________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદી છેતરી નથી બાંધછોડ કરી નથી. મનથી ભૂલ થઈ હશે પણ કાયા કે વચન દ્વારા મારાથી કદી ભૂલ થવા નથી પામી–તે મારા આત્માને મારી પાછળનાઓ જો શાંતિ આપવા ઈચ્છતા હોય તે તેઓએ પણ તેમના શીલની બાબતમાં મારું અનુકરણ કરવું. નામનો મેહ ખોટો છે. મેહ રાખો જ હોય રાગ કરે જ હોય તે–તે મારી માફક તમારા શીવને જ કરજે અને તેથી જ મને (મારે આત્મા જ્યાં હશે ત્યાં શાંતિ પહોંચશે. શીલ એ જ જીવન છે અને શીલને ભંગ એ જ મૃત્યુ છે.”
27 March 25 હળીએ એમને જન્મ દિવસ તે દિવસે લખે છે કે –
“વર્ષ દરમિયાન જરા પણ આધ્યાત્મિક પ્રગતિ કરી હોય તે જન્મદિવસે આનંદ માણી શકાય, પણ મારી બાબતમાં તે એવી કઈ પ્રગતિ થવા પામી નથી. ભક્તામર તેત્રની ૧૫ ગાથાઓ થઈ. આજે પંદરમી કરી, તેટલા પૂરતો આનંદ થયો. આવતું વર્ષ પૂરું થવા પહેલાં “ભક્તામર અને “આત્મ સિદ્ધિ” અર્થ સાથે પૂરા કંઠસ્થ થઈ જાય તે જરૂર આનંદ થશે.”
રાગ-દ્વેષ અજ્ઞાન છે, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષને પંથ.
વિવેકને ભ્રષ્ટ કરનારા રાગ-દ્વેષ વગેરે છોડે. અહંકાર, દંભ, ઈશ્વર પ્રત્યે અસંતોષ વગેરે હલકી ભાવનાઓને મનમાં સ્થાન દીધા વિના પિતાના કર્તવ્યનું પાલન કરે. તમને ખાત્રી થશે કે ધર્મથી ચલિત થયા વિના શાંત ચિત્તે જીવન વિતાવવું મુશ્કેલ નથી.
બહારની વસ્તુ થી તમે શા માટે અકળાઓ છે! કઈ સારા કાર્યમાં મન લગાડીને પિતાના દુઃખને ભૂલવાનો પ્રયત્ન કરો. અસલી ચીજને પારખ્યા વિના, અનેક પ્રકારના કાર્યોમાં ગુંથાઈને જીવન એમ જ પૂરું કરી નાખવું એ મૂર્ખાઈ છે પિતાના આચરણને અને પોતાના વિચારને કર્તવ્ય-ધર્મથી નિયમિત કરે, આ જ શાંતિનો માર્ગ છે.
બીજાઓના મનમાં કેવા વિચાર આવે છે, તેઓ શું વિચારે છે અને શું નથી વિચારતાઆવા બધા વિચારો છેડી દે. એથી દુઃખ સિવાય કોઈ મળવાનું નથી. પિતાના અંતરને તપાસ્યા વિના બીજાઓના મનની અવસ્થાને વિચાર કરવામાં કશે લાભ નથી.
ક્રોધને કારણે કરવામાં આવતા ગુના કરતાં લેભથી કરવામાં આવતા ગુનામાં વધુ પાપ છે. ક્રોધની સ્થિતિમાં માણસ પોતે કંઈક દુઃખ ભેગવે છે, પણ બીજી સ્થિતિમાં માણસ જ્યારે કાંઈ ગુને કરે છે ત્યારે એ પિતે કઈ સ્વાભાવિક દુઃખને અનુભવ કરતું નથી.
(શ્રી મનસુખભાઈની ડાયરીમાંથી)
જાન્યુ -ફેબ્રુઆરી, ૧૯૭૭
૧૦૧
For Private And Personal Use Only