________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સભાના નવા માનવતા પેન અ. સૌ. શ્રી અજવાળીબેન બેચરદાસ પંડિત
જીવનની ટૂંકી રૂપરેખા
જીવનમાં આવી પડેલી અનેક મુશ્કેલીઓ અને કર્સટીના પ્રસંગેએ, જરાપણ નિરાશ કે હતાશ થયા સિવાય એક વીરાંગનાની માફક શ્રી અજવાળીબેન જીવન સંગ્રામ સામે કેવા ઝઝૂમ્યા, એ વાત તેમના જીવનમાંથી ખાસ શીખવા જેવી છે. બહાદૂરી, નીડરતા, સચ્ચાઈ અને સ્વસ્થતાના ગુણોને વારસો તે શ્રી અજવાળીબેનને તેની માતા પાસેથી ગળથુથીમાં જ મળ્યા હતા. | એમના સ્વ. માતાનું નામ શિવાજી છત્રપતિના માતાની માફક જીજીબાઈ હતું અને આ બંને જીજીબાઈઓ વચ્ચે અસાધારણ સભાનપણું હતું. કાઠિયાવાડમાં ગાયકવાડ સરકારની હકુમત નીચેના પ્રદેશના સુબા સ્વ. હંસરાજ માવજી મહેતાના લઘુ બંધુ શ્રી વચ્છરાજ માવજીના તેઓ પુત્રી થાય. તેમના લગ્ન વરલનિવાસી દેશી ઝવેરચંદ ખીમચંદની સાથે
થયા હતા. પાછળથી શ્રી ઝવેરચંદ દોશીનું કુટુંબ અમરેલી આવીને વસ્યું અને ત્યાં જ વ્યવસાય શરૂ કર્યો. જીજીએન તેના માતાપિતાની સૌથી મોટી પુત્રી. તેમને ત્રણ ભાઈઓ અને બે બહેન હતા. જીજીબેનને ત્રણ પુત્ર અને ત્રણ પુત્રીઓ હતા. યુવાન ઉંમરે તેઓ વિધવા થયા અને સંતાનની માતા તેમજ પિતા પણ બન્યા. જીજીબેનની હૈયાતિમાં જ તેમના ત્રણ પુત્રો અને એક પુત્રીનું અવસાન થયું. આ રીતે આજે જીજીબેનની બે પુત્રીઓ હૈયાત છે, તે પૈકી નાની પુત્રી તે અજવાળીબેન.
શ્રી અજવાળીબેનને જન્મ વિ. સં. ૧૯૬૦ના ચૈત્ર શુ. ૧૧ના દિવસે અમરેલીમાં થયે હતે. માત્ર છ વર્ષની વયે જ તેમના પિતાશ્રીનું અવસાન થયું અને તેના ઉછેરના તમામ બાજે તેમની માતાએ ઉપાડી લીધે. જીજીએન સ્વાવલંબી અને ભારે સહિષ્ણુ હતા. પુણવત્તે દિ દુઃણમા માત્તિ આવી ઉચ્ચ તેમની સમજણ હતી. દુઃખમાં ગભરાઈ જવાને બદલે દુઃખમાંથી માર્ગ કાઢતાં તેમને સરસ રીતે આવડતું. બે દિયેર અને ત્રણ ભાઈઓ હોવા છતાં કોઈના પર ભારરૂપ બન્યા સિવાય તેઓ સ્વાવલંબી જીવન જીવ્યા. તેમના મોટા પુત્ર શ્રી જેચંદભાઈ જેના લગ્નની તૈયારી થઈ રહી હતી, તે અકાળે ઈ. સ, ૧૯૧૯માં યુવાન વયે મૃત્યુ પામ્યા. બીજા પુત્ર ભા. પ્રેમચંદનું પણ યુવાન વયે જ દુઃખદ મૃત્યુ થયું, જર્મન કવિ ગેટેએ કહ્યું છે કે “સુખ એ પ્રભુએ અજ્ઞાનીઓને આપેલી બક્ષીસ છે, જ્યારે દુઃખ એ જ્ઞાનીઓને વારસો છે.” જીજી મેન આ સૂત્ર અનુસાર દુઃખમાં પણ ઉત્તમ રીતે જીવી ગયા. લોખંડની છાતી કરી અસહ્ય દુ:ખે સમતાભાવે સહી લીધા. અજવાળીબેને એ યુગમાં પણ છે ગુજરાતી ધોરણ અને ત્રણ અંગ્રેજી ધરણને અભ્યાસ કર્યો હતો. તેમના પૂ. હરિમામીએ (જેઓ આજે પણ હયાત છે) સૌથી પ્રથમ બહેનનાં ધાર્મિક અભ્યાસ અર્થે અમરેલીમાં પાઠશાળા શરૂ કરી. અજવાળીબેન તેના માનીતી શિષ્યા બની પંચ પ્રતિક્રમણ, જીવવિચાર
For Private And Personal Use Only