________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા પૂ. પિતાશ્રીની ડાયરીમાંથી કેટલીક મહત્વની ને
લે : અ સૌ. અરૂણ જે. મહેતા
20 Nov. 1953
'પ૩માં ઘણે ઠેકાણે રાજસ્થાન, જયપુર, વિ. સ્થળોએ યાત્રા પિત કરી અને ખૂબ આનંદ આવ્યું. એમાં લખે છે કે –
રાજપરાના ભેંયરામાં ભગવાન પાર્શ્વનાથની ભવ્ય શ્યામ પ્રતિમા. પ્રતિમાઓને નિહાળું છું અને હૃદયમાં એક પ્રકારની શાંતિ અનુભવું છું. આટલી આટલી પ્રતિમાઓના દર્શન કર્યા, પૂજન કર્યા પણ મને હજુ સંતોષ નથી થતું. જીવનભર આવી પ્રતિમાઓના દર્શન કર્યા જ કરું અને પૂજન કર્યા કરું એવી મારી ઈચ્છા સફળ થાય એમ ઈચ્છું છું.” પછી નવ્વાણું યાત્રા ૧૯૬૧માં કરી ત્યારની વાત છે.
9 Octo. 1961 સિદ્ધાચળના સ્તવન, મોટી શાંતિ લઘુ શાંતિ, વંદિત્ત, સૂત્ર વિ. તૈયાર કરું છું. દશ દશ વરસથી નવાણું યાત્રા કરવાના સ્વપ્નો સેવવા છતાં નવ્વાણું યાત્રા માટેની લાયકાત હું પ્રાપ્ત કરી શક્યો નથી. આશ્વાસન તે માત્ર એ જ છે કે એ ભવ્ય તીર્થમાં તેના નાનામાં નાના અને ઓછામાં ઓછી અક્કલવાળા બાળક તરીકે હું જઈ રહ્યો છું, અને ભવ્ય માતાપિતાને જેમ એનું નબળામાં નબળું બાળક વહાલું લાગે, તેમ આ તીર્થયાત્રાઓઅધિષ્ઠાયી દેવતાઓ મારા પર પ્રેમ વરસાવશે, મારી ભાવના અતિ અતિ શુદ્ધ છે.”
8 Dec 1961 બધા તીર્થકરો તો એકસરખાં છે. ઘાતિ કર્મોને નાશ થતાં તેઓ બધા એક સરખી ભૂમિકા પર આવી જાય છે, અને નિર્વાણ વખતે તે તમામની સ્થિતિ એકસરખી રીતે થઈ જાય છે. તેમ છતાં બધા તીર્થકરોમાં નેમનાથ ભગવાન પ્રત્યે મને વધુ આકર્ષણ રહે છે. સામાન્ય રીતે પણ જે ગુણ આપણામાં ન હોય અને બીજી વ્યક્તિમાં એ ગુણ જોવા મળે ત્યારે તેની પ્રત્યે આપણને સભાવ અને માન ઉત્પન્ન થાય છે. એમનાથ ભગવાનને ફૂલને હાર ચડાવતી વખતે મને જે એક વાત યાદ આવી જાય છે, તે એ છે કે આ ભગવાને રામતીને પરણ્યા વગર ત્યજી દીધાં. એમની વિશાળતા અને મારી પામરતાનું ભાન મને એમની પૂજા કરતી વખતે થાય છે. એમનો એ મહાન ગુણ પ્રાપ્ત કરવા ભારે ભાવપૂર્વક હું એમની
જાન્યુ.-ફેબ્રુઆરી, ૧૯૭૭
For Private And Personal Use Only