SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.ના અભ્યાસ કર્યાં. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડની પરીક્ષા ઉચ્ચ કક્ષાએ પાસ કરી. ભરત, ગૂંથણુ, શીવણ, કટીંગ વિ. કામ પણ શીખી લીધુ, જે પડિતજીના જેલનિવાસ વખતે આર્થિકદ્રષ્ટિએ પણ બહુ ઉપયેગી થઈ પડયું. શ્રી બેચરદાસ પૉંડિતે એ અરસામાં સ્વ. મેાતીચંદભાઈ કાપડિઆના પ્રમુખપદે જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ' એ વિષય પર ભાષણ આપ્યુ અને જૈન સમાજમાં ભારે કોલાહલ મચી ગયા. જ્ઞાતિ અને સધના મેવડીએની તે વખતે સમાજમાં પાપશાહી ચાલતી. પંડિતજીને સંઘ બહાર મૂકવા માટે નેાખતા વાગવા માંડી. અજવાળીબેનના કાકા અને સામા ભડકયા. જીજીબેન પાસે જઈ અજવાળીબેનનુ વેશવાળ ફોક કરવા ભલામણ કરી આવ્યાં. અજ વાળીબેને છૂપી રીતે આ વાત સાંભળી લીધી, અને પછી જીજીબાને કહ્યું: હું જેની સાથે મારૂ વેવિશાળ થયુ' છે તેનેજ પરણવાની છું, નહિંતા અમરેલીમાં કૂવા તા ઘણા છે.’ જીજીબેનને ધ સકટ થયું. વ ́માનકાળે પુરુષ સમેાવડી થવા પ્રયત્ના કરતી સ્ત્રીએ કરતાં, એ યુગની સ્ત્રીઓમાં પુરુષની સરખામણીમાં વધુ સમજણ હતી. તેણે અજવાળીબેન પાસે લગ્નનું કામ ઝડપથી આટોપી લેવા પંડિતજી પર પત્ર લખાવ્યે। અને લગ્ન થઈ પણ ગયા. લગ્ન વખતે વરઘોડામાં ઘેાડે ન બેસતાં પડિતજીએ પાદવિહારજ કર્યાં. બીજે દિવસેજ લગ્ન કરી, જવાની તૈયારી કરી, કારણકે અજવાળીબેનના મોટા ભાઈ અને માટા બેન એજ અરસામાં ગુજરી ગયા હતા. જ્ઞાતિ અ`ધુએ અને શહેરીજનેાની સમજાવટ પછીજ લગ્ન નિમિત્તે તે ત્રણ દિવસ રહ્યા. પૂ. ગાંધીજીની અસહકારની લડત વખતે પંડિતજી ‘નવજીવન'ના તંત્રી બન્યા અને સરકારને ઉગ્ર કેપ જાગી ઊઠ્યો. જેલમાં જવા માટે અજવાળીબેનની સ’મતિ તા મળી ચૂકીજ હતી. દેશની સેવા અર્થે નાના નાના ચાર ખાળકોની તમામ જવાબદારી માથા પર લઈ, હસ્તે મુખડે પતિને જેલમાં જવાની રજા આપનાર અજવાળીબેન જેવી બહુ થાડી બહેનેા હશે. પાંડિતજીને જેલમાં લઇ ગયા અને ઘરમાં જપ્તી આવતાં રસેાઇના ડામ વાસણ સુદ્ધાં સરકારે જપ્ત કર્યાં. અજવાળીબેન માટે તા ઉપર આભ અને નીચે ધરતી જેવુ થઈ ગયું. પણ મક્કમ મનેાખળ કરી તમામ પરિસ્થિતિને બહાદુરીપૂર્વક સામનેા કર્યાં અને દુઃખના દિવસેા પસાર થઈ જઈ આજે તેા બધા સારા વાના થઈ ગયા. પેાતાની માતાની માફક અજવાળીબેને પેાતાના ચારેય સંતાનેાને ઉચ્ચશિક્ષણ આપ્યું. મેટા પુત્ર શ્રી. પ્રોધ પડિત એમ. એ. દિલ્હી યુનિવર્સિટીમાં ભાષા વિભાગના મુખ્ય અધ્યાપક અને ડીપાર્ટમેન્ટના મુખ્ય અધિકારી છે. નાના પુત્ર શિરીષભાઈ મિકેનીકલ એન્જીનિયર છે. મોટી પુત્રી લલિતાબેન એમ. એ. સિદ્ધપુર કન્યાશાળામાં આચાય છે. નાની પુત્રી લાવણ્યબેનના પતિ શ્રી. ચીમનલાલ નાનાલાલ શાહ બી. એ. એલ. એલ. બી. મુંબઈની એલિફન્સ્ટન મીલના મેનેજર છે. પંડિતજીના જેલ નિવાસ દરમિયાન અજવાળીબેન તથા તેમના સ્વ. સાસુને ભારતના દેશનેતાએ પૂ. ગાંધીજી, પૂ. કસ્તૂરબા, શ્રી કિશારીલાલભાઈ અને ગામતીબેન, શ્રી. નરહરિ પરીખ અને અન્ય નેતાઓના પરિચય થયા અને દુઃખના દિવસોમાં સારો સધિયારો પણ મળ્યા. પંડિત શ્રી. બેચરદાસભાઈએ પેાતાનું સમગ્ર જીવન શાશ્ત્રાના અભ્યાસ અને સંશાધન પાછળ ગાળ્યું છે. ઘર અને કુટુંબ વ્યવહારના તમામ બેજો અજવાળીબેને પેાતાના શિરે લઈ લીધા, એટલેજ પંડિતજી માટે આ બધું શકય બન્યુ, તેથી 'ડિતજીને મળેલી સિદ્ધિના અધ્ અધ હિસ્સો તેા અજવાળીબેનના જ ફાળે જાય છે. અંતમાં અમે પૂ. અજવાળીબેન અને પૂ. પંડિતજીને દીર્ઘ અને તન્દુરસ્ત આયુષ્ય ઇચ્છી વિરમીએ છીએ. For Private And Personal Use Only
SR No.531820
Book TitleAtmanand Prakash Pustak 072 Ank 05 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1974
Total Pages54
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy