SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir mission, its end is not the search after happiness, but knowledge and fulfl. ment of duty અર્થાત્ જીવનનું કર્તવ્ય સુખની શોધ માટેનું નહિ પણ જ્ઞાન અને ફરજને અદા કરવા માટેનું હોવું જોઇએ. અને દૃષ્ટિ પ્રાપ્ત થાય તે માટે ચક્ષુદાન તેમજ (Blood donation) રક્તદાનની પ્રવૃત્તિમાં તેમને ભારે રસ છે. આટલી નાની વયમાં તેમણે અગિયાર વખત પોતાના લોહીનું દાન કરી, અનેકને નવું જીવન પ્રાપ્ત કરાવવામાં તેઓ સહાયરૂપ બન્યાં છે. ) ‘ સેવાધર્મ એ શ્રી કાંતિલાલભાઈના જીવનના મુદ્રાલેખ છે. ધાર્મિક, શૈક્ષણિક તેમજ સમાજ કલ્યાણની અનેક સંસ્થા અને પોતાની સેવાનો લાભ આપે છે. શ્રી તારદેવ જૈન મિત્ર મંડળની પ્રવૃત્તિઓમાં તેઓ રસ ધરાવે છે અને પ્રમુખ તરીકે યશસ્વી કાર્યો કર્યા છે. શ્રી ઝાલાવાડ સેશ્યલ ગ્રુપ જે માનવ કલ્યાણ માટેની એક અજોડ સંસ્થા છે, તેના મ ત્રીપદે રહી નેધપાત્ર સેવા આપેલ છે. શ્રી ઝાલાવાડ જૈન શ્વે. મૂતિ સંઘના તેઓ મંત્રી છે. શ્રી ગોઘારી જૈન મિત્ર મંડળ, શ્રી સુરેન્દ્રનગર મિત્ર મંડળ, શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, શ્રી આત્માનંદ જૈન સભા, પ્રોગ્રેસીવ, ગૃપ તેમજ ઓલ ઈન્ડીયા પ્લાસ્ટીક મેન્યુ. ફેબ્રીકેટ સ એસોસીએશન તેમજ બીજી અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. લક્ષ્મી પાછળ દોડવાથી લક્ષ્મી પ્રાપ્ત થતી નથી, એ નિયમાનુસાર શ્રી કાંતિલાલ ભાઈ લક્ષમી પાછળ દોડ્યાં નથી, પણ સતત પુરુષાર્થ, પ્રમાણિકતા, ખત અને ધર્યના કારણે તેમણે લમીને તેમની પાછળ દેડતી કરી છે. પારસમણિના સંગથી લેઢાનું જે મ કચનમાં પરિવર્તન થાય છે તેમ આચાર્ય વિજય ધમ ધુરંધરસૂરિજીના ઉપદેશ અને સમાગમના કારણે શ્રી કાંતિલાલભાઈનું જીવન ધમરંગથી રંગાઈ ગયું છે. પાલીતાણામાં કેશરીનગરની પ્રતિષ્ઠા પ્રસંગે તેમણે અપૂર્વ લાભ લીધે હતા. શ્રી કાંતિલાલભાઈ, તેમના સુશીલ પત્ની શ્રી મધુકાંતાબેન તેમજ ચૌદ વર્ષની તેમની નાની પુત્રી મનીષાબેને ગયા વરસે એક સાથે જ અઠ્ઠાઈનું માંગલ્ય રૂપ તપ કર્યુ હતુ. જીવનની સાચી સફળતા તો આને જ કહી શકાય, કારણ કે બાકીનું બધુ’ તો અનિત્ય અને અને નાશવંત છે, એ કૈણુ નથી જાણતુ' ? શ્રી કાંતિલાલભાઈના લગ્ન ઈ. સ. ૧૯૫૪માં ધ્રાંગધ્રા નિવાસી શ્રી વ્રજલાલ રામજીની સુપુત્રી મધુકાંતાબેન સાથે થયા છે. શ્રી મધુકાંતાબેન અત્યંત સ રકારી અને માયાળુ વૃત્તિ ધરાવે છે. જીવનમાં કોઈ પણ માણસને માત્ર પોતાના પુરુષા થથી સફળતા પ્રાપ્ત થઈ શકતી નથી. સિદ્ધિ અને સફળતાના મૂળમાં પુરુષના પુરુષાર્થ સાથે પત્નીનું ભાગ્ય પણ સંકળાયેલ હોય છે. તેથી જ આપણા ઋષિ મુનિઓએ સ્ત્રીને લક્ષમીની ઉપમા આપી છે. શ્રી કાંતિ લાલભાઇનું દામ્પત્ય જીવન અત્યંત સુખી અને આદર્શરૂ ૫ છે. દામ્પત્ય જીવનના ફળરૂપે તેમને ત્રણ સુપુત્ર અને એક પુત્રીના પરિવાર છે. મોટા પુત્ર અતુલ, જેનું નામ તેમની કંપની સાથે જોડાયેલું છે, તે કેલેજમાં અભ્યાસ કરે છે. સુનિલ અને હિમાંશુ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમની પુત્રી મનીષા પણ હાઇસ્કુલમાં અભ્યાસ કરે છે. શ્રી કાંતિલાલભાઈનું કૌટુમ્બિક જીવન પણ ભયુ“ ભયુ અને સુખી છે. તેમને બે ભાઇઓ અને છ બહેનો છે. એક ભાઈ શ્રી ચીમનલાલભાઈ મુંબઈમાં જ વ્યવસાય કરે છે, જ્યારે બીજા કિશોરભાઈ ભાવનગરમાં જ પોતાને વ્યવસાય સંભાળે છે. ( આ રીતે આપણા સમાજની શોભારૂપ ધર્મનિષ્ઠ અને સેવાભાવી શ્રી કાંતિલાલભાઈ જેવા મહાનુભાવને પેટ્રન તરીકે પ્રાપ્ત કરીને અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ અને તેમના હાથે અનેક સત્કાર્યો થયા કરે એવી શુભ કામના સાથે વિરમીએ છીએ. For Private And Personal use only
SR No.531833
Book TitleAtmanand Prakash Pustak 073 Ank 10 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1975
Total Pages47
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy