________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ
એ તો કેઈ પણ રીતે ઇસ્પિતાલમાં ન જવું પડે એ જ ઝંખી રહ્યાં. દાક્તરને પણ એમની આ ઝંખનાની ખબર પડી બીજે દિવસે દાક્તર આવ્યા; તબિયત કંઈક હક લાગી. એમણે કહ્યું: રાહારાજ ! આપને ઇસ્પિતાલમાં નહીં લઈ જઈએ. દાક્તરની વાત સાંભળીને સાધ્વીજીના મુખ ઉપર અનહદ આનંદ અને આંતરિક સંતોષ કઈ દિવ્ય રેખાઓ વિલસી રહી. એમને જીવનની ન કોઈ આકાંક્ષા હતી કે ન મરણને કે.ઈ ભય હત, હદુ:ખથી છૂટે મેળવવા નું જરાય મરણની ઝંખના હતી, અને મરણને ભય તે એમને લેશ પણ હતા જ નહીં. એમને એકમાત્ર ચિંતા કે ઝંખના એટલી જ હતી કે કોઈ પણ રીતે સંયમની વિરાધના થતી અટકે. વિ. સં. ૨૦૨૨માં, અમદાવાદમાં, તેઓ સ્વર્ગવાસી થયાં :
દાદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ મુનિ શ્રી પુણ્યવિજજીના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજવજી મહારાજ એક આદર્શ શ્રમણ હતા. અહિંસા, સંયમ અને તપનું અમૃત એમના રામરોમમાં વ્યાપેલું હતું. તેઓ સમતાના સરોવર, ગુણના ભંડાર અને શાંત પ્રતાપી મહાપુરુષ હતા, સ્ફટિક સમું નિર્મળ એમનું ન હતું. સંતજીવનને શોભતી ઉદારતા એણે એવી કેળવી જાણી હતી કે એમને મન આ મારે અને આ પરાયે એવો કોઈ ભેદ ન હતા ? જૈન-જૈનેતર સીને તેઓ વાસપૂર્વક આવકારતા અને સાધનામાં કે જ્ઞાનોપાર્જનામાં જોઈતી સહાય આપતા, પ્રમાદ તે એમને સ્પર્શ તે જ ન'. અને કોઈને તિરસ્કાર કર, કાઈના ઉપર રોષ કર કે મન-વચન-કાયાના વલણમાં વિસંવાદ રાખીને છળ, પ્રપંચ કે દંભને આશ્રય આપવા, એ તે એનાં સ્વભાવમાં જ ન હતું. એમનું જીવન જીવતા અનેકાંતવાદ જેવું ગુણગ્રાહી અને સત્યચહિક હતું.
જેવા ઉદાર મહારાજશ્રીના દાદાગુરુ હતા, એવા જ ઉદાર તેઓના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ હતા. વળી, તેઓ જેવા ઉદાર હતા એવા જ વ્યવહારદી, કાર્યનિષ્ઠ અને સતત સાહિત્યસેવી વિદ્વાન હતા, દાદાગુર તથા ગુરુ બને જ્ઞાનોપાસના અને જ્ઞાનેદારના પવિત્ર ધ્યેયને વરેલા હતા. જ્ઞાન વગર જ સંયમને, સાચે માર્ગ લાધે, ને સંયમની નિર્મળ આરાધના થઈ શકે, ન સંધનો અભ્યત્ર થઈ શકે કે ન ધર્મની પ્રભાવના થઈ શકે; અને તીર્થકર ભગવાનના અભાવમાં એમની વાણી જ સંઘનું પરમ આલંબન બની શકે : આ પરમ સત્ય તેઓના અંતરમાં બરાબર વસી ગયું હતું. એમના પગલે પગલે શ્રી પુણ્યવિજયજી મહારાજનું ઇવનકાર્ય પણ દાનોદ્ધાર બની ગયું. અને આ રીતે પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, મુનિવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ અને મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ–દાદાગુરુ, ગુરુ અને શિષ્ય–ની ત્રિપુટીએ, છેલ્લાં સાઠ-સિત્તેર વર્ષ દરમ્યાન, જ્ઞાનોદ્ધારની એક એકથી ચડિયાતી જે પ્રવૃત્તિ કરી બતાવી તે માટે કેવળ જૈન સંઘ જ નહીં પણ જન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-વિદેશના અભ્યાસીઓ અને વિદ્વાને પણ સદા માટે એમના ઓશિંગણ રહેશે.
પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજની જેમ શાંતમૂર્તિ મુનિપ્રવર શ્રી વિજય9 મહારાજ પણ વડોદરાના જ વતની હતા. એમનું નામ છોટાલાલ હતું. છોટાલાલના અંતરમાં નાની ઉંમરથી જ વૈરાની ભાવના રમતી હતી. પરિણામે સંસારનો ત્યાગ કરવાની ભાવનાથી પ્રેરાઈને તેઓ ૨૧મે વી પોતાના મિત્ર છગનલાલ સાથે પજબ પહેચી ગયા. બન્ને મિએ વિ. સં. ૧૯૩૫ના માહ વદિ અગિયારશે , આત્મારામજી મહારાજ પાસે દીક્ષા લીધી. એમનું નામ મુનિ હંસવિજય રાખીને એમને મુનિ શ્રી લક્ષ્મીવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. એમના મિત્ર શાનલાલ એ જ પૂ. પુણ્યવિજયજી મહારાજના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ. શ્રી હંસવિજયજી મહારાજ શાણું, ઠરેલ અને ગમે તેવાના અંતરને વશ કરી લે
એવા શાંતિના સરવર જેવા સંત હતા, એમની વાણીમાં પવિત્રતા અને આત્મીયતાની સરવાણી વહેતી. પિતાના સંયમની આરાધનામાં તેઓ સદા જાગ્રત રહેતા. અનેક પ્રદેશમાં વિચરી, અનેક આત્માઓને બંધ
For Private And Personal Use Only