________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજીના “જ્ઞાનસાર’ના દરેક અધ્યયનને મનનપૂર્વક અભ્યાસ કરી હરહંમેશ ચિંતન કરે છે તેમણે જૈનધર્મનું પાયાનું જ્ઞાન મેળવ્યાં ઉપરાંત, આચારાંગ જેવા આગમસૂત્રમાં પણ ડૂબકી મારી છે. સાધુ સંતેને સમાગમ તેમને પ્રિય વ્યવસાય છે. પૂજ્ય મુનિશ્રી ભદ્રંકરવિજયજી મહારાજના સમાગમમાં આવ્યા પછી, તેમના જીવનમાં ભારે પરિવર્તન આવ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માથી જીવના લક્ષણ બતાવતાં એક ગાથામાં કહ્યું છે કે –
ને પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર;
- ત્રણ પેગ એકત્વથી, વતે” આજ્ઞાધાર. અર્થાત્ આત્માથી પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્ત થાય તેને પરમ ઉપકારનું કારણ માને છે અને મન-વચન-કાયાની એકતાથી આજ્ઞાંકિતપણે વતે છે-આ ગાથાને ચરિતાર્થ શ્રી. વિજેન્દ્રભાઇમાં પ્રત્યક્ષરૂપે જોવા મળે છે. તેઓ અવારનવાર પૂ. ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબના દર્શને જાય છે અને શંકાનું સમાધાન પ્રાપ્ત કરી આવે છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે નં રમતિ પાન ' મmતિ પરદૂ-જ્યાં સમક્તિ એટલે આત્મજ્ઞાન છે ત્યાંજ મુનિપશુ જાણવું. શ્રી. વિજેન્દ્રભાઈના સદ્ભાગ્ય અને પરમ પુણ્યદયના કારણે આવા મહાન મુનિરાજનું માર્ગદર્શન તેમને પ્રાપ્ત થયું છે. શ્રી. વિજેન્દ્રભાઈને હાટડીસીઝ છે, પણ વરસેથી પાંચ તિથિના બેસણાં કરે છે. બે વર્ષ પહેલાં ઉપલાં ઉપધાન તપ (અઢારીયુ)ને પણું તેમણે લહાવે લીધે છે. ચૈત્રઆસો માસમાં શક્ય હોય ત્યારે એની પણ કરે છે.
યુવાવસ્થામાં પુરુષ જ્યારે આધ્યાત્મિક પંથે વળે છે, ત્યારે તેના પાયામાં તેની પત્નીને ફાળો . વિશેષ પ્રમાણમાં કામ કરી જતો હોય છે. શ્રી સૌદામિની બહેન પણ વૈભવ વચ્ચે રહેવા છતાં અત્યંત ધર્મનિષ્ઠ અને તપસ્વી છે. તેમણે પણ ઉપધાન તપને લહાવો લીધો છે. વર્ધમાન તપ આંબેલની ઓળીને પાયો નાંખે છે. તેમનામાં રહેલા વૈયાવચ્ચને ગુણ ભારે પ્રશંસનીય છે. તીર્થયાત્રામાં જવાનું થાય ત્યારે સાધ્વીજીઓને વહેરાવવા જરૂરી સામગ્રી સાથેજ લઈ જાય અને ઉપાશ્રયમાં જઈ પોતે જાતે અત્યંત ઉલ્લાસ અને ભાવપૂર્વક વહોરાવે. આપણે ત્યાં વૈયાવૃત્યનું બહુ મોટું માહાભ્ય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં તે સ્પષ્ટ કહ્યું છે કે વૈયાવચૈજં તિરથયર નામનુ જન્મ નિgધ અર્થાત્ વૈયાવૃત્ય એવું મહાન તપ છે કે જેનાથી તીર્થકર નામગોત્ર કમ બંધાય છે. મનમાં વસવસે હોય તે માત્ર એકજ વાતને-આવો ઉત્તમ માનવ જન્મ, શ્રેષ્ઠ તો ધમ અને તમામ સાનુકૂળ સંજોગે પ્રાપ્ત થયા હોવા છતાં સાધ્વીજી થવાનું શક્ય ન બન્યું. વિચાર અને ભાવનામાં પણ એક પ્રકારની અદ્ભુત શક્તિ રહેલી છે. ગીતાના એક શ્લેક અનુસર માણસને જન્મ તેની ગત જન્મની અધુરી વાસના પૂરી થાય એવા વાતાવરણમાં થાય છે. સાધુ મુનિરાજે અને સાધ્વીજીઓ પાસે શ્રી. સૌદામિની બહેન જ્યારે વાસક્ષેપ નખાવતા હોય છે, ત્યારે તેના મનમાં આવતે જન્મે ત્યાગ ધર્મને વેગ પ્રાપ્ત થાય એવીજ ભાવના રમતી હોય છે. હવે પછીના જન્મમાં તેમની આવી મનેકામના જરૂર સિદ્ધ થશે એમ વગર શંકાએ ચોક્કસ રીતે કહી શકાય.
શ્રી. વિજેન્દ્રબાઈ જેવા એક ધર્મનિષ્ઠ અને જ્ઞાનનિષ્ઠ મહાનુભાવ આ સભાને પેટ્રન તરીકે પ્રાપ્ત થયા, તે માટે અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ અને તેમને તન્દુરસ્ત દીધું આયુષ્ય ઈચ્છીએ છીએ.
For Private And Personal Use Only