________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક મુનિ શ્રી પુણ્યવિજ્યજી મહારાજની બેટ
ભારતીય વિદ્યાના ક્ષેત્રમાં અને ખાસ કરીને જૈન વિદ્યાના સંશોધન-સંપાદનના ક્ષેત્રમાં દેશ-વિદેશમાં ખૂબ વિખ્યાત બનેલા મુનિ શ્રી પુણ્યવિજયજીને વરસ જ્ઞાનની તલસ્પર્શી અને સર્વ સ્પશી સાધનાની સાથે સાથે જૈનધર્મ મુજબ જીવનસાધના કરવાનો હતો. પ્રાચીન ગ્રંથોના ઉદ્ધારક તરીકે તેઓએ ભારતીય સાહિત્યની શ્રેષ્ઠ સેવા બજાવી હતી. એમના હાથે હજારે પ્રાચીન જીર્ણ હસ્તલિખિત પ્રતોને ઉદ્ધાર થયે હતો. રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના અનેક જ્ઞાનભંડારોને તેઓના હાથે નમૂનેદાર ઉદ્ધાર થયો હતો. પ્રાચીન અઘરામાં અઘરી હસ્તલિખિત પ્રતોને ઉકેલવાની તેની શક્તિ અસાધારણ હતી. પ્રાચીન ગ્રંથોનું સંશોધન કરવાની એમની પદ્ધતિ પણ જેમ અનેખી હતી તેમ સત્યલક્ષી હતી. ગ્રંથસંશોધનના કાર્યમાં તેમ જ જ્ઞાનોપાસનાના કાર્યમાં તેઓને કોઈ પણ જાતની સાંપ્રદાયિક કે રૂઢ માન્યતારૂપ સંકુચિતતા સ્પશી જ શકતી ન હતી. તેઓના હાથે સંપાદિત થયેલા પ્રાચીન ગ્રંથ સંપાદનની દૃષ્ટિએ આજે પણ આદર્શ ગણાય છે. કેઈ પણ પ્રાચીન ગ્રંથના સંશોધન વખતે એક એક વાક્ય, એક એક શબ્દ અને એક એક અક્ષરને ઉકેલવામાં તેઓ જે ખંત, ધીરજ, કુશાગ્રબુદ્ધિ અને સૂઝથી કામ કરતા હતા તેમાં તેઓની ઉત્કટ તાનભક્તિ વ્યક્ત થતી હતી.
તેઓની જ્ઞાનોદ્ધારની પ્રવૃત્તિની સાક્ષી છેક જેસલમેરથી લઈને ભાવનગર સુધીના અનેક જ્ઞાનભંડારો આપે છે. જેસલમેરના ભંડારના ઉદ્ધારના કામ માટે તેઓએ જે જહેમત ઉઠાવી છે, તેની વિશ્વના વિદ્વાને પ્રશંસા કરે છે. પાટણના જાણીતા શ્રી હેમચંદ્રાચાર્ય જન જ્ઞાનમંદિરની સ્થાપનામાં અને તેને સમૃદ્ધ બનાવવામાં મહારાજશ્રીએ ભારતીય સાહિત્યની વિરલ સેવા બજાવી છે. જૈન ધર્મનાં આગમસૂત્રોના તે તેઓ મર્મસ્પશી અજોડ જ્ઞાતા હતા. એમના હાથે સંપાદિત થયેલા આગમગ્રંથો આજે પણ બેનમૂન ગણાય છે. તેઓની આ વિદ્વત્તાને કારણે જ તેઓને ભારતભરમાં આગમપ્રભાકર તરીકે ઓળખવામાં આવે છે. પાછળ્યાં વર્ષોમાં તેઓ આગમસંશોધનના કામમાં ખૂબ એકાગ્ર હતા. અને એમના આ પ્રયત્નને ગ્રંથરૂપે પ્રકાશિત કરવાની યોજના શ્રી મહાવીર જૈન વિદ્યાલય શરૂ કરી હતી અને તેમાં ત્રણ આગમે તે પ્રકાશિત થઈ ચૂક્યા છે અને બીજા તૈયાર છે.
પ્રાય વિદ્યાના ભારતના તેમ જ દુનિયાના વિદ્વાને અને જિજ્ઞાસુઓને માટે વિદ્યાતીર્થરૂપ બનેલ અમદાવાદનું લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તેઓશ્રીની પ્રેરણાથી જ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ સ્થાપ્યું હતું. આ સંસ્થામાં જે હસ્તલિખિત તેમ જ છાપેલા ગ્રંથોને અમૂલ્ય સંગ્રહ છે, તેમાં મુનિ શ્રી પુણ્યવિજયજીના હસ્તલિખિત તેમ જ છાપેલા મળીને વીસેક હજાર ગ્રંથને સમાવેશ થાય છે. આ જ બતાવે છે કે તેઓ જ્ઞાનના કેટલા મેટા ઉપાસક હતા.
જિજ્ઞાસુઓ, વિદ્યાર્થીઓ અને વિદ્વાને એ બધાને માટે એમનાં દ્વાર સદાને માટે ખુલ્લાં રહેતાં હતાં. જરૂરી માહિતી મેળવવા માટેની તે તેઓ એક મોટી પરબ જ હતા–જાણે કે તેઓ જ્ઞાનના મીઠા મહેરામણ હતા. પોતાની પાસેની કીમતીમાં કીમતી કે ખૂબ મહેનત લઈને તૈયાર કરેલી સામગ્રી પણ એને ખપીને "આપવામાં તેઓએ ક્યારેય લેશ પણ સંકેચ કર્યો નથી, અને ઉદારતાપૂર્વક સામે ચાલીને આપી છે.
For Private And Personal Use Only