________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ
વિદ્યા જ હતી એટલે એની ઉપાસનામાં તેઓ મારા-તારાપણાને કોઈ ભેદ રાખતા નઈ. અને શાસ્ત્રીય ગ્રંથો ઉપરાંત લકિક વિદ્યાઓના ગ્રંથોનું પણ તેઓ એવા જ અંદરથી અવલોકન-અવગાહન કરતા. આથી જેમ તેઓ પોતાનાં શાસેની ખૂબી અને મર્યાદાઓથી પરિચિત રહી શકતા, તેમ બીજાઓનાં શાસ્ત્રોની ખૂબીઓ કે મર્યાદાઓથી પણ પરિચિદ રહી શક્તા. પરિણામે એમને અભ્યાસમાં તેમ જ નિરૂપણમાં સદા સત્યની સુભગ આભા પ્રસરી રહેતી; અને તેથી એ નિરૂપણ વિશે સચોટ અને પ્રતીતિકર બનતું. આચાર્ય પ્રવર શ્રી હરિભદ્રસુરિજીએ તેમને મબિંદુ ગ્રંથમાં ( લેક પર૪) સાચું જ કહ્યું છે કે—
.. आत्मीयः परकीयो वा कः सिद्धान्तो विपश्चिताम् ।।
दृष्टेष्ाबाधितो यस्तु युक्तस्तस्य परिग्रहः ।। એટલે કે વિદ્વાનને મન આ સિદ્ધાંત મારો અને આ પરાયો એ કેઈ ભેદ નથી હોતા; પણ જે જોવાથી અને ઇટથી અબાધિત હોય તેને સ્વીકાર કરવો, એ જ ઉચિત છે. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનું અધ્યયન આવું જ તંદુરસ્ત અને વિમળ દષ્ટિથી પરિપૂત હતું. અને તેથી જ એ દેશવિદેશના વિદ્વાનોને માટે વિશેષ આવકારપાત્ર બની રહેતું. તેઓશ્રીનું અધ્યયન આવી નિર્મળ બુદ્ધિથી થયેલું હોવાથી એમના લખાણમાં પ એની છાપ સ્પષ્ટ જોવામાં આવતી. સમભાવી આચાર્ય હરિભસૂરિએ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં કપિલ મહર્ષિને " દિવ્ય મહામુનિ' (સેફ ર૩૭) અને ભગવાન બુદ્ધને “મહામુનિ' (લેક ૪૬) જેવાં બહુમાન ચક વિશેષણોથી નિર્દેશ કર્યો છે, તેમ પુરયવિજયજી મહારાજનાં લખાણોમાં પણ આ પરંપરાનું વિરલ સાતત્ય જોવા મળે છે. જ્યાં ક્યાંય કોઈ ધર્મ પુરુષને કે મહાન વ્યક્તિને અથવા વિદ્વાનને ઉલેખ કરવાનો વખત આવતા ત્યારે તેઓ તે બહુમાનસૂચક શબ્દથી જ કરતા.
કમ સાહિત્ય અંગેના પિતાના લેખમાં, દિગબર સાહિત્યને નિર્દેશ કરતાં, તેઓએ લખેલું કે “દિગંબર સંપ્રદાયમાં પણ ભગવાન શ્રી પુષ્પદંતાચાર્ય..વગેરે કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતા અને વ્યાખ્યાતા પારંગત આચાર્યો અને સ્થવિરો થયા છે.
" ( જ્ઞાનાંજલિ, પ. ૧૪૦ ) સ્તુતિ-સ્તોત્રવિષયક સાહિત્યમાં ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનપ્રભસુરિજીના અપણને બિરદાવતાં મહારાજશ્રીએ લખ્યું છે કેઃ “આ પછી ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યનું સ્થાન આવે છે. આ વિભાગમાં સેંકડો જેનાચાર્ય તેમ જ જૈન મુનિઓએ ફાળો આપ્યા છે. તેમ છતાં પરતરગચ્છીય આચાર્ય શ્રી જિનપ્રત્યે વિવિધ ભાષામય અને વિધવિધ ઇનય ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યના સર્જનમાં જે વિશાળ ફાળે આપે છે એ સૌથી મોખરે આવે છે. આ આચાર્યને જેટલું વિપુલ અને વિધવિધ પ્રકારનું સ્તુતિ-સ્તોત્રસાહિત્ય કેઈએ સજર્યું નથી એમ કહેવામાં અત્રે જરાયે અતિશયોકિત થતી નથી.” (જ્ઞાનાંજલિ, કુષ્ઠ ૧૫૯)
એ જ રીતે શ્રી ધૂમકેતુલિખિત “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ' પુસ્તકને આવકારતાં તેઓએ મુક્તા મને કહ્યું છે કે : “ આચાર્ય શ્રી હેમચંદનાં આજ સુધીમાં શ્રદ્ધા અને પાંડિત્યપૂર્ણ સંખ્યાબંધ વનચરિત્રો લખાઈ ચૂક્યાં છે, છતાં ભાઈ શ્રી ધૂમકેતુની આ કૃતિ એ મહાપુરુષ પ્રત્યે એક જુદા પ્રકારની જ શ્રદ્ધાપૂર્ણતા અને કુશળતા રજૂ કરે છે. જેમ શ્રદ્ધાની અમુક પ્રકારની ભૂમિકાથી દૂર રહી જીવનચરિત્રો આલેખવામાં ઘણી વાર ભૂલે થાય છે, અને વાસ્તવિક વસ્તુસ્થિતિ હંકાઈ જાય છે, એ જ રીતે કેવળ શ્રદ્ધાની ભૂમિકામાં ઉભા. રહી છશ્વનચરિત્રો લખવામાંય એવા અને એટલા જ ગેટાળાઓ ઉત્પન્ન થવા સાથે ખરી વસ્તુને અન્યાય પણ મળે છે. એ વિષે વિશિષ્ટ વિવેક અપણને શ્રી ધૂમકતુએ લખેલ પ્રસ્તુત વનચરિત્ર દ્વારા બતાવ્યો છે.”
(જ્ઞાનાંજલિ, પણ ૧૭૩) મહારાજશ્રીના કથનની તેમ જ એમનાં લખાણ કે સંપાદનોની વિદ્વાનમાં જે ભારે પ્રતિજ્ઞા છે તે તેઓની આવી ગુફઝાક, સત્યશોધક અને તટસ્થ દષ્ટિને કારણે જ. વળી, મહારાજશ્રી એ પણ જાણતા હતા કે જે
For Private And Personal Use Only