________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
21
શ્રી આત્માનંદ પ્રકાશ સોળ વર્ષ સુધી પાટણમાં રહ્યા હતા. શ્રી જિનાગમના સંશોધનમાં તેમણે આપેલ ફાળાથી આકર્ષાઈ અમેરિકાની ઓરીએન્ટલ સોસાયટીએ તેમની માનદસભ્ય તરીકે નીમણુક કરી તેમનું સન્માન કર્યું હતું. જેસલમેર તથા ખંભાતના સંધના ભંડારમાં રહેલ સંખ્યાબંધ ગ્રંથને વ્યવસ્થિત કરી તેની સૂચિ તૈયાર કરવાનું અને જીર્ણશીર્ણ પ્રતિની માઈક્રો ફિલ્મ તૈયાર કરાવી તેની જાળવણું કરવાનું કાર્ય તેમણે હમણાં જ પૂરું કર્યું હતું. અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટીટયુટની સ્થાપના અને સંચાલનમાં તેઓશ્રીને મહત્ત્વનો ફાળો હતો.
મુ. શ્રી પુણ્યવિજયજીએ, કેટલાક સંદેએ વિનંતી કરવા છતાં, ગણિપદ, પંન્યાસપદ, ઉપાધ્યાયપદ-એવી કઈ પણ પદવી સ્વીકારવા માટે પોતે તૈયારી બતાવી નહોતી અને એવી વિનંતીઓને સવિનય ઇન્કાર કર્યો હતો. જાહેરાતને તેમને બિલકુલ મેહ ન હતો. તેઓશ્રી કહેતા કે મારે કઈ પદ કે પદવી જોઈતી નથી. મેં જે મુનિપદ લીધું છે તે જ સાચવી રાખું એટલે બસ.
લગભગ બાસઠ વર્ષની સંયમયાત્રા દરમ્યાન તેમણે કઈ જગાએ ઉપધાન કે ઉજમણું કરાવ્યાં નથી. તેમ સંઘને કઈ પણ પ્રકારના ખર્ચના ખાડામાં ઊતરવું પડે એવી પ્રવૃત્તિ કે પ્રેરણા કરી નથી. માત્ર જ્ઞાનની આરાધનામાં જ તેઓ મસ્ત રહેતા. આજે સાધુઓમાં જે શિષ્યવ્યાહ જોવામાં આવે છે તે પણ તેમનામાં ન હતું. તેમના શિષ્ય થવા માટે સ્વયં આવેલા પૈકી માત્ર બે કે ત્રણને જ તેમણે દીક્ષા આપી છે.
સામાન્ય જ્ઞાન વધે ત્યારે અભિમાન વધે અને આચારમાં ખલના આવે, પરંતુ મુનિ શ્રી પુણ્યવિજયજીએ એ કથન પોતાના સંબંધમાં ખોટું પાડયું હતું. સાધુધર્મના આચારોનું તેઓ ખૂબ આદરપૂર્વક પાલન કરતા અને એ આચારોનું સાધુઓએ શાસ્ત્રવિહિતપણે પાલન કરવું જોઈએ એમ કહેતા. એ આચારસંહિતાના નિયમોમાં પોતાનાથી કઈ વખતે કાંઈ ભૂલ થઈ હોય તે એકરાર પણ કરતા.
મુંબઈ સમાચાર” દૈનિક, “જય જિનેન્દ્ર” વિભાગ, મુંબઈ, તા. ૨૩-૬-૧છા
પૂજ્ય ગુરુદેવશ્રીને શ્રદ્ધાંજલિ
આગમે એ જ આપણું આલંબને છે. આવી આગની વાણીને મહેનત કરી, લીંબડી, જેસલમેર, પાટણ, વડોદરા, છાણી, ખંભાત, ભાવનગર વગેરે જ્ઞાનભંડારમાંથી ચીવટપૂર્વક સંશોધન કરનાર; આ બધા જૈન, હિંદુ, બૌદ્ધ ધર્મના ગ્રંથે, જેમાં ધર્મ, સાહિત્ય, કળા, ઈતિહાસ, જ્યોતિષ વિષે સમૃદ્ધ જ્ઞાનને ભંડાર છે, એનાં ચોટી ગયેલાં પાનાંઓને સંભાળીને ઉખેડવાં, એનાં તૂટી ગયેલાં પાનાઓના ટુકડા પ્લાસ્ટીક અસ્તરમાં રાખી સાચવવા, જોડવા; એમાં લખાયેલી સંસ્કૃત, પ્રાકૃત, માગધી, મધ્યયુગની ગુજરાતી ભાષાને સમજવી; તેના અર્થ-પ્રકાશને કરવાં; એનાં સૂચીપત્રો બનાવવાં; એની ફેટોસ્ટેટ કેપી, માઈક્રે ફિલ્મ કાપી કરાવવી; એનાં પ્રદર્શને જવાં; એ ગ્રંથોના જ્ઞાનની લહાણી જ્ઞાનપિપાસુ દેશ પરદેશના વિદ્વાનને કરી, અનેક સંશોધકને ઘડવા; અનેકોમાં જ્ઞાનની સંજીવની છાંટવી; અને આ બધું શેધેલું-સંગ્રહેલું જરૂર પડતાં, ગમે તેવા દામ આપી ખરીદાયેલું; આ પ્રાચીન તાડપત્રો, ચિત્રસામગ્રીઓ, કળાના બેનમૂન નમૂનાઓને સંગ્રહવા; જ્ઞાનભંડારે, પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર, અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર સ્થાપવા અને જ્ઞાનપિપાસુને ગમે તેવી કીમતી પ્રતે વિના સંકોચે અપાવનાર; આ વિશ્વના વિદ્વાનેના પ્રેમી; વિશ્વમાનવ; આગમોના ખજાનચી; તત્વશીલ પ્રભાવિક વ્યાખ્યાતા; ચંદ્ર જેવા શીતલ; સાગર
For Private And Personal Use Only