ અને બાબુ અમીચંદ પનાલાલ આદિશ્વર જૈન એકેડેમી ભવનનો ગત તા. ૨૭-૧૨-૦૪ના રોજ ઉદ્ઘાટન અને અર્પણવિધિ સમારોહ સંપન્ન થયેલ છે.
સંગરિયા (રાજ) :-પ્રવર્તક પ્રવર શ્રી જયાનંદવિજયજી મ.સા. તથા મુનિશ્રી દિવ્યાનંદ વિજયજી મ.સા. આદિની શુભ નિશ્રામાં અત્રે ભ. મહાવીર માર્ગનું લોકાર્પણ, સાધનાકેન્દ્રનું ભૂમિપૂજન તથા શિલાન્યાસ, મહારાજા અગ્રસેન પબ્લિક પાર્કનું ભૂમિપૂજન તથા શિલાન્યાસ અને વિરાટ તપસ્વીઓનો અભિનંદન સમારોહ ગત તા. ૨-૧-૦૫ના રોજ સંપન્ન થયેલ.
સભાની મુલાકાતે ડો. પીટર યુગલ દંપતી :-લંડન યુનિ.ના ડિપાર્ટમન્ટ ઓફ રીલીજીયસ સ્ટડીના ચીફ ડો.પીટર યુગલ દંપતી સભાની મુલાકાતે પધારેલ.
તેમણે જણાવ્યું હતું કે ભાવનગરમાં જૈન સાહિત્યનો વિપુલ ભંડાર છે અને હિંદુ સંસ્કૃતિ સાથે સંકળાયેલ જૈન ધર્મની ફિલોસોફી વૈજ્ઞાનિક તારણો આધારિત છે.
ડો. પીટર ભારતીય સંસ્કૃતિ, જૈન ધર્મ અને તેના વિવિધ સંપ્રદાયોનો રસપ્રદ અભ્યાસ કરી રહ્યા છે. તેઓશ્રી વર્ષોથી જૈન ધર્મના નિયમોનું ચૂસ્તપણે પાલન કરી રહ્યા છે.
ભાવનગર : શ્રાવિકા આરાધના ભવન :-ભાવનગરની ધન્યધરા ઉપર દેવાધિદેવ શ્રી મહાવીરસ્વામી દાદાની શીતલછાયામાં પૂ.આ.શ્રી ચંદ્રોદયસૂરિજી મ.સા. પૂ.આ.શ્રી અશોકચંદ્રસૂરિજી મ.સા. તથા પૂ.આ.શ્રી રૂચકચંદ્ર સૂરિજી મ.સા. આદિની પ્રેરણાથી અને પૂ.આ.શ્રી પ્રબોધચંદ્રસૂરિજી મ.સા. આદિની શુભ નિશ્રામાં અત્રે શ્રી કૃષ્ણનગર શ્રાવિકા આરાધના ભવનનું ઉદ્ઘાટન અને સમર્પણ મહોત્સવનું તા.૧૬-૧-૦૫ થી તા. ૧૮-૧-૦૫ દરમ્યાન ત્રિદિવસીય મહોત્સવ શાસન પ્રભાવના પૂર્વક ઉજવવામાં આવેલ છે. નૂતન આરાધના ભવનનું નામ શ્રી ચંદનબાળા શ્રાવિકા આરાધના ભવન રાખવામાં આવેલ છે. ત્રિદિવસીય આ મહોત્સવ પ્રથમ દિવસે કૃષ્ણનગર સોસાયટીના સ્વામી વાત્સલ્યનો લાભ સભાના ઉપપ્રમુખશ્રી દિવ્યકાંતભાઈ સલોત પરિવાર દ્વારા લેવામાં આવેલ.
For Private And Personal Use Only