________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશ
માનદ્ભુત ંત્રી : શ્રી કાન્તિલાલ જે, ઢાશી એમ. એ.
માનદ્ સહતંત્રી : કું, પ્રફુલ્લા રસિકલાલ વોરા એમ.એ.; એમ.એડ.
વિ. સં. ૨૦૪૫ પાષ-જાન્યુઆરી-૮૯
વર્ષ : ૮૬ ] *
* અંક : [૩
સકળ જૈન સંઘના સદ્ગુરુ ગણધર શ્રી સુધર્માસ્વામી
-પૂર્વ મુનિશ્રી વાત્સલ્યદીપ
*********
* ગણધર શ્રી સુધર્માસ્વામી 8 [ઇ. સ. પૂર્વે ૬૦૬ થી ઇ. સ. પૂર્વે ૫૦૬] જન્મ : વીર નિ.સ.પૂર્વે ૮૦ : વિ.સ. પૂર્વે ૫૫૦ દીક્ષા : વીર નિ.સ.પૂર્વે` ૪૨ : વિ.સ. પૂર્વે ૫૧૨ કેવળજ્ઞાન : વીર નિ. સં. ૧૨ : વિ.સ. પૂર્વે ૪૫૮ નિર્વાણુ : વીર નિ. સં. ૨૦ : વિ.સ. પૂર્વે ૪૫૦
બાળક જેવી નિર્દોષતા અને સરળતા, અપ્રતિમ મેધા, પારદશી પ્રજ્ઞા, નજરમાં સત્યની શોધ, પળેપળ સત્યની જીવંત સાધના, વેદ-વેદાંગ પુરાણનું સ'પૂર્ણજ્ઞાન, અભૂતપૂર્વ ગ્રહણશીલતા, ઉમંગી અને ધીર શ્રોતા, વિરાટ મેદનીને મંત્રમુગ્ધ કરનાર સિદ્ધ વક્તા અને વ્યાખ્યાતા, અજોડ સ’કલનકાર, વિનમ્ર અને વિનયી શિષ્ય, વત્સલ અને વહાલસેાયા ગુરુ, અણિશુદ્ધ ચારિત્રવાન, અપ્રમત્ત આત્મસાધક,આ અને આવા અનેક સદ્ગુણૢાનાં કુલ સરવાળાનું એક નામ એટલે શ્રી સુધર્માસ્વામી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મહાવીર કરતાં તે ઊમરમાં આઠ વર્ષે મોટાં હતા. વીર નિર્વાણ સવત પૂર્વે ૮૦માં, વિરથ્વી ગણરાજ્યની રાજધાની વૈશાલી નજીક
************
કાલ્રાગસન્નિવેશમાં તેમના જન્મ થયા હતા. તેમનુ જન્મનક્ષત્ર ઉત્તરાફાલ્ગુની હતું. (ભગવાન મહાવીરનુ જન્મનક્ષત્ર ઉત્તરાફાલ્ગુની હતું.) તેમનાં પિતાનું નામ ધમ્મિલ અને માતાનુ નામ ભદ્રિલ. તેમના પિતા પમ્મિલ અગ્નિવૈશ્યાયન ગાત્રીય બ્રાહ્મણ હતા. અને વેદ, વેદાંગ, પુરાણના પ્રતિષ્ઠિત વિદ્વાન હતા.
સુધર્માએ વિદ્યાર્થીજીવનમાં ઋક્, સામ, યન્તુ, અને અથ : આ ચાર વેદેના, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છ ંદ અને જ્યાતિષ: આ છ વેદાંગો. મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર અને પુરાણ ઃ એમ કુલ ચૌદ વિદ્યાઓના અભ્યાસ કરીને આચાય પદ પ્રાપ્ત કર્યું હતું. તેમની નિશ્રામાં પાંચસો વિદ્યાર્થીએ નિયમિત અભ્યાસ કરતા હતા.
એક વખતની વાત છે.
સુધર્માની ઊંમર ત્યારે ત્રીસેક વર્ષની હતી. ભરજુવાની. એ સમયે શ્રીમંત બ્રાહ્મણ સૌમિલના ખાસ નિમંત્રણથી, તે પેાતાના પાંચસો શિષ્યા સાથે મધ્યમ પાવાપુરી” નામના ગામમાં આવ્યા. સૌમિલે એક વિરાટ યજ્ઞનુ આયોજન કર્યુ હતું. આ યજ્ઞમાં ભાગ લેવા માટે ભારતભરના મૂર્ધન્ય અને પ્રકાંડ
For Private And Personal Use Only