________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વર્ગવાસ નેધ
ભગવાન મહાવીરના પચીશમાં નિર્વાણ મહોત્સવની કેન્દ્રસ્થ મહાસમિતિના કાર્યાધ્યક્ષ અને શ્રી દિગંબર જૈનસંધના અગ્રણી, ઉદ્યોગપતી સાહુશ્રી શાંતિપ્રસાદજી જૈનના ધર્મપત્ની અને ભારતીય જ્ઞાનપીઠના સ્થાપક અને અધ્યક્ષ શ્રીમતી રમાહેન જૈનના થોડા દિવસ પહેલાં, દિલહી મુકામે થયેલા અવસાનની નેંધ લેતા અમે ઊડી દીલગીરી અનુભવીએ છીએ.
શ્રીમતી રમાબહેનનું જીવનઘડતર એક સંસ્કારી અને ધર્માનુરાગી મહિલા તરીકે થયુ હતું. તેથી અઢળક સંપત્તિ હોવા છતાં એમનું જીવન ઉચ્ચાશયી, ધર્મપરાયણ અને સેવાપરાયણ બન્યું હતું એમાં પણ વિદ્યાપ્રીતિ અને સાહિત્યરુચિને એમના જીવનમાં વિશિષ્ટ સ્થાન હતું. ભારતીય જ્ઞાનપીઠને એક શક્તિશાળી પ્રકાશન સંસ્થા તરીકેની દેશ પરદેશમાં જે ખ્યાતિ મળી છે તેમાં તેમને પણ અસાધારણ ફાળો છે.
ભારતીય બધી ભાષાઓમાંના શ્રેષ્ઠ સાહિત્યની કૃતિને દર વર્ષે રૂપીયા એક લાખ જેવી માતબર રકમને પુરસ્કાર આપવાની “જ્ઞાનપીઠ સાહિત્ય પુરસ્કાર યોજના” એ એમનું તથા સાહૂ કુટુંબનું કાયમી ચિરંજીવી સ્મારક છે.
શ્રીમતી રમાબહેનનું અવસાન એ કેવળ તેમના કુટુંબની કે જૈનસંઘની જ નહિ પરંતુ સમગ્ર દેશની પણ ખોટ બની રહે એવું છે. અમે એમના સંસ્કારી, સાહિત્યપ્રેમી અને સેવાપ્રેમી આત્માને હાર્દિક અંજલિ આપીએ છીએ અને એમના કુટુંબ ઉપર આવી પડેલ આ દુઃખમાં અમારી સમવેદના પ્રગટ કરીએ છીએ.
જ કી
તેજસ્વી પરિણામ સ્થાનિક શેઠ એચ. જે. લે, કેલેજના તેજસ્વી વિદ્યાર્થી શ્રી દિવ્યકાંત મેહનલાલ લેત પે. એલ. એલ. બી. માં ભાવનગર કેન્દ્રમાં પ્રથમ આવ્યા છે. શ્રી દિવ્યકાંત એલ. એલ. બી. ના ત્રણેય વર્ષો દરમીયાન ભાવનગર કેન્દ્રમાં પ્રથમ આવ્યા છે અને કાશીબેન પટેલ એર્ડ મેળવેલ છે.
શ્રી દિવ્યકાંત, આપણી સભાને લાઈફ મેમ્બર અને ભાવનગરની કાપડની વેપારી પેઢી મે. જગજીવનદાસ ફુલચંદ વાળા શ્રી મેહનભાઈ જગજીવનદાસ લેતના પુત્ર છે.
૧૯૮] .
[આમાનદ પ્રકાશ
For Private And Personal Use Only