________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સભાના નવા માનવતા પેટ્રન શ્રી કાંતિલાલ જીવરાજ શાહ
જીવનની ટૂંકી રૂપરેખા
યુવાન ઉંમરે પણ જેનામાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને ભક્તિ છે, તેમજ જૈન સમાજની ઉન્નતિ અથે જેમને અત્યંત કાળજી અને નિષ્ઠા છે, તેવા શ્રી કાંતિલાલ જીવરાજ શાહનો જનમ, વડવાભાવનગરમાં તા. ૮-૧૨–૧૯૩૧ના દિવસે થયો હતો. તેમના પિતાશ્રીનું નામ શ્રી જીવરાજ મેહનલાલ શાહ, પુત્ર ની અપૂર્વ સફળતા અને સિદ્ધિ જોયા પછી આજથી લગભગ બે વર્ષ પહેલા તેમના સ્વર્ગવાસ થયા. શ્રી જીવરાજભાઇનું મૂળ વતન તા સુરેન્દ્રનગર, પરંતુ રેલવેમાં તેમની સવિસના કારણે તેઓ ભાવનગર આવી વસ્યા અને પછી તે ભાવનગર જ તેમનું વતન બન્યું'. માતાપિતાના તમામ ગુણાને આવિર્ભાવ શ્રી કાંતિલાલભાઈના જીવનમાં પણ થયા છે. કાંતિલાલભાઈના જીવનની સુગધના મૂળમાં પણ
માતા-પિતાના સંસ્કારો જ પડેલાં છે. કુટુંબની આર્થિક સ્થિતિ તો સાધારણ જ હતી, પરંતુ મોટા ભાગે આપણે જોઈએ છીએ કે સામાન્ય અને સાધારણ સ્થિતિના કુટુંબમાંથી જ રત્ન પાકતા હોય છે, સુખ માણસને જીવનરૂપી મહાસાગર પર માત્ર તરવાનું શીખવે છે, ત્યારે દુઃખ એ મહાસાગરમાં ડૂબકી લગાવીને અંદરથી મહાન તત્ત્વરૂપી મતી લાવવાની મરજીવા કળા અને હિંમત બક્ષે છે. કુટુંબની આર્થિક પરિસ્થિતિના કારણે શ્રી કાંતિલાલભાઈ જો કે આગળ ન ભણી શકયા પણું જીવન જીવવાની કળા, કામની સૂઝ, દીર્ઘદૃષ્ટિ આ બધું ભણતરથી પ્રાપ્ત નથી થતુ', એ માટે તે વારસાના સંસ્કારની આવશ્યકતા રહે છે, જેની કશી ખોટ કાંતિલાલભાઈના જીવનમાં નહોતી. પ્રથમથી જ કુટુંબની ઉન્નતિ કરવાને દઢ નિર્ધાર હતા અને આ વાત તેમણે નાની વચે જ સિદ્ધ પણ કરી બતાવી.
અભ્યાસ છોડ્યા પછી ભાવનગર ઊંડી વખારમાં શ્રી મેહનલાલ ઉકાભાઈ ગાંધીને ત્યાં નોકરી કરી. પરદેશ ગયા વિના સ્વપ્નો સિદ્ધ થતા નથી એ પ્રેરણા તેમને તેમના કાકાશ્રી જગુભાઈ પરિખ પાસેથી મળી અને તદનુસાર માત્ર ૧૮ વર્ષની ઉંમરે આ તેજસ્વી અને પ્રતિભાશાળી યુવક પિતાનું ભાગ્ય અજમાવવા મુંબઈ આવ્યા. ન્યાય, નીતિ અને સચ્ચાઈને મૂળથી જ આગ્રહે, એટલે આવા યુવકના સ્વપ્નો પણ સિદ્ધ થયા વિના રહેતા નથી. શરૂઆતમાં મુંબઈ આવી તેમના મામાશ્રી શાંતિલાલ ડી. પારેખ સાથે વિમાની (Insurance) લાઇનમાં નોકરી કરી, પણ મૂળથી જ તેમનું ધ્યેય ઉંચુ હતુ અને દૃષ્ટિ સ્વતંત્ર ઉદ્યોગ પ્રત્યેની હતી. કહેવાય છે કે God helps those who help themselves એ મુજબ શ્રી કાંતિલાલભાઈએ હિંમત અને નિષ્ઠાપૂર્વક પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝમાં ઝુકાવ્યું અને આજે તેઓ અતુલ પ્લાસ્ટીક પ્રોડકટસના સફળ સંચાલક અને માલિક છે. તેઓ માને છે કે Life is a
For Private And Personal Use Only