SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ ] * શ્રી આત્માનંદ પ્રકાશ તેઓનું બીજું ચોમાસું પણ વાલકેશ્વરમાં જ થયું. પણ મુંબઈના એક વર્ષના રહેવાસ પછી મહારાજશ્રીને શરીરમાં અવારનવાર નાની-મેટી ફરિયાદ થઈ આવતી; અને એના જરૂરી ઉપચાર પણ કરાવવામાં આવતા. પણ તેઓ આ માટે વિશેષ ચિંતા ન સેવતા. અને સંશોધનનું કામ તે ચાલતું જ રહેતું, પણ એ માટે પૂરતો સમય ભાગ્યે જ મળતા. - બીજું ચોમાસું પૂરું થવાનું હતું એ અરસામાં શરીરની અસ્વસ્થતાની ફરિયાદ કંઈક વધી ગઈ. મહારાજશ્રી ક્યારેક ક્યારેક એવી ફરિયાદ કરતા કે હમણાં હમણાં કૃતિ ઓછી દેખાય છે, સૂઈ રહેવાનું મન થાય છે અને કામમાં મન પૂરું લાગતું નથી. આને પણ કંઈક ને કંઈક ઉપચાર તે થતો જ રહેતો. પણ મહારાજશ્રીએ, અમે કે બીજા કેઈએ પણ આ વાતને ગંભીર ન લખી. પણ આજે લાગે છે કે એ ભૂલ હતી. આ દરમ્યાન પણ પન્નાઓના સંશોધનનું તથા પન્નવણાસૂત્રની પ્રસ્તાવનાને તપાસવા-સુધારવાનું કામ તો યથાસમય-શક્તિ ચાલુ જ હતું. વિ. સં. ૨૦૨૭ના કારતક સુદિ બીજથી આઠ દિવસ માટે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દીને નાને ઉસવ ભાયખલાથી શરૂ કરી ગોડીજીના દેરાસર-ઉપાશ્રયમાં રાખવામાં આવ્યું હતું. મહારાજશ્રી આ કામ માટે જ મુંબઈ આવ્યા હતા એટલે આ બધા પ્રસંગોમાં તેઓ હાજર રહ્યા. દરમ્યાનમાં કારતક સુદિ ૫ ના (જ્ઞાનપંચમીના પર્વદિને) મહારાજશ્રીને જન્મદિવસ હતો. એ દિવસે તેઓને ૭૫ વર્ષ પૂરાં થતાં હતાં, એટલે તેઓને અભિવાદન કરવાને એક સાદે સમારોહ ગોડીજીના ઉપાશ્રયમાં, આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીના સાનિધ્યમાં, યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખાસ હાજર રહીને શ્રી અમૃતલાલ યાજ્ઞિક તથા ડે. પ્ર. વી. એમ. કુલકર્ણએ મહારાજશ્રીને પોતાની ભાવભરી અંજલિ અર્પણ કરી હતી. આ સમારોહમાં હાજર રહેવાને અને ભાગ લેવાને મને પણ લાભ મળ્યો હતો. આઠ દિવસને ઉત્સવ પૂરો થતાં મહારાજશ્રી વાલકેશ્વર પાછા ફર્યા ત્યારે દેખાતું હતું કે એમની તબિયત જોઈએ તેવી ન હતી. વિ. સં. ૨૦૨૭ ના કારતક સુદિ ૧૫ ના રોજ, વાલકેશ્વરમાં જ, “સમ્રાટ અશોક' સાયટીના મેમ્બર ભાઈઓની વિનંતિથી, પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ આદિની સાથે, પાટણવાળા શ્રી ચીમનલાલ વલમજી ઝવેરીના બંગલે ચાતુમાસ પરિવર્તન કર્યું તે ખરું, પણ એ સ્થાને પહોંચીને વ્યાખ્યાન આપ્યા બાદ, પેશાબની રુકાવટની તકલીફ એકાએક વધી જવાને કારણે, તેઓને બેખે મેડીકલ સેન્ટરમાં દાખલ કરવા પડ્યા. એમ લાગે છે કે મહારાજશ્રીની તબિયત ક્રમે ક્રમે ચિંતાકારક બનતી ગઈ એની શરૂઆત આ રીતે થઈ. આ પછી તેઓને હરસની તકલીફ થઈ આવી. હરસને કારણે વેદના તે બહુ ન થતી, પણ અવારનવાર ઠલ્લામાં લોહી પડતું રહેતું; ક્યારેક તે લેહીની માત્રા ચિંતા થઈ આવે એટલી વધી જતી–જાણે ધીમે ધીમે શરીરની તંદુરસ્તી જોખમાતી જતી હતી અને એમાં અશક્તિ માળો ઘાલતી જતી હતી. આ દરમ્યાન જન્મશતાબ્દીની અખિલ-ભારતીય ધોરણે ઉજવણી કરવાનું મુખ્ય અવસર આવી પહોંચે. આ માટે સને ૧૯૭૦ ના ડિસેમ્બર માસની ૨૪-૨૫-૨૬-૨૭ તારીખો નકકી થઈ હતી; અને ઉજવણી માટે કોસ મેદાનમાં વિશાળ “વિજયવલ્લભ નગર ની રચના કરવામાં આવી હતી. સમારોહમાં સહેલાઈથી હાજરી આપી શકાય એટલા માટે સાધુમહારાજોને રહેવાની સગવડ મુંબઈની સુપ્રસિદ્ધ શકુંતલા ગર્લ્સ હાઈસ્કૂલમાં કરવામાં આવી હતી. મહારાજશ્રીએ ઉજવણીના બધા કાર્યક્રમમાં ઉલ્લાસથી ભાગ લીધો હતો. મુંબઈના સંધે તથા આ નિમિત્તે બહારગામથી–જુદા જુદા પ્રદેશમાંથી–આવેલ મહાનુભાવોએ એક દિવસ શ્રી શકુંતલા ગર્લ્સ હાઈસ્કૂલમાં ભેગા મળીને મહારાજશ્રીને આચાર્ય પદવીને સ્વીકાર કરવાની ખૂબ લાગણીભરી વિનંતિ કરી; આ લાગણીને ઇન્કાર કરવાનું કામ મુશ્કેલ હતું. પણ મહારાજશ્રીએ વિવેક અને દઢતાપૂર્વક એને ઈન્કાર For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy